વચકા અને વાંધા

માર્ચ 19, 2011 at 10:48 પી એમ(pm) 17 comments

મિત્રો,

આજે ફરી એક હળવી ગઝલ ‘વચકા અને વાંધા’ આપ સૌના સમક્ષ મૂકવાની રજા લઈ રહ્યો છું અને આપના FRANK OPINION માટે રાહ જોઉ છું.

વચકા અને વાંધા

કરમ કથની કહીને કોઈને, શું કાઢશો કાંદા ?
હસી કાઢી તમોને લોક સૌ ગણશે જરા ગાંડા !

બધા હોતા નથી જગમાં,તમારી જેમ ભોળાભટ,
ધરી મુસ્કાન હોઠો પર , તમારા ખેંચશે ટાંગા.

ઘડીભર સાથ બેસીને બની જાતા નથી મિત્રો,
તમે ગણતા હશો મિત્રો, હશે એ મારતા ફાંદા.

કરીને ડોળ મિત્રોનો, લઈને આવશે ફૂલો
જરા જોજો તમારી રાહમાં ના પાથરે કાંટા,

સમયને ઓળખી લેજો,કરી લેજો સમાધાનો,
સમય આવ્યે નથી જે ગોઠવાયા,રહી ગયા વાંઢા.

રહી ના જાય ‘મન’ની વાત બસ મનમાં દબાઈને,
કહી દો સામસામે આજ સૌ વચકા અને વાંધા.

Advertisements

Entry filed under: અવર્ગીકૃત.

સમય ચાલ્યો ગયો ખતા ખાધી અમે

17 ટિપ્પણીઓ Add your own

 • 1. Pancham Shukla  |  માર્ચ 19, 2011 પર 11:23 પી એમ(pm)

  રહી ના જાય ‘મન’ની વાત બસ મનમાં દબાઈને,
  કહી દો સામસામે આજ સૌ વચકા અને વાંધા.

  Enjoyed this light Gazal/Hazal.

  જવાબ આપો
 • 2. pragnaju  |  માર્ચ 19, 2011 પર 11:27 પી એમ(pm)

  કરીને ડોળ મિત્રોનો, લઈને આવશે ફૂલો
  જરા જોજો તમારી રાહમાં ના પાથરે કાંટા,

  સમયને ઓળખી લેજો,કરી લેજો સમાધાનો,
  સમય આવ્યે નથી જે ગોઠવાયા,રહી ગયા વાંઢા.

  મઝાની વ્યંગ હળવી ગઝલ
  આ વાત તો કોઇ બહુ ગમતા ના હોય તેવા સંબંધ વિકસાવવાની અને તેને જાળવી રાખવાની છે. પણ, કેટલાય સંબંધ એવા છે જે આપણે શાશ્વત હોવાનું માનીએ છીએ પણ તેમાં કયાંય કોઇ ખલેલ ના પડે તે માટે કેટલું બધું છૂપાવવું પડે છે. કેટલાં પતિ-પત્ની ખરેખર મોકળા મને, નિખાલસતાથી એકબીજાને બધે બધું કહી શકે છે. કયારેક ઘર-પરિવારના ટેન્શનની વાતો જે સહકર્મચારીઓ કે મિત્રો સાથે કરી શકતા હોઇએ તે પત્નીને કહી શકાતી નથી. પત્ની પણ જે વાત બહેનપણી કે પિયરમાં કહી શકે છે તે બધી જ પતિને કહી શકતી નથી. ચલાવી લેવું, નભાવી લેવું, સહન કરી લેવું, અણગમતી વાત છેડવી નહીં, …

  આવાં સમાધાનો તો રોજના બની જાય છે.

  જવાબ આપો
 • 3. sapana  |  માર્ચ 20, 2011 પર 1:50 એ એમ (am)

  બધા હોતા નથી જગમાં,તમારી જેમ ભોળાભટ,
  ધરી મુસ્કાન હોઠો પર , તમારા ખેંચશે ટાંગા.

  ઘડીભર સાથ બેસીને બની જાતા નથી મિત્રો,
  તમે ગણતા હશો મિત્રો, હશે એ મારતા ફાંદા.

  કરીને ડોળ મિત્રોનો, લઈને આવશે ફૂલો
  જરા જોજો તમારી રાહમાં ના પાથરે કાંટા,
  ખરેખર હળવીગઝલ પણ જીવનની હકીકત કહી જાય છે..બધી લાઇનો ગમી આ વિષેશ ગમી..
  સપના

  જવાબ આપો
 • 4. સુનીલ શાહ  |  માર્ચ 20, 2011 પર 9:56 એ એમ (am)

  સરસ મઝાની ગઝલ / હઝલ.

  જવાબ આપો
 • 5. Ashok Jani 'Anand'  |  માર્ચ 20, 2011 પર 10:07 એ એમ (am)

  વ્યંગપૂર્ણ સુંદર હઝલ….
  આ શે’ર વધુ ગમ્યા….

  ઘડીભર સાથ બેસીને બની જાતા નથી મિત્રો,
  તમે ગણતા હશો મિત્રો, હશે એ મારતા ફાંદા.

  કરીને ડોળ મિત્રોનો, લઈને આવશે ફૂલો
  જરા જોજો તમારી રાહમાં ના પાથરે કાંટા

  જવાબ આપો
 • 6. P Shah  |  માર્ચ 20, 2011 પર 10:13 એ એમ (am)

  Enjoyed your nice gazal.
  Abhinandan !

  જવાબ આપો
 • 7. mehul  |  માર્ચ 20, 2011 પર 1:39 પી એમ(pm)

  સરસ ,રહી ના જાય ‘મન’ની વાત બસ મનમાં દબાઈને,
  કહી દો સામસામે આજ સૌ વચકા અને વાંધા.

  જવાબ આપો
 • 8. દિલીપ મોદી  |  માર્ચ 20, 2011 પર 3:48 પી એમ(pm)

  સ-રસ હઝલ વાંચવાની-માણવાની ખરેખર મજા આવી. પ્રસ્તુત રચનામાં આપણી આજુબાજુની સાચુકલી પરિસ્થિતિનું પ્રતિબિમ્બ મને દેખાતું હોય એવું લાગે છે… ધન્યવાદ !

  જવાબ આપો
 • 9. narendrajagtap  |  માર્ચ 20, 2011 પર 6:38 પી એમ(pm)

  બધા હોતા નથી જગમાં,તમારી જેમ ભોળાભટ,
  ધરી મુસ્કાન હોઠો પર , તમારા ખેંચશે ટાંગા.

  આ જગતમાં હસતાં હસતાં તમારા બની ટાંગા ખેચવા વાળા પણ હોય છે તે પરિસ્થિતીનુ ભાન કરાવ્યુ છે.નાઇસ ગઝલ ગઝલ…

  જવાબ આપો
 • 10. kishoremodi  |  માર્ચ 20, 2011 પર 7:11 પી એમ(pm)

  સરસ હઝલ.ગમી.અભિનન્દન

  જવાબ આપો
 • 11. Dr.Hemendra  |  માર્ચ 21, 2011 પર 8:12 એ એમ (am)

  કરીને ડોળ મિત્રોનો, લઈને આવશે ફૂલો
  જરા જોજો તમારી રાહમાં ના પાથરે કાંટા
  મનહરભાઈ
  આ પહેલ નરેન્દ્રભાઈ એ સબંધો વિષે જે કવિતા
  લખી હતી તે થોડી ગંભીર હતી અને તમે વ્યંગાત્મક
  લખેલ છે પણ તેની મંઝીલ એક છે.જીવન માં.હળવાશને
  તદન સાહજિક રીતે લેવાના આનદનું ગજું તો માત્ર અને માત્ર
  મન પાલનપુરી નું જ જે નિર્વિવાદ બાબત છે!!!
  Dr.Hemendra

  જવાબ આપો
 • 12. દિનકર ભટ્ટ  |  માર્ચ 22, 2011 પર 7:45 પી એમ(pm)

  લોકભાષામાં કહેવત રુપે કહેવાય છે ને ?

  તાળી મિત્રો, થાળી મિત્રો અને જાની મિત્રો ઓળખી લેવા જોઇએ.

  જવાબ આપો
 • 13. himanshupatel555  |  માર્ચ 26, 2011 પર 9:34 પી એમ(pm)

  ભાષાની સરળતા અને અભિવ્યક્તિની નિખાલસતા માનવ સંદર્ભોની સંદિગ્ધતા સરસ રીતે વ્યક્ત કરે છે.

  જવાબ આપો
 • 14. Daxesh Contractor  |  માર્ચ 26, 2011 પર 9:52 પી એમ(pm)

  સુંદર … મક્તાના શેરમાં ખુલ્લા થવાની વાત ગમી.

  જવાબ આપો
 • 15. Kirftikant Purohit  |  એપ્રિલ 2, 2011 પર 4:48 પી એમ(pm)

  કહી દો સામસામે આજ સૌ વચકા અને વાંધા

  તમને હઝલની સારી ફાવટ આવી ગઇ છે જેમાં તિક્ષ્ણતા વધારશો. મેદાન હઝલનું સાવ ખુલ્લું છે.જ.‘બેકાર’ જેવી પ્રસિદ્ધ મળશેઃમારી શુભેચ્છાઓ તમારી સાથે છે.

  જવાબ આપો
 • 16. ઇશ્ક પાલનપુરી  |  એપ્રિલ 8, 2011 પર 11:01 એ એમ (am)

  બહુ સુંદર હળવી રચના ! ! આમ પણ આપની પહેલેથી જ હઝલમાં હથોટી છે

  જવાબ આપો
 • 17. pramath  |  માર્ચ 14, 2012 પર 2:58 પી એમ(pm)

  સમયને ઓળખી લેજો,કરી લેજો સમાધાનો,
  સમય આવ્યે નથી જે ગોઠવાયા,રહી ગયા વાંઢા

  આ એક શે’ર તો પાંચ સ્ટારનો!

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
માર્ચ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   મે »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: