રહીશું ક્યા સુધી ફરતા ?

માર્ચ 7, 2013 at 8:07 પી એમ(pm) 16 comments

ઉપાડી લાશ સગપણની રહીશું ક્યા સુધી ફરતા ?
ગણો છો જેમને ઘરનાં,નથી તમને કશું ગણતા.
 
બધાં સંબંધ મતલબના થયા પુરા હવે, સમજો;
હવે તો ભઈ બની ભય રાહ ઉપર શુલ પાથરતા.
 
દગાબાજો ન આવે બાજ એની હરકતો માંથી ,
તમે ભોળા નહી, પણ બેવકુફોમાં થયા ખપતા.
 
મઝા લે છે શિકારી દોડતા હરણાને જોઇને ,
કદી એનું હૃદય થડકે નહી નિર્દોષને હણતા.
 
બધાં જોશે તમાશો ને દયા ખાશે મનોમન પણ,
નહી રોકી શકે દુષ્ટોને કોઈ દુષ્ટતા કરતા .
Advertisements

Entry filed under: અવર્ગીકૃત.

સીતા હરતા થયા નેતા

16 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  માર્ચ 7, 2013 પર 8:33 પી એમ(pm)

  વાહ
  ઉપાડી લાશ સગપણની રહીશું ક્યા સુધી ફરતા ?
  ગણો છો જેમને ઘરનાં,નથી તમને કશું ગણતા.
  આ પંક્તીઓ વધુ ગમી

  જવાબ આપો
  • 2. manharmody  |  માર્ચ 7, 2013 પર 10:14 પી એમ(pm)

   આભાર,

   ________________________________

   જવાબ આપો
 • 3. ડૉ.મહેશ રાવલ  |  માર્ચ 7, 2013 પર 11:09 પી એમ(pm)

  શ્રી મનહરભાઇ,
  આપની ગઝલમાં વ્યક્ત ભાવ સાથે સંપૂર્ણ સહમતી ….
  અંતિમ શેર બહુજ ગમ્યો…-અભિનંદન.

  જવાબ આપો
 • 4. himanshupatel555  |  માર્ચ 8, 2013 પર 8:01 એ એમ (am)

  ઉપાડી લાશ સગપણની રહીશું ક્યા સુધી ફરતા ?
  ગણો છો જેમને ઘરનાં,નથી તમને કશું ગણતા………..bahu saachuM kahyuM janaaba

  જવાબ આપો
 • 5. અશોક જાની 'આનંદ'  |  માર્ચ 8, 2013 પર 5:23 પી એમ(pm)

  ખૂબ સુંદર રીતે વ્યથાના મનોભાવ વ્યક્ત કરતી ગઝલ- આજની વાસ્તવિકતા સરસ રીતે કહેવાઇ છે.
  દગાબાજો ન આવે બાજ એની હરકતો માંથી ,
  તમે ભોળા નહી, પણ બેવકુફોમાં થયા ખપતા…સજ્જનોની આ જ દશા છે..!!

  ઉપરોક્ત શેરમાં ‘બાજ’ ની જગ્યાએ ‘વાજ’ કરવું ઘટે. બાજ મૂળ હિન્દી શબ્દ છે.

  જવાબ આપો
 • 6. sapana53  |  માર્ચ 9, 2013 પર 10:29 એ એમ (am)

  બધાં સંબંધ મતલબના થયા પુરા હવે, સમજો;
  હવે તો ભઈ બની ભય રાહ ઉપર શુલ પાથરતા.
  સંબંધની કડવાશને ખૂબ સરસ રીતે શબ્દોમાં વણી છે

  જવાબ આપો
 • 7. sudhir patel  |  માર્ચ 13, 2013 પર 7:55 પી એમ(pm)

  Sundar Gazal!
  Sudhir Patel.

  જવાબ આપો
 • 8. Kirtikant Purohit  |  માર્ચ 13, 2013 પર 9:23 પી એમ(pm)

  ઉપાડી લાશ સગપણની રહીશું ક્યા સુધી ફરતા ?
  ગણો છો જેમને ઘરનાં,નથી તમને કશું ગણતા.

  ઉપાડથી શરૂ કરી ગઝલનું પોત એક મનોવેદનાના સ્તરે સરસ રચાયું છે. અભિનંદન સ્વીકારશો.

  જવાબ આપો
 • 9. manharmody  |  માર્ચ 14, 2013 પર 2:24 પી એમ(pm)

  આપ સૌના પ્રોત્સાહક પ્રતિભાવો માટે ખુબ ખુબ આભાર.

  જવાબ આપો
 • 10. narendra jagtap  |  માર્ચ 14, 2013 પર 10:05 પી એમ(pm)

  મઝા લે છે શિકારી દોડતા હરણાને જોઇને ,
  કદી એનું હૃદય થડકે નહી નિર્દોષને હણતા….
  વાહ વાહ ખુબ સરસ ગઝલ …

  જવાબ આપો
 • 11. 'ઈશ્ક'પાલનપુરી  |  માર્ચ 22, 2013 પર 10:38 એ એમ (am)

  સુંદર ગઝલ ! આ બે શેર વિશેષ ગમ્યા

  ઉપાડી લાશ સગપણની રહીશું ક્યા સુધી ફરતા ?
  ગણો છો જેમને ઘરનાં,નથી તમને કશું ગણતા.

  મઝા લે છે શિકારી દોડતા હરણાને જોઇને ,
  કદી એનું હૃદય થડકે નહી નિર્દોષને હણતા.

  જવાબ આપો
 • 12. mehul  |  માર્ચ 27, 2013 પર 10:51 પી એમ(pm)

  bahu ………….mast.

  જવાબ આપો
 • 13. પ્રા. દિનેશ પાઠક  |  જૂન 13, 2013 પર 7:18 એ એમ (am)

  વાહ, ઘણી સારી ગઝલ લખી છે.

  જવાબ આપો
  • 14. manharmody  |  જૂન 13, 2013 પર 10:04 એ એમ (am)

   khub khub dhanyavad,pathak saheb.

   જવાબ આપો
 • 15. Gujaratilexicon  |  ઓગસ્ટ 2, 2013 પર 11:55 એ એમ (am)

  નમસ્કાર!
  આપનો બ્લોગ ”મન પાલનપુરી” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

  જવાબ આપો
 • 16. Gujaratilexicon  |  ઓગસ્ટ 22, 2014 પર 5:59 પી એમ(pm)

  *ગુજરાતીલેક્સિકોન હવે નૂતન રૂપરંગમાં…!*
  વિશ્વના 110થી વધુ દેશમાં વપરાતી અને લોકચાહના પામેલી ગુજરાતીલેક્સિકોન
  વેબસાઇટ આજે તેનો નવો અવતાર રજૂ કરતાં આનંદ અનુભવે છે. પરિવર્તન એ પ્રકૃતિનો
  નિયમ છે અને આજના બદલાતા જતા ટેક્નોલૉજીના યુગમાં હંમેશાં નવીનતમ ટેક્નોલૉજી
  સાથે કદમથી કદમ મિલાવવા જરૂરી છે. લોકચાહના, ઉપયોગિતા અને આધુનિક પરિવેશને
  ધ્યાનમાં રાખીને આજે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટની આકર્ષક, સરળ, સુગમ અને વધુ
  ઉપયોગી નૂતન આવૃત્તિની રજૂઆત કરવામાં આવી છે.
  *નવીન રૂપરંગ પામેલી ગુજરાતીલેક્સિકોન.કોમ વેબસાઇટની મુખ્ય વિશેષતાઓ : *
  * વપરાશમાટે સરળ નવો લેઆઉટ :* ગુજરાતીલેક્સિકોનની નવી ડિઝાઇન દ્વારા અમે
  વપરાશકર્તાને વેબસાઇટના બધા જ વિભાગો અને બધી જ લાક્ષણિકતાઓ ઓછા સમયમાં અને
  ઓછી ક્લિકની મદદથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે.
  * નયનરમ્ય કલર-કૉમ્બિનેશન અને આકર્ષક લોગો :* ગુજરાતીલેક્સિકોનનો નવો લોગો
  બનાવવા અંગ્રેજી મૂળાક્ષરો G અને L નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે દ્વારા
  ગુજરાતી મૂળાક્ષર ‘અ’ નો આકાર આપવામાં આવ્યો છે. આ દ્વારા વિવિધ ભાષાઓ અને
  વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દ્વારા
  ગુજરાતીલેક્સિકોનની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો
  છે.
  * વિશિષ્ટ શબ્દકોશો : ગુજરાતીલેક્સિકોન વિવિધ શબ્દકોશોને સમાવતો એક માત્ર
  ઓનલાઇન સ્રોત છે. સમયાંતરે તેમાં વિવિધ શબ્દકોશોનું ઉમેરણ થતું રહે છે.
  ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટના રૂપરંગના બદલાવ સાથે તેમાં મરાઠી – ગુજરાતી
  શબ્દકોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી હવે ભાષાપ્રેમીઓને મરાઠી ભાષા
  શીખવી સરળ બની જશે.
  * નવી રૂપરેખાના ફાયદા : *ગુજરાતીલેક્સિકોનની નવી રૂપરેખા અમને અમારા
  વપરાશકર્તાઓને વધુ સારી વેબસાઇટ ઉપલબ્ધ કરાવી આપવાની એક તક આપે છે. વેબસાઇટ
  ઉપર નોંધણી કરાવીને તમે તમારા મનગમતા શબ્દોની યાદી બનાવી શકો છો તથા તમારા
  મિત્રો સાથે તે શબ્દો ફેસબુક, ટ્વિટર વગેરે માધ્યમ થકી વહેંચી શકો છો અને
  તેમનું પણ શબ્દભંડોળ વધારી શકો છો.
  ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અમર શ્રી રતિલાલ ચંદરયા હંમેશાં કહેતા કે,
  “ગુજરાતીભાષા માટેનું ગુજરાતીલેક્સિકોનનું યોગદાન વણથંભ્યું રહ્યું છે અને
  રહેશે. ભાષાપ્રેમીઓને હંમેશાં અમે કંઈક નવું આપતા રહ્યા છીએ અને સદા આપતા
  રહીશું.” ગુજરાતીલેક્સિકોન ટીમ રતિકાકાનાં આ વચનોને સાર્થક કરવા હંમેશાં
  કટિબદ્ધ છે.
  *ગુજરાતીલેક્સિકોન વિશે : *
  45 લાખથી વધુ શબ્દભંડોળ ધરાવતું ગુજરાતીલેક્સિકોન આજે ઘર ઘરમાં જાણીતું બની
  ચૂક્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને ટેક્નોલૉજીના સમન્વય દ્વારા ભાષાને
  સંગ્રહિત કરી તેનો વ્યાપ વધારવાનો છે.
  *http://www.gujaratilexicon.com *વેબસાઇટની
  મુલાકાત લઈને કોઈ પણ ભાષા પ્રેમી પોતાનું શબ્દ ભંડોળ વધારી શકે છે, સાહિત્ય
  વાંચી શકે છે અને અમારા આ કાર્યમાં જોડાઈ શકે છે.
  ભગવદ્ગોમંડલ (*www.bhagwadgomandal.com *),
  લોકકોશ (*http://lokkosh.gujaratilexicon.com
  *) અને ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન
  (*http://global.gujaratilexicon.com/
  *)ની સફળ રજૂઆત દ્વારા ગુજરાતીલેક્સિકોને
  ભાષા પ્રેમીઓ માટે સમગ્ર વિશ્વને કમ્પ્યૂટરની એક ક્લિકે ઉપલબ્ધ કરાવી આપ્યું
  છે.
  ભગવદ્ગોમંડલ એ ગુજરાતી ભાષાનો એકમાત્ર એન્સાઇક્લોપીડિયા છે. જેનો સમાવેશ
  ગુજરાતીલેક્સિકોને પોતાના ડેટાબેઝમાં કરીને સૌ ભાષાપ્રેમીઓ માટે તે હાથવગો કરી
  આપ્યો છે. લોકકોશના માધ્યમ થકી શબ્દકોશમાં સ્થાન નહીં પામેલા પરંતુ
  લોકવપરાશમાં હોય તેવા શબ્દોને એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે
  ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન એ ગુજરાતી ભાષા અને વિશ્વની અન્ય ભાષાઓ વચ્ચેના સેતુ
  રૂપ છે. ગુજરાતીલેક્સિકોન આજે વિશ્વભરના લોકોમાં અને તેમાં પણ ખાસ કરીને
  વિદ્યાર્થીઓ, પત્રકારો, લેખકો, સાહિત્યકારો, સંશોધકો, વ્યાપારીઓ તથા માહિતી
  સંચાર સાથે સંકળાયેલા લોકોમાં જાણીતું નામ છે.
  વધુ માહિતી માટે આપ અમારી વેબસાઇટ http://www.arniontechnologies.comની મુલાકાત લઈ
  શકો છો અને અમારો info@arniontechnologies.com પર સંપર્ક પણ કરી શકો છો
  સંપર્ક સૂત્ર : સુશ્રી મૈત્રી શાહ Email : maitri@arniontechnologies.com
  Phone : +91 79 40049325 / +91 9825263050

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
માર્ચ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: