વિસામા બની ગયા.

ફેબ્રુવારી 27, 2012 at 8:50 પી એમ(pm) 9 comments


નવરા પડી ગયા તો નકામા બની ગયા
સૌની નઝરમાં ઢોર હરાયા બની ગયા

આણે કીધું તો આમ, તેણે કીધું તો તેમ,
જાણે અજાણે કોકના હાથા બની ગયા

ભોળા ભલા થવામાં હવે કંઈ નથી મઝા,
ભોળા બધા ડોબા અને બાઘા બની ગયા.

ઘરમાં રહીને ખુંચીયે ઘરની જ આંખમાં,
બાગોના બાંકડાઓ વિસામા બની ગયા.

છોડો, તમોને ફાવશે ના રીત રમતની
અમથા તમે શતરંજના પ્યાદા બની ગયા.

Advertisements

Entry filed under: અવર્ગીકૃત.

ખતા ખાધી અમે છટકી જવાય ના.

9 ટિપ્પણીઓ Add your own

 • 1. દક્ષેશ કોન્ટ્રાકટર  |  ફેબ્રુવારી 27, 2012 પર 10:23 પી એમ(pm)

  ઘરમાં રહીને ખુંચીયે ઘરની જ આંખમાં,
  બાગોના બાંકડાઓ વિસામા બની ગયા.
  વાહ સરસ વાત કરી..

  જવાબ આપો
 • 2. ડૉ.મહેશ રાવલ  |  ફેબ્રુવારી 28, 2012 પર 9:04 એ એમ (am)

  હઝલમાં ખેડાણ પણ આવકાર્ય છે મનહરભાઇ….
  ઘરમાં રહીને ઘરની જ આંખમાં ખૂંચવાની વાત ઘણી સૂચક અને ભાવુક રહી.

  જવાબ આપો
 • 3. અશોક જાની 'આનંદ'  |  ફેબ્રુવારી 28, 2012 પર 10:43 એ એમ (am)

  ઘરમાં રહીને ખુંચીયે ઘરની જ આંખમાં,
  બાગોના બાંકડાઓ વિસામા બની ગયા.

  કેવી કરૂણતા..!!?

  નિવૃત્ત માણસની વ્યથા તમે ખુબ હળવાશથી કહી દીધી,

  નવા બ્લોગના પગરણ માટે, અભિનંદન અને શુભેચ્છા…!!!!

  જવાબ આપો
 • 4. Dilip Gajjar  |  માર્ચ 1, 2012 પર 4:17 એ એમ (am)

  ભોળા ભલા થવામાં હવે કંઈ નથી મઝા,
  ભોળા બધા ડોબા અને બાઘા બની ગયા.
  Waah Man, khub saras hazal..gami gai..

  જવાબ આપો
 • 5. I.A.Arab  |  માર્ચ 2, 2012 પર 8:23 એ એમ (am)

  ghar ni aankh ma khuchvun…… vah. shataranj na pyada ane hatha bani gaya….vah-vah.

  જવાબ આપો
 • 6. 'ઈશ્ક'પાલનપુરી  |  માર્ચ 5, 2012 પર 6:30 પી એમ(pm)

  ઘણા લાંબા અંતરાય બાદ બ્લોગ પર નવીન રચના જોઇને આનંદ થયો !!
  હઝલમાં નો આ ગંભીર શેર વધારે ગમ્યો !!

  ઘરમાં રહીને ખુંચીયે ઘરની જ આંખમાં,
  બાગોના બાંકડાઓ વિસામા બની ગયા.

  જવાબ આપો
 • 7. Kirtikant Purohit  |  એપ્રિલ 3, 2012 પર 1:38 પી એમ(pm)

  હઝલ અઘરો અને કાવ્યકારને સહજમાઁ છળતો પ્રકાર છે. અહીં વ્યંગ ભારેલા દર્દ સાથે રજુ થાય છે.

  ઘરમાં રહીને ખુંચીયે ઘરની જ આંખમાં,
  બાગોના બાંકડાઓ વિસામા બની ગયા.

  જવાબ આપો
 • 8. Pravin Shah  |  એપ્રિલ 22, 2012 પર 4:32 પી એમ(pm)

  બાગોના બાંકડાઓ વિસામા બની ગયા….
  વાહ ! સરસ !

  જવાબ આપો
 • 9. Anil Chavda  |  જુલાઇ 5, 2012 પર 8:48 એ એમ (am)

  hazalmaa pan gazal jevi majbutaai chhe, khas karine aa sherma…

  ઘરમાં રહીને ખુંચીયે ઘરની જ આંખમાં,
  બાગોના બાંકડાઓ વિસામા બની ગયા.

  bahot khub…

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
ફેબ્રુવારી 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   ઓગસ્ટ »
 12345
6789101112
13141516171819
20212223242526
272829  

%d bloggers like this: