મારા વિશે

સૌ પ્રથમ આ નવા બ્લોગ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે.

પાલનપુરનો છું એટલે બ્લોગની શરુઆત પાલનપુરનું નામ ગઝલ વિશ્વમાં જેમના વડે ઉજળું છે તેવા ગુજરાતીના મહાન શાયર સ્વ. જનાબ શૂન્ય પાલનપુરી સાહેબના એક ખુબ જ જાણીતા મુક્તકથી કરવાની રજા લઉં છું.

My Photo

પરિચય છે મંદિરમાં દેવોને મારો

મને મસ્જીદોમાં ખુદા ઓળખે છે,

નથી મારું અસ્તિત્વ છાનું જગતમાં,

તમારા પ્રતાપે બધા ઓળખે છે.

શૂન્ય સાહેબની જેમ ‘બધા ઓળખે છે’ તેવું  હું કહી શકું તેમ નથી કારણકે ગઝલ વિશ્વમાં મારું અસ્તિત્વ નહી જેવું છે. ગઝલની દુનિયામાં  મને ઓળખે છે એવું ગૌરવભેર કહી શકાય તેવા ગણ્યા ગાંઠ્યા નામોમાં સૌથી પહેલું ડો. રશીદ મીર સાહેબ અને જનાબ ‘મુસાફિર’ પાલનપુરી સાહેબનું નામ લઈ શકું.

આમ તો મારું ‘ નામ ‘ ગઝલ જગતમાં ખુબ જાણીતું છે. હા, મારું નામ ‘મનહર મોદી’ છે. અને સુપ્રસિદ્ધ ગઝલકાર સ્વ. મનહર મોદી સાહેબ નું નામ ગઝલ જાણનારા કોણ નથી જાણતા ? પરંતુ એ એક માત્ર જોગાનુજોગ જ છે કે મારું નામ મનહર મોદી છે બાકી એમની જોડે મારી કોઈ સરખામણી શક્ય નથી. કદાચ એટલે જ મેં ગઝલ વિશ્વને મારી ઓળખાણ ’મન’ પાલનપુરી તરીકે આપવાનું પસંદ કર્યું છે.

ગઝલ જોડેનો મારો નાતો તો ખાસ્સો જૂનો છે. મારી ઉંમર આ ૧૪ (જુન) તારીખે ૬૧ વર્ષની થશે. અને મેં ગઝલ લખવાની શરુઆત તો ૧૩ વર્ષની ઉંમરે કરી દીધી હતી. આ ઉંમરે મારી પહેલી ગઝલ પાલનપુરના તે સમયના એક સ્થાનિક સાપ્તાહિકમાં છપાઇ હતી. પરંતુ તેમાં ગઝલ તત્વ ગેરહાજર હતું. ત્યારબાદ યુવાનીકાળમાં ઉંમર પ્રમાણે થોડીક ગઝલો રચાઈ જેમાંથી ૪-૫ ગઝલો તે સમયે પ્રસિદ્ધ થતા ‘ગુજરાત સમાચાર’ ના ‘શ્રી’ સાપ્તાહિકમાં સમયાંતરે છપાઇ હતી. સને ૧૯૭૦-૭૧ ના ગાળામાં પાલનપુરમાં આઈ.ટી.આઈ. માં નોકરી દરમિયાન ગઝલપ્રેમી મિત્રોનું વર્તુળ મળ્યું અને સન્મિત્ર શ્રી એચ્.જી.રાઠોડ ની પ્રેરણા અને સહકારથી એકાદ્-બે  મુશાયરાઓ માં ગઝલ રજુઆત કરવાનો અવસર પણ સાંપડ્યો. પાલનપુરના જાણીતા શાયર જનાબ ‘યુગ’ પાલનપુરી સાહેબ સાથે ઓળખાણ થઈ. તેઓશ્રીએ સલાહ-સૂચનો અને પ્રોત્સાહન પુરાં પાડ્યાં અને ‘અરૂઝ’ વાંચવા / સમજવા ભલામણ કરી.

ત્યાર પછી નોકરી અર્થે વડોદરા આવ્યો અને ઘણાં વર્ષો એમને એમ વહી ગયાં. છેક ૨૦૦૧ની સાલમાં વડોદરાના પ્રેમાનંદ સાહિત્ય સભા ખંડમાં એક ‘પાદપૂર્તિ સ્પર્ધામાં ભાગ લેવા ગયો ત્યારે એક મિત્ર શ્રી મનીષ જોષી ‘મૌન’ મળી ગયા. તેઓ તેમની ‘શબ્દાંકન’ -ગદ્ય સાહિત્યની સંસ્થા માં લઈ ગયા અને ગદ્ય લેખન તરફ મને દોર્યો. જેના પરિપાક રુપે  થોડીક વાર્તા-નિબંધો લખાયા. તેમાંથી એક વાર્તા ‘ઓળખાણની ગહેરાઈ’  સંદેશના ‘સ્ત્રી’ માસિક માં પ્રસિદ્ધ થઈ. બીજી થોડીક રચનાઓ પણ અન્ય સામયિકોમાં અવાર-નવાર છપાઈ. ‘શબ્દાંકન’ની એક બેઠક માં શ્રી કીર્તિકાન્ત પુરોહિત સાહેબ સાથે મુલાકાત થઈ અને મારી ગઝલ પ્રિતી વિષે જાણીને મને ‘બુધસભા’માં લઈ ગયા. અહીં આવીને ડો.રશિદ મીર સાહેબ અને જનાબ ગુલામ અબ્બાસ ‘નાશાદ’ અને બીજા શાયરમિત્રો પાસેથી ઘણું શીખવા મળ્યું. ડો. હસમુખ શાહ જેવા ગુણીજન મિત્ર મળ્યા અને ગઝલ સાથેનો તુટી ગયેલો નાતો ફરી સંધાઈ ગયો અને ખુબ મજબૂત બન્યો. પ્રમાણમાં ઘણું સારું કામ થયું.

વળી પાછી વતનની હાકલ પડી અને નોકરીમાંથી નિવ્રુત્ત થઈ પાલનપુર આવી સ્થાઈ થયો. અહીં પણ ‘શબ્દ સાધના’ પરિવાર સાથે સંકળાયો અને શ્રી મુસાફિર પાલનપુરી સાહેબ, પાલનપુર કોલેજના ઈન્ચાર્જ આચાર્ય શ્રી મહેશ્ભાઈ મકવાણા, શ્રી નરેન્દ્ર જગતાપ,’ઈશ્ક’ પાલનપુરી, કુ.વર્ષા બારોટ વગેરે મિત્રોના સાનિધ્ય અને સહકારમાં ગઝલ સાથે નો નાતો જળવાઈ રહ્યો છે.

અત્યારે અમેરિકામાં મારા પુત્ર આશિષ સાથે રહેવા આવ્યો છું. અહીં શ્રી વિજયભાઈ શાહ (હ્યુસ્ટન્), બુધસભાના જુના મિત્ર શ્રી ભરત દેસાઈ (ન્યુ જર્સી) અને શ્રી ઈશ્ક પાલનપુરી (પાલનપુર) વગેરેની પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રેરણાથી અને મારા સુપુત્ર આશિષ ના સહકારથી આ બ્લોગ શરુ કરવાની જુર્રત કરી છે. આપ સહુના સહકારની અપેક્ષા રાખું છું.

મારી રચનાઓ સાથે પરિચય હવે પછી…..

અસ્તુ.

‘મન પાલનપુરી

Advertisements

23 ટિપ્પણીઓ Add your own

 • 1. 'ISHQ'PALANPURI  |  જૂન 8, 2009 પર 5:32 એ એમ (am)

  અભિનંદન!! મનહરભાઈ ઉર્ફે ‘મન’પાલનપુરી સાહેબ ,બ્લોગ જગત માં તમારું સ્વાગત છે.તમારા જેવા દિગ્ગજો આવવાથી ગુજરાતી બ્લોગ વધું ને વધું સમૃદ્ધ બનશે એવી અંતરની અભિલાષા…તમારી નવી ટેકનોલોજી જાણવાની ઈચ્છા તથા કશુંક નવું શીખવાની ધગશ આ ઉંમરે પણ કાબીલે તારીફ છે.તમારી હાજરી બ્લોગ જગત માં જોઈ ને હૈયું આનંદવિભોર થઈ ગયું છે.ટેકનીકલ પ્રકારની કોઈ પણ અડચણ અનુભવો તો ગમે ત્યારે મેઇલ કરી ને પૂછી શકો છો? તમે પાલનપુરી ગઝલને વધું ઉંચાઈ એ લઈ જવા માં સફળ થાઓ એજ શુભેચ્છાઓ-આપનો ‘ઈશ્ક’પાલનપુરી

  જવાબ આપો
  • 2. manharmody  |  જૂન 8, 2009 પર 12:38 પી એમ(pm)

   thank you ramesh (ishq). this is only first step i hv taken in the blog world with the help of my son, ashish. i will need your help and guidance for which i shall approach you from time to time. my regards to all SSP members and specially to varsha and her mama, narendra jagtap etc.

   જવાબ આપો
 • 3. vijayshah  |  જૂન 14, 2009 પર 5:02 પી એમ(pm)

  je vaat lakhataa man ne anand thaay
  je vaat saambhaLata sambhalanarane anand thay
  ane je vaat koine margasuchan apijaay tevu saghaLu lakhajo

  blog jagatnaa aangane tamane pomkhtaa anand

  જવાબ આપો
  • 4. manharmody  |  જૂન 14, 2009 પર 6:36 પી એમ(pm)

   આભાર, વિજયભાઈ.

   આપની શુભેચ્છાઓ,અભિપ્રાયો અને સલાહ સૂચનો આવકાર્ય છે. આશા રાખું કે હંમેશાં મળતાં રહેશે.

   — મનહર એમ.મોદી

   જવાબ આપો
 • 5. ભરત દેસાઇ .. સ્પંદન..  |  જૂન 14, 2009 પર 11:36 પી એમ(pm)

  મનહરભાઇ સૌ પહેલા જન્મદિવસ ની શુભેચ્છાઓ..અને ગુજરાતી બ્લોગજગતમા તમારુ સ્વાગત છે ..મને આનંદ છે એ વાત નો મારી જ નિશાળ નો એક નિશાળીયો મારી સાથે બ્લોગજગત મા પણ સાથે છે….. wish you all the Best…

  જવાબ આપો
 • 6. DENNIES THAKKAR  |  જૂન 15, 2009 પર 8:40 એ એમ (am)

  Sir,

  I have always admired u & once again I salute u from my heart.
  I always thought that u were not meant for some routine work, HE has send u to do something unique & creative in this world.
  Now, after a long time ur old dreams have come true & that too with the help of ur ever caring & loving son.

  Wish u all the best for ur new venture. You will succeed in this also just as u succeeded in all other platforms of life.

  CONGRATULATIONS FROM THE BOTTOM OF MY HEART & BEST OF LUCK ONCE AGAIN.

  Jay Shri Krishna,

  DENNIES

  જવાબ આપો
 • 7. ashik modi palanpur  |  જૂન 18, 2009 પર 4:32 પી એમ(pm)

  dear shri manharbhai
  best wishes for 61st birth day
  i congratulate on your GAZAL
  my regards.

  જવાબ આપો
 • 8. Pinki  |  જુલાઇ 25, 2009 પર 8:13 એ એમ (am)

  Welcome to Web-world
  and many many best wishes on ur b’day

  saras gazal…. !!

  જવાબ આપો
 • 9. દક્ષેશ  |  ઓગસ્ટ 8, 2009 પર 9:21 એ એમ (am)

  બ્લોગ જગતમાં સ્વાગત.

  જવાબ આપો
 • 10. Uresha  |  ઓગસ્ટ 10, 2009 પર 10:27 પી એમ(pm)

  Congrat on your new Blog! I thoroughly enjoyed your Ghazals. Your delivery was so engaging that anyone can loose track of time. By any measure you are a very effective writer and thank you for sharing your Ghazals amongst us. Keep up the good work!

  Uresha Modi

  જવાબ આપો
 • 11. Niku  |  ઓગસ્ટ 22, 2009 પર 5:20 પી એમ(pm)

  Really enjoyed your creations, nice work, keep it up..

  જવાબ આપો
 • 12. aku and pappa  |  ઓગસ્ટ 26, 2009 પર 2:39 પી એમ(pm)

  Dear GuruBandhu, Apni Gazalo mani Dil bag bag thai gayu. Lagu Bandhu Pramod.

  જવાબ આપો
 • 13. Kartik Mistry  |  સપ્ટેમ્બર 15, 2009 પર 10:47 એ એમ (am)

  આમ તો ગઝલ શબ્દ જોડે મારો દૂરનોય સંબંધ નથી, પણ એક પાલનપુરી તરીકે તમારો પરિચય થયો એટલે બહુ જ આનંદ થયો..

  જવાબ આપો
 • 14. પ્રવિણ કે.શ્રીમાળી  |  સપ્ટેમ્બર 15, 2009 પર 3:47 પી એમ(pm)

  મનહરભાઈ, હું તો તમને પ્રથમ ‘ઓળખ’ સામયિક ના સ્થાપક જાણીતા શાયર અને ગઝલકાર ‘મનહર મોદી’ જ સમજયો હતો…તમારો પરીચય જાણીને આનંદ થયો. અને તેમાં પણ તમે અમારી બાજુ પાલનપુરના!..મેં પોતે પાલનપુરમાં જ કોલેજ કરી છે. તેથી પાલનપુર સાથે જૂનો નાતો…ખેર, તમારી આ કલમ ની સર્જનયાત્રા અવિરત ચાલતિ રહે અને અમને સરસ અને સુંદર રચનાઓ આપ સદા આપતા રહો, તેવી અંતરની શુભેચ્છા!!

  જવાબ આપો
 • 15. Neela  |  ઓક્ટોબર 22, 2009 પર 9:25 એ એમ (am)

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત.
  શુભેચ્છાઓ.

  જવાબ આપો
 • 16. મોદી દિપક મહેન્દરકુમાર  |  ઓક્ટોબર 30, 2009 પર 5:11 પી એમ(pm)

  this is good blog for gujarati sahitya, i like it very much

  Modi DIpak M,
  Palanpur.
  Mo-9426484863
  http://www.palanpurcity.com

  જવાબ આપો
 • 17. chandravadan  |  માર્ચ 1, 2010 પર 7:57 પી એમ(pm)

  Dear Manharbhai,
  Today this is my 1st visit to your Blog….Nice to see this Blog & know you via this PARICHAY…so nicely written that I came to know you with this 1st visit.
  Welcome to Gujarati WebJagat ! Abhinandan !
  I invite you to visit my Blog Chandrapukar….You may read the recent Post on “MITRATA”….or any other Posts..Your comment will make me HAPPY !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you soon !

  જવાબ આપો
 • 18. "માનવ"  |  એપ્રિલ 8, 2010 પર 6:48 પી એમ(pm)

  Most welcome

  જવાબ આપો
 • 19. Rupen patel  |  જૂન 6, 2010 પર 11:13 પી એમ(pm)

  આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે. મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

  જવાબ આપો
 • 20. Dr Sudhir Shah  |  માર્ચ 6, 2011 પર 8:36 પી એમ(pm)

  its nice blog…waiting for your more articles

  જવાબ આપો
 • 21. b m parmar  |  નવેમ્બર 7, 2011 પર 9:56 એ એમ (am)

  Dear Manharbhai,
  Today this is my 1st visit to your Blog Nice to see this Blog & know you via this PARICHAY…so nicely written that I came to know you with this 1st visit.
  Welcome to Gujarati WebJagat ! Abhinandan !
  I invite you to visit my Blog. You may read the recent Post on any other Posts..Your comment will make me HAPPY !

  જવાબ આપો
 • 22. Gujaratilexicon  |  જાન્યુઆરી 9, 2015 પર 12:49 પી એમ(pm)

  આદરણીય શ્રી,
  જય ગિરા ગુર્જરી, સહર્ષ જણાવાનું કે ૧૩ જાન્યુઆરીનો દિવસ ગુજરાતી લેક્સિકનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણકે વર્ષ ૨૦૦૬માં આ જ દિવસે ગુજરાતી લેક્સિકનનું લોકાપર્ણ કરવામાં આવ્યુ હતું.
  ગુજરાતી ભાષા પ્રત્યે આપેલા પોતાના યોગદાનને ‘પાશેરામાં પહેલી પૂણી’ માનનાર ગુજરાતી લેક્સિકનના સ્થાપક,જાણીતા ઉદ્યોગપતિ અને શ્રેષ્ઠ શ્રી રતિલાલ ચંદરયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના સાથોસાથ આ પ્રસંગે ‘રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક’ પ્રતિભાશોધ સ્પર્ધાના પારિતોષિકનું વિતરણ કરવામાં આવશે.
  વિગતો :
  તારીખ : ૧૩ જાન્યુઆરી ૨૦૧૫, મંગળવાર
  સમય : સાંજે ૫.૩૦ થી ૭.૦૦
  સ્થળ : ગુજરાત વિશ્ચકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ.
  આ પ્રસંગે આપને ઉપસ્થિત રહેવા અમારું હૃદયપૂર્વકનું આમંત્રણ છે

  નોંધ: કાર્યક્રમમાં પ્રવેશ માટે અગાઉથી નોંધણી કરાવવી ફરજિયાત છે જેથી આપના નામની નોંધણી આજે જ info@gujaratilexicon.com પર કરાવવા વિનંતી.

  જવાબ આપો
  • 23. manharmody  |  જાન્યુઆરી 10, 2015 પર 6:44 એ એમ (am)

   Thank u for invitation.

   Sent from my iPhone

   >

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


%d bloggers like this: