સીતા હરતા થયા નેતા

ડિસેમ્બર 22, 2012 at 1:17 પી એમ(pm) 8 comments

શરમ શરમાઇ જાયે એ હદે નકટા થયા નેતા,
બનીને નગ્ન રસ્તા પર બધા ફરતા થયા નેતા.

સલામી આપતાં અચકાય ના એ દેશદ્રોહીને
શહીદોની શહાદત પર વળી હસતા થયા નેતા,

કસાબો અફઝલો પાછળ કરોડોના કરે ખરચા,
વધારી મોંઘવારી ને ઘણા સસ્તા થયા નેતા,

ભરે છે પેટ ને ખિસ્સા,વધારી મિલ્કતો અઢળક,
ડુબાડી આમ જનતાને બધા તરતા  થયા નેતા,

નથી કંઈ માપ અત્યાચાર-પાપાચારનું રાખ્યું,
કરી કૌભાંડ ભ્રષ્ટાચારને ભજતા થયા નેતા,

જરૂરત શું હવે રાવણ સરીખા દુષ્ટ દાનવ ની
હવે તો  રામના વેશે સીતા હરતા થયા નેતા,

Advertisements

Entry filed under: અવર્ગીકૃત.

ફરી પાછું મળી જાયે રહીશું ક્યા સુધી ફરતા ?

8 ટિપ્પણીઓ Add your own

 • 1. mehul  |  ડિસેમ્બર 22, 2012 પર 2:17 પી એમ(pm)

  bahu mast………….

  જવાબ આપો
  • 2. manharmody  |  ડિસેમ્બર 22, 2012 પર 3:05 પી એમ(pm)

   thank you mehul.

   જવાબ આપો
 • 3. pragnaju  |  ડિસેમ્બર 22, 2012 પર 6:29 પી એમ(pm)

  ભરે છે પેટ ને ખિસ્સા,વધારી મિલ્કતો અઢળક,
  ડુબાડી આમ જનતાને બધા તરતા થયા નેતા,

  નથી કંઈ માપ અત્યાચાર-પાપાચારનું રાખ્યું,
  કરી કૌભાંડ ભ્રષ્ટાચારને ભજતા થયા નેતા,

  હ્રુદય શૂળ પેદા કરતી અભિવ્યક્તી

  જવાબ આપો
  • 4. manharmody  |  ડિસેમ્બર 24, 2012 પર 1:48 પી એમ(pm)

   ખુબ ખુબ આભાર, પ્રજ્ઞાબેન

   જવાબ આપો
 • 5. sapana53  |  ડિસેમ્બર 23, 2012 પર 4:48 એ એમ (am)

  નથી કંઈ માપ અત્યાચાર-પાપાચારનું રાખ્યું,
  કરી કૌભાંડ ભ્રષ્ટાચારને ભજતા થયા નેતા,

  જરૂરત શું હવે રાવણ સરીખા દુષ્ટ દાનવ ની
  હવે તો રામના વેશે સીતા હરતા થયા નેતા, વાહ સરસ ચાબખા જેવી ગઝલ થઈ છે

  જવાબ આપો
  • 6. manharmody  |  ડિસેમ્બર 24, 2012 પર 1:46 પી એમ(pm)

   આપને ગમ્યું તે મને ગમ્યું સપનાજી.

   જવાબ આપો
 • 7. અશોક જાની 'આનંદ'  |  ડિસેમ્બર 23, 2012 પર 5:03 પી એમ(pm)

  ખૂબ સુંદર અને સમયોચિત રચના…
  સલામી આપતાં અચકાય ના એ દેશદ્રોહીને
  શહીદોની શહાદત પર વળી હસતા થયા નેતા..આવાં અપાવટોને આશરે પડ્યાં છીએ આપણે સહુ…!!

  જવાબ આપો
  • 8. manharmody  |  ડિસેમ્બર 24, 2012 પર 1:43 પી એમ(pm)

   આભાર, અશોકભાઈ.

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
ડિસેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   માર્ચ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: