ફરી પાછું મળી જાયે

ઓક્ટોબર 17, 2012 at 11:10 પી એમ(pm) 16 comments

 

હતી જેવી દશા ત્યારે ફરી એવી જ થઈ જાયે
ખુદાયા,કાશ એ બચપન ફરી પાછું મળી જાયે

નદી જેવી રવાનીથી વહે આ જિંદગી મારી
ફરક ગમ યા ખુશીનો સાવ બે-મતલબ બની જાયે

હવે એવા મુકામે પહોંચવું છે હે ખુદા મારે,
બધી અપમાન કે અવમાનની ચિંતા મટી જાયે.

નથી અમને પડી કે ના કદી તમને ય પડવાની
લખેલું જે મુકદ્દરમાં,ખબર ક્યાંથી પડી જાયે ?

ગઝલ મારી નથી વિદ્વાન કે પંડીતની ભાષા,
સરળને સાદગીથી વાત એ ‘મન’ની કહી જાયે

Advertisements

Entry filed under: અવર્ગીકૃત.

કારણ શું પછી ! સીતા હરતા થયા નેતા

16 ટિપ્પણીઓ Add your own

 • 1. sapana53  |  ઓક્ટોબર 18, 2012 પર 12:30 એ એમ (am)

  હવે એવા મુકામે પહોંચવું છે હે ખુદા મારે,
  બધી અપમાન કે અવમાનની ચિંતા મટી જાયે. કાશ મહોબતમાં એ મકામ આવે કે માન અપમાન તણું ભાન નિરંતર શાને ?પ્રેમમાં એવો અહંકાર મને માન્ય નથી…બધાં શેર મસ્ત થયા છે અભિનંદન

  જવાબ આપો
 • 2. pragnaju  |  ઓક્ટોબર 18, 2012 પર 4:16 એ એમ (am)

  ખૂબ સુંદર ગઝલના આ શેર વધુ ગમ્યા
  ગઝલ મારી નથી વિદ્વાન કે પંડીતની ભાષા,
  સરળને સાદગીથી વાત એ ‘મન’ની કહી જાયે
  તજજ્ઞોના મત અનુસાર સરળ માનવ જે પંડિત નથી તે.! પંડિતાઇ એટલે જ્ઞાન. જ્ઞાન હોય ત્યાં અહંકાર રહેવાનો જ. અને અહંકાર હોય ત્યાં સરળતા ક્યાંથી હોય ? જ્યાં સરળતા છે ત્યાં જ ગઝલ છે.
  મનુષ્ય માત્રને જીવવા માટે બે રસ્તા છે. કાં તો જ્ઞાન માર્ગ જેમાં બુદ્ધિ હોય, ડહાપણ હોય, હોશિયારી હોય, કહેવાતી સમજદારી હોય અને બીજો રસ્તો છે પ્રેમ- ઇશ્ક- લવ માર્ગ. જેમાં ફક્ત હૃદયનો જ ભાવ હોય. વ્યવહાર જગતમાં બુદ્ધિની જરૂર છે. જે આપણને બહાર લઇ જાય છે. પણ ભીતરની ભાળ મેળવવી હોય તો ફક્ત હૈયાનો સાદપૂરતો છે. ગઝ;લ પઠન આવા ભાવજગતનાં પાયા ઉપર રચાયેલું છે. એ એવા લોકોની છે કે જે પંડિત નથી પણ સરળ છે. આથી જ એમ કહી શકાય કે મન જેવા સરળ માણસો દ્વારા સરળ શબ્દોમાં અને એનાથી પણ વધુ સરળ સ્વરોમાં ગવાતી ગઝલ એટલે ઉતમ ગઝલ !
  નદી જેવી રવાનીથી વહે આ જિંદગી મારી
  ફરક ગમ યા ખુશીનો સાવ બે-મતલબ બની જાયે

  ગઝલ સતત વહેતી નદી જેવી છે. નદી જ્યાં સુધી વહે છે ત્યાં સુધી જ તેનાં નીર નિર્મળ રહે છે. નીર જો સ્થિર થાય તો ગંધાઇ જાય. ગઝલ રૂપી નદીનું સુકાઇ જવું કે ગંધાઇ જવું એટલે માનવના અંતરજગત ઉપરની બહુ મોટી ઉપાધિ ગણાય !.

  હવે એવા મુકામે પહોંચવું છે હે ખુદા મારે,
  બધી અપમાન કે અવમાનની ચિંતા મટી જાયે.
  વાહ

  જવાબ આપો
  • 3. manharmody  |  ઓક્ટોબર 18, 2012 પર 4:44 એ એમ (am)

   pragnaji,

   khub khub abhar aapni vistrut comment maate.

   manhar

   ________________________________

   જવાબ આપો
 • 4. Pravin Shah  |  ઓક્ટોબર 18, 2012 પર 8:27 એ એમ (am)

  હવે એવા મુકામે પહોંચવું છે હે ખુદા મારે,
  બધી અપમાન કે અવમાનની ચિંતા મટી જાયે.
  એ મુકામ મળી જાય તો બીજું જોઈએ શું !
  ખૂબ જ સુંદર રચના આપી મનહરભાઈ !
  હજઝના ચાર આર્વતનમાં મંદ મંદ વહેતી સુંદર બાની !
  અભિનંદન !

  જવાબ આપો
  • 5. manharmody  |  ઓક્ટોબર 18, 2012 પર 8:17 પી એમ(pm)

   abhar,pravinbhai.

   જવાબ આપો
 • 6. ડૉ.મહેશ રાવલ  |  ઓક્ટોબર 18, 2012 પર 1:22 પી એમ(pm)

  સરસ ભાવપૂર્ણ ગઝલ મનહરભાઇ…..અભિનંદન.
  મક્તામાં, સરળ ને સાદગીની વાત છે ‘મન’ જે કહી જાયે
  એમ કર્યું હોય તો?

  જવાબ આપો
  • 7. manharmody  |  ઓક્ટોબર 18, 2012 પર 8:17 પી એમ(pm)

   abhar,maheshbhai.tamaru suchan saru 6e.

   જવાબ આપો
 • 8. Daxesh Contractor  |  ઓક્ટોબર 18, 2012 પર 1:26 પી એમ(pm)

  ગઝલ મારી નથી વિદ્વાન કે પંડીતની ભાષા,
  સરળને સાદગીથી વાત એ ‘મન’ની કહી જાયે
  વાહ ..

  જવાબ આપો
  • 9. manharmody  |  ઓક્ટોબર 18, 2012 પર 8:18 પી એમ(pm)

   daxeshbhai,thanks for the visit.

   જવાબ આપો
 • 10. Kirtikant Purohit  |  ઓક્ટોબર 19, 2012 પર 11:08 એ એમ (am)

  ગઝલ મારી નથી વિદ્વાન કે પંડીતની ભાષા,
  સરળને સાદગીથી વાત એ ‘મન’ની કહી જાયે

  ઉર્દુ રવાનીમાં લખાયેલી અંતરખોજ ગઝલ. વાહ….

  જવાબ આપો
  • 11. manharmody  |  ઓક્ટોબર 19, 2012 પર 11:37 પી એમ(pm)

   thank you,kirtikantbhai.

   ________________________________

   જવાબ આપો
 • 12. Dilip Gajjar  |  ઓક્ટોબર 21, 2012 પર 5:04 એ એમ (am)

  હવે એવા મુકામે પહોંચવું છે હે ખુદા મારે,
  બધી અપમાન કે અવમાનની ચિંતા મટી જાયે.
  Sunder Gazal Manharbhai..aakhi j gami..

  જવાબ આપો
 • 13. narendrajagtap  |  ઓક્ટોબર 21, 2012 પર 3:12 પી એમ(pm)

  વાહ વાહ મનહરભાઇ…. સરળ અને સુંદર ગઝલ …જાણે પાણીની જેમ વહી જતી હોય તેવુ લાગ્યુ અને હા સારી ગેયતા જળ્વાય છે…

  જવાબ આપો
  • 14. manharmody  |  ઓક્ટોબર 21, 2012 પર 8:38 પી એમ(pm)

   thank you narendrabhai. 

   ________________________________

   જવાબ આપો
 • 15. અશોક જાની 'આનંદ'  |  ઓક્ટોબર 21, 2012 પર 6:25 પી એમ(pm)

  નદી જેવી રવાનીથી વહે આ જિંદગી મારી
  ફરક ગમ યા ખુશીનો સાવ બે-મતલબ બની જાયે.વાહ..!!
  સુંદર ભાવવાહી ગઝલ…!! મને ફિલ્મ હમદોનો નું ગીત યાદ આવી ગયું બહોત અચ્છેૢ મનહરભાઇ …!!

  જવાબ આપો
  • 16. manharmody  |  ઓક્ટોબર 21, 2012 પર 8:36 પી એમ(pm)

   anandbhai, sachi vaat. gam aur khushime fark na mahesus ho jaha. thank you for your comment.

   ________________________________

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
ઓક્ટોબર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ડીસેમ્બર »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: