સમય ચાલ્યો ગયો

માર્ચ 5, 2011 at 7:57 પી એમ(pm) 18 comments

મિત્રો,

એક ઉર્દુ શાયરનો શેર છે ઃ

મહેરબાં હોકે બુલાલો મુઝે ચાહે જીસ વક્ત,
મૈં ગયા વક્ત નહિ હું,જો ફિર આ ના સકું.

આ ‘ગયા વક્ત’ એટલે કે ‘વીતેલા સમય’ની વાત લઈને એક નવી ગઝલ ‘સમય ચાલ્યો ગયો’ આજે રજુ કરું છું. આપના અભિપ્રાયની અપેક્ષા છે.ખાસ કરીને કાફીયા માટે, જે એકાક્ષરી (જે,એ,તે,રે,લે વગેરે) છે.

સાવ સોનાનો હતો જે, એ સમય ચાલ્યો ગયો;
એ સમયની વાત ના કર,જે સમય ચાલ્યો ગયો.

છોડ આ ઉત્પાત ખોટો ને નકામી એ જફા,
ભૂલવા સરખો હતો એ, તે સમય ચાલ્યો ગયો.

ઊગતો સૂરજ નવો અજવાસ લઈને આવશે,
ડૂબતો સૂરજ બિચારો,છે સમય ચાલ્યો ગયો.

હાથમાંથી રેત જેમજ એ સરી જાશે પછી,
રોજ ચીડવશે તને કે, ‘લે,સમય ચાલ્યો ગયો’.

યાદ વીતેલા સમયની આપશે ‘મન’ને વ્યથા,
નાખશે હરપળ નિસાસા, ‘રે! સમય ચાલ્યો ગયો’

Advertisements

Entry filed under: ગઝલ.

હઝલ– ‘અવળચંડાઈ’ વચકા અને વાંધા

18 ટિપ્પણીઓ Add your own

  • 1. Daxesh Contractor  |  માર્ચ 5, 2011 પર 10:18 પી એમ(pm)

    હાથમાંથી રેત જેમજ એ સરી જાશે પછી,
    રોજ ચીડવશે તને કે, ‘લે,સમય ચાલ્યો ગયો’.

    સમયનો રંગ સારી રીતે અભિપ્રેત કર્યો છે … એકાક્ષરી કાફિયાથી બધા શેરનું ભાવજગત બદલવું અઘરું કાર્ય છે ..

    જવાબ આપો
  • 2. pragnaju  |  માર્ચ 6, 2011 પર 12:33 એ એમ (am)

    હાથમાંથી રેત જેમજ એ સરી જાશે પછી,
    રોજ ચીડવશે તને કે, ‘લે,સમય ચાલ્યો ગયો’.

    યાદ વીતેલા સમયની આપશે ‘મન’ને વ્યથા,
    નાખશે હરપળ નિસાસા, ‘રે! સમય ચાલ્યો ગયો’
    ખૂબ સુંદર
    સમય ચાલ્યો ગયો જ્યારે અમે મૃગજળ પીતા’તા
    હતી જે એક જમાના માં હવે એવી તરસ ક્યાં છે.
    -મરીઝ

    જવાબ આપો
  • 3. Kirftikant Purohit  |  માર્ચ 6, 2011 પર 1:02 પી એમ(pm)

    આખીયે ગઝલ સરળ અને સરસ બની છે. કાફિયા પણ યોગ્ય નિભાવ્યા છે.

    જવાબ આપો
  • 4. Narendra Jagtap  |  માર્ચ 6, 2011 પર 1:19 પી એમ(pm)

    હાથમાંથી રેત જેમજ એ સરી જાશે પછી,
    રોજ ચીડવશે તને કે, ‘લે,સમય ચાલ્યો ગયો’.

    ખુબ જ સરસ ગઝલ બની છે….અને કાફીયા સરસ …અને સારો રદીફ… મક્તાનો શેર પણ મસ્ત છે…અને એમાય તમારુ તખલ્લુસ વાહ વાહ

    જવાબ આપો
  • 5. દિલીપ મોદી  |  માર્ચ 6, 2011 પર 6:20 પી એમ(pm)

    સાચે જ…વક્ત વક્ત કી બાત હૈ…સમય પાણીની માફક વહી જાય છે જેને આપણે આપણી બંધ મુઠ્ઠીમાં કેદ કરી શકતા નથી, વળી એ સમય ફરી પાછો આવતો પણ નથી પરંતુ આપણે એને માત્ર અને માત્ર વાગોળી શકીએ છીએ. આ સત્યને ઉજાગર કરતી પ્રસ્તુત ગઝલ ખરેખર સ-રસ બની છે. દરેક શે’ર આસ્વાદ્ય અને અર્થસભર છે. ધન્યવાદ !

    જવાબ આપો
  • 6. ડૉ.મહેશ રાવલ  |  માર્ચ 6, 2011 પર 6:22 પી એમ(pm)

    સરસ આસ્વાદ્ય ગઝલ મનહરભાઇ….અભિનંદન.
    પ્રતિભાવ માત્ર કાફિયા વિષે આપવા જતાં ખૂબસરસ રદિફને અન્યાય કરી બેસીએ…..!
    એવું નથી થવાદેવું એટલે આખી ગઝલને “સર્વાંગ” બિરદાવવું યોગ્ય લાગે છે.

    જવાબ આપો
  • 7. Pancham Shukla  |  માર્ચ 6, 2011 પર 6:44 પી એમ(pm)

    સરસ ગઝલ.

    જવાબ આપો
  • 8. Jagadish Christian  |  માર્ચ 6, 2011 પર 7:54 પી એમ(pm)

    યાદ વીતેલા સમયની આપશે ‘મન’ને વ્યથા,
    નાખશે હરપળ નિસાસા, ‘રે! સમય ચાલ્યો ગયો’

    તમારો પ્રાયોગ ગમ્યો. અભિનંદન.

    જવાબ આપો
  • 9. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  માર્ચ 6, 2011 પર 9:06 પી એમ(pm)

    very very nice

    ઊગતો સૂરજ નવો અજવાસ લઈને આવશે,
    ડૂબતો સૂરજ બિચારો,છે સમય ચાલ્યો ગયો

    Dr. Kishorbhai M. Patel

    જવાબ આપો
  • 10. sapana  |  માર્ચ 6, 2011 પર 9:15 પી એમ(pm)

    ખૂબ સરસ ગઝલ!બધાને લાગુ પડે..આ ઉર્દુનો શેર તમે જે ટાક્યો તે મારો ફેવરીત શેર છે…હા સોનાનો એ સમય ચાલ્યો ગયો..
    યાદ વીતેલા સમયની આપશે ‘મન’ને વ્યથા,
    નાખશે હરપળ નિસાસા, ‘રે! સમય ચાલ્યો ગયો’
    સપના

    જવાબ આપો
  • 11. Dr.Hemendra  |  માર્ચ 7, 2011 પર 7:48 એ એમ (am)

    મનહરભાઈ,

    સમય નવોદિત ને નવા માણનારા ને ઓછા જાણનારા
    કાવ્યને કૈદ ક્યાં કરીએ કાફિયા રદીફ ના પિંજરા માં
    કાફિયા રદીફ ની મીમાંસા કરવાનો સમય ચાલ્યો ગયો

    જીવનના હાર્દ ને વાણી લીધું છે અને તે માટે નુતન માર્ગ
    અપનાવેલ છે સીમા થી પાર જાયને અસીમ થવાનો પ્રયત્ન
    ગમ્યો.

    ડો હેમેન્દ્ર

    જવાબ આપો
  • 12. સુનીલ શાહ  |  માર્ચ 7, 2011 પર 8:59 એ એમ (am)

    સુંદર ગઝલ..

    જવાબ આપો
  • 13. 'ઈશ્ક'પાલનપુરી  |  માર્ચ 8, 2011 પર 10:18 એ એમ (am)

    સુદર ગઝલ !!
    એકાક્ષરી કાફિયા બહુ સરસ નિભાવ્યા છે

    ઊગતો સૂરજ નવો અજવાસ લઈને આવશે,
    ડૂબતો સૂરજ બિચારો,છે સમય ચાલ્યો ગયો.

    આ શેર માં (અલ્પ વિરામ )

    ઊગતો સૂરજ નવો અજવાસ લઈને આવશે,
    ડૂબતો સૂરજ બિચારો છે,સમય ચાલ્યો ગયો.

    અથવા

    ઊગતો સૂરજ નવો અજવાસ લઈને આવશે,
    ડૂબતો સૂરજ બિચારો,ને સમય ચાલ્યો ગયો.

    આ રીતે કરી શકાય

    જવાબ આપો
    • 14. manharmody  |  માર્ચ 8, 2011 પર 12:37 પી એમ(pm)

      ભાઈ શ્રી ઈશ્ક પાલનપુરી,

      આપની કોમેન્ટ બહુ જ સ્વાભાવિક છે.પરંતુ મારે આ શેરમાં એવું કહેવું છે કે બિચારો ડુબતો સૂરજ તો વીતી(ચાલી) ગયેલો સમય એટલે કે ભૂતકાળ છે તેથી અલ્પવિરામ ‘બિચારો’ પછી મૂકેલ છે.

      આશા છે આપની શંકાનું સમાધાન કરી શક્યો છું.

      ફરી એક વાર આપના સૂચન અને મારી ગાલમાં રસ લેવા બદલ આભાર.

      ‘મન’

       

      જવાબ આપો
  • 15. અશોક જાની 'આનંદ'  |  માર્ચ 8, 2011 પર 12:43 પી એમ(pm)

    સુંદર ગઝલ, એકાક્ષરી કાફિયા સાથે જામી છે,
    આ શે’ર વધુ ગમ્યો…

    હાથમાંથી રેત જેમજ એ સરી જાશે પછી,
    રોજ ચીડવશે તને કે, ‘લે,સમય ચાલ્યો ગયો’.

    જવાબ આપો
  • 16. mehul  |  માર્ચ 13, 2011 પર 2:27 પી એમ(pm)

    BAHU SARAS, હાથમાંથી રેત જેમજ એ સરી જાશે પછી,
    રોજ ચીડવશે તને કે, ‘લે,સમય ચાલ્યો ગયો’

    જવાબ આપો
  • 17. P Shah  |  ઓક્ટોબર 10, 2011 પર 3:12 પી એમ(pm)

    રોજ ચીડવશે તને કે, ‘લે,સમય ચાલ્યો ગયો’

    એકાક્ષરી કાફિયાએ આખી ગઝ્લનો ભાર ઊપાડી લીધો છે.
    અભિનંદન !

    જવાબ આપો
  • 18. pramath  |  માર્ચ 14, 2012 પર 3:01 પી એમ(pm)

    હાથમાંથી રેત જેમજ એ સરી જાશે પછી,
    રોજ ચીડવશે તને કે, ‘લે,સમય ચાલ્યો ગયો’.

    વાહ!

    વો સુહાની ચંચલ બાલક જડતા હી દિખલાયે
    હાથ સે બૈઠા કરે ખિલૌને પાંવ સે તોડત જાયે

    …ની બીજી બાજુ!

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

  • 7,544 hits
માર્ચ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   મે »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: