ખતા ખાધી અમે

મે 12, 2011 at 4:18 પી એમ(pm) 18 comments


જો ફરીથી આજ તારી વાત ના માની અમે,
હો ગમે તે કોઇ કારણ,પણ ખતા ખાધી અમે.

જાણવા જેવી હશે વાતો ઘણી સંસારમાં,
તે છતાં એકે ય સારી વાત ના જાણી અમે.

રણ નવા શોધ્યા કર્યા ‘ને ઝાંઝવા પીતા રહ્યા,
લાખ કોશિશ બાદ પણ,પામ્યા નહી પાણી અમે.

શું કરે એ બાગબાં,,ખીઝાં ન છોડે સાથ જો,
જે કદી મહેક્યો નહી એ બાગના માળી અમે.

તે પછી તો કેટલાં પાણી નદીમાં વહિ ગયાં,
કેટલી જૂની અદાવત પેટમાં દાબી અમે !

એમણે તો એક ઝટકે કાપીને ફેંકી દીધો,
પણ હજી સંબંધ એનો ના શક્યા કાપી અમે.

‘મન’ અમારૂં આજ પણ એના વગર ઝૂરી રહ્યું,
એ ભલે પરવા ન રાખે જેટલી રાખી અમે.

Advertisements

Entry filed under: અવર્ગીકૃત. Tags: , .

વચકા અને વાંધા વિસામા બની ગયા.

18 ટિપ્પણીઓ Add your own

 • 1. અશોક જાની 'આનંદ'  |  મે 12, 2011 પર 5:23 પી એમ(pm)

  વ્યક્ત ઉદાસીની સુંદર ગઝલ..
  દરેક શે’ર સરસ થયાં છે, જો કે આ વધારે ઉલ્લેખનીય..

  રણ નવા શોધ્યા કર્યા ‘ને ઝાંઝવા પીતા રહ્યા,
  લાખ કોશિશ બાદ પણ,પામ્યા નહી પાણી અમે.

  એમણે તો એક ઝટકે કાપીને ફેંકી દીધો,
  પણ હજી સંબંધ એનો ના શક્યા કાપી અમે.

  જવાબ આપો
 • 2. pragnaju  |  મે 12, 2011 પર 5:37 પી એમ(pm)

  જો ફરીથી આજ તારી વાત ના માની અમે,
  હો ગમે તે કોઇ કારણ,પણ ખતા ખાધી અમે.
  દમદાર મત્લા
  ખતા ખાધી તે જાણ્યુ/માન્યુ તે તેના તરફનું પ્રથમ સોપાન
  ખટદશૅનના જૂજવા મતા, માંહોમાંહે તેણે ખાધી ખતા;
  એકનું થાપ્યું બીજો હણે, અન્યથી આપને અદકો ગણે.
  અખા એ અંધારો કૂવો, ઝગડો ભાંગી કો નવ મૂઓ.
  બહારોં ને મેરા ચમન લૂટકર ખીઝાં કો યે ઇલ્ઝામ ક્યૂં ?
  બાકી અખા જેવા કેટલાના ચાબખા પછી પણ ખતા સ્વીકારતા નથી!
  એમણે તો એક ઝટકે કાપીને ફેંકી દીધો,
  પણ હજી સંબંધ એનો ના શક્યા કાપી અમે.
  એક ઝાટકે માની નાળથી કાપી છૂટો ન કર્યો હોત તો સંબંધમા સડો લાગત!
  આ સંબંધ તો અમર થયો
  શું કરે એ બાગબાં,,ખીઝાં ન છોડે સાથ જો,
  જે કદી મહેક્યો નહી એ બાગના માળી અમે.
  પણ ખરી હકીકત
  બહારોં ને તેરા ચમન લૂટકર
  ખીઝાં કો યે ઇલ્ઝામ ક્યૂં ?

  જવાબ આપો
 • 3. સુરેશ જાની  |  મે 12, 2011 પર 6:15 પી એમ(pm)

  બહુ જ સરસ રચના. મત્લાનો શેર બહુ જ ગમ્યો.
  પાલનપુરને સલામ ..ગુજરાતને કેટકેટલા શાયરો આપ્યા.

  જવાબ આપો
 • 4. sapana  |  મે 12, 2011 પર 7:19 પી એમ(pm)

  એમણે તો એક ઝટકે કાપીને ફેંકી દીધો,
  પણ હજી સંબંધ એનો ના શક્યા કાપી અમે. જોરદાર મત્લા અભિનંદન!
  સપના

  જવાબ આપો
 • 5. narendrajagtap  |  મે 12, 2011 પર 7:34 પી એમ(pm)

  રણ નવા શોધ્યા કર્યા ‘ને ઝાંઝવા પીતા રહ્યા,
  લાખ કોશિશ બાદ પણ,પામ્યા નહી પાણી અમે………

  વાહ વાહ મનહરભાઇ…. મઝાની ગઝલ ઉપરનો શેર તો બહોત ખુબ …જોકે બધા જ શેર સરસ થયા છે…..અભિનંદન

  જવાબ આપો
 • 6. Daxesh Contractor  |  મે 12, 2011 પર 8:00 પી એમ(pm)

  એમણે તો એક ઝટકે કાપીને ફેંકી દીધો,
  પણ હજી સંબંધ એનો ના શક્યા કાપી અમે…

  ભાઈ આ તો પ્રેમની વાત છે ( જો કે એ પણ એવું જ માનતા હશે 🙂 )
  … યાદ આવ્યું.

  તુમ અગર ભૂલ ભી જાઓ તો યે હક હૈ તુમકો,
  મેરી બાત ઔર હૈ, મૈંને તો મુહોબ્બત કી હૈ …

  જવાબ આપો
 • 7. દિલીપ મોદી  |  મે 13, 2011 પર 6:56 એ એમ (am)

  વેદના-સંવેદનાનું વાસ્તવિક નિરુપણ કરતી રચના ખરેખર હૃદયસ્પર્શી બની છે. સત્ય અને હકીકતને સ-રસ રીતે વણી લેવામાં આવી છે પ્રસ્તુત ગઝલમાં…ધન્યવાદ !

  જવાબ આપો
 • 8. Kirtikaant purohit  |  મે 13, 2011 પર 10:51 એ એમ (am)

  મનભર સંવેદન રજુ કરતી પરંપરાગત સરસ ગઝલ.

  તે પછી તો કેટલાં પાણી નદીમાં વહિ ગયાં,
  કેટલી જૂની અદાવત પેટમાં દાબી અમે !

  વાહ…નિખાલસતા.

  જવાબ આપો
 • 9. ડૉ. મહેશ રાવલ  |  મે 13, 2011 પર 1:08 પી એમ(pm)

  શ્રી મનહરભાઈ,
  ઘણાં સમય પછી એક નખશિખ સુંદર ગઝલયત અને સુક્ષ્મ માવજત સભર ગઝલ મળી આપના તરફથી…..બહુ ગમ્યું.
  કોઇ એક શૅર અલગ તારવવા જતાં અન્ય શૅરને અજાણતાં જ અન્યાય કરી બેસવા જેવું થાય એવું છે…..!
  આખેઆખી ગઝલને બિરદાવ્યા વીના રહી શકાય એવું નથી….
  જેવી ગઝલ, એવા જ મિજાજથી ખૂબ-ખૂબ અભિનંદન.

  જવાબ આપો
 • 10. P Shah  |  મે 13, 2011 પર 2:49 પી એમ(pm)

  જો ફરીથી આજ તારી વાત ના માની અમે…

  ખૂબ જ સુંદર રચના !

  મત્લાથી મક્તા સુધીની સુંદર લયકારી ચિત્ત-આકર્શક છે.

  અભિનંદન !

  જવાબ આપો
 • 11. mehul  |  મે 24, 2011 પર 2:41 પી એમ(pm)

  આવી સુંદર ગઝલ બ્લોગ પર મૂકી ને અમને ખબર ના પડી આ ના ચાલે,સાચું કહું તો હમણાં થી આટલી હૃદયસ્પર્શી ગઝલ સાંભળવા નોતી મળી ,આ ગઝલે કૈક મને લખવાની તમન્ના જગાડી હોય એવું લાગે છે.એમાય આ શેર વિષે તો શું કહું શબ્દો જ નથી એટલો સરસ છે ………………”.શું કરે એ બાગબાં,,ખીઝાં ન છોડે સાથ જો,
  જે કદી મહેક્યો નહી એ બાગના માળી અમે.”અને સાથે સાથે આ શેર બહુ અગરો લાગ્યો આપ ને રૂબરૂ મળું ત્યારે અચૂક સમજાવજો કે ……(તે પછી તો કેટલાં પાણી નદીમાં વહિ ગયાં,
  કેટલી જૂની અદાવત પેટમાં દાબી અમે !)

  જવાબ આપો
 • 12. Asal palanpuri  |  મે 24, 2011 પર 7:28 પી એમ(pm)

  જાણવા જેવી હશે વાતો ઘણી સંસારમાં,
  તે છતાં એકે ય સારી વાત ના જાણી અમે.

  bahut khub……..sprb

  જવાબ આપો
 • 13. Ramesh Patel  |  ઓગસ્ટ 8, 2011 પર 10:21 એ એમ (am)

  જાણવા જેવી હશે વાતો ઘણી સંસારમાં,
  તે છતાં એકે ય સારી વાત ના જાણી અમે.
  …………………………..
  મજાની સુંદર અભિવ્યક્તિ. ધારદાર ગઝલ.
  રમેશ પટેલ (આકાશદીપ)

  જવાબ આપો
 • 14. વિવેક ટેલર  |  ઓગસ્ટ 16, 2011 પર 12:47 પી એમ(pm)

  સુંદર રચના… મોટાભાગના શેર મજાના થયા છે…

  જવાબ આપો
 • 15. Pancham Shukla  |  સપ્ટેમ્બર 19, 2011 પર 11:55 પી એમ(pm)

  સરસ અને સરળ ગઝલ.

  જવાબ આપો
 • 16. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  સપ્ટેમ્બર 20, 2011 પર 5:26 પી એમ(pm)

  એમણે તો એક ઝટકે કાપીને ફેંકી દીધો,
  પણ હજી સંબંધ એનો ના શક્યા કાપી અમે……સુંદર રચના…સરસ મજાની અભિવ્યક્તિ

  જવાબ આપો
 • 17. Mahi  |  ઓક્ટોબર 7, 2011 પર 8:44 પી એમ(pm)

  majani Gajal

  જવાબ આપો
 • 18. Mayur  |  નવેમ્બર 29, 2011 પર 10:13 એ એમ (am)

  ખુબ જ સરસ

  મિત્રો,
  ઘણા સમય પછી, બ્લોગમાં આવ્યો,
  છેલ્લા કેટલાય સમયથી એક વાર્તાનો પ્લોટ મારા મગજમાં રમી રહ્યો હતો, અને આજે તક મળી ગઇ એને બહાર લાવવાની, જીવનમાં પ્રથમ જ વખત વાર્તા લખવાનો વિવેકી અને નમ્ર પ્રયાસ કર્યો છે, અને વાર્તા પણ કેવી ! એક રહસ્યમય, ભાષાને શક્ય એટલી સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે, અને વાર્તાને ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. છતા પણ મારી આ પ્રથમ વાર્તા છે, ભૂલો તો મેં ચોક્કસ જ કરી હશે, મિત્રો ને મારી વિનંતી છે કે આપનો અભિપ્રાય મને ચોક્ક્સથી આપજો, અને મારી ભૂલ પ્રત્યે મારૂં ધ્યાન દોરજો, જેથી વાર્તાનો અગામી અંક ચોંટદાર અને વધુ રહસ્યમય બનાવી શકું.
  મિત્રો મને આપના અભિપ્રાયની ઇંતેજારી રહેશે
  આપના આગમનની પ્રતિક્ષાએ
  – કુમાર મયુર –

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
મે 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   ફેબ્રુવારી »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031