હઝલ– ‘અવળચંડાઈ’

જાન્યુઆરી 1, 2011 at 9:19 પી એમ(pm) 15 comments

સૌ બ્લોગર મિત્રો ને નવા વર્ષની હાર્દીક શુભ કામનાઓ. નવાવર્ષના આરંભે એક નવી રચાયેલ હઝલ ‘અવળચંડાઈ’ રજુ કરું છું.

અવળચંડાઈ તારી તો કદી ના છોડવાનો તું,
બધે લાગે મરી એવું જ કડવું બોલવાનો તું.

હવે આવી ગયો છે તો નથી પાછો જવાનો તું,
પડી માથે-પગે પણ રોટલા અહિં તોડવાનો તું.

ઊપર ચડવા ભલે હું મારતો ફાંફાં ઘણાયે પણ,
ખબર પડશે તને તો ટાંગ મારી ખેંચવાનો તું.

તને છે જાણ, છાંટા ઊડવાના છે જ તારા પર,
છતાં કાદવ વચાળે રોજ પત્થર ફેંકવાનો તું.

ખભો જો હોય બીજાનો,પછી તારે ફિકર શાની ?
ધડાધડ મોજથી બંદૂક તારી ફોડવાનો તું.

મજા આવે તને શું, એ ખબર પડતી નથી કાંઈ,
સુખો જોઈ અવરના કાંક ફાંદો મારવાનો તું.

તને તારી અવળચંડાઈ નડે ના તો મને કહેજે,
રખે તું માનતો ‘મન’માં, સદા યે જીતવાનો તું.

Advertisements

Entry filed under: હઝલ.

‘મન દૂભાય છે’ સમય ચાલ્યો ગયો

15 ટિપ્પણીઓ Add your own

 • 1. ડૉ.મહેશ રાવલ  |  જાન્યુઆરી 1, 2011 પર 11:12 પી એમ(pm)

  વાહ મનહરભાઇ,
  એક નવા જ મિજાજની મિજબાની માણી આજે.
  તને છે જાણ, છાંટા ઊડવાના છે જ તારા પર,
  છતાં કાદવ વચાળે રોજ પત્થર ફેંકવાનો તું.
  આ વધારે ગમ્યું.

  જવાબ આપો
 • 2. pragnaju  |  જાન્યુઆરી 1, 2011 પર 11:18 પી એમ(pm)

  નવા વર્ષની હાર્દીક શુભ કામનાઓ
  ખભો જો હોય બીજાનો,પછી તારે ફિકર શાની ?
  ધડાધડ મોજથી બંદૂક તારી ફોડવાનો તું.
  આ અવળચંડાઇ !
  ભલા !રડવા માટે તો ખભો કોણ આપશે?

  જવાબ આપો
 • 3. Heena Parekh  |  જાન્યુઆરી 2, 2011 પર 12:20 એ એમ (am)

  સરસ ગઝલ. મજા આવી ગઈ.

  જવાબ આપો
 • 4. himanshu patel  |  જાન્યુઆરી 2, 2011 પર 3:03 એ એમ (am)

  નવા વર્ષની હાર્દીક શુભ કામનાઓ અને તમારું નવું વર્ષ અનેક કાવ્યશક્તિથી
  સમૃધ્ધ ગઝલોથી ઉભરાય તે આ વિશિષ્ટ ગઝલ સાથે મોક્લું છું.તમારી ગઝલો સામાન્ય માણસનો મિજાજ છે.
  તને છે જાણ, છાંટા ઊડવાના છે જ તારા પર,
  છતાં કાદવ વચાળે રોજ પત્થર ફેંકવાનો તું

  જવાબ આપો
 • 5. narendrajagtap  |  જાન્યુઆરી 2, 2011 પર 7:50 પી એમ(pm)

  ઊપર ચડવા ભલે હું મારતો ફાંફાં ઘણાયે પણ,
  ખબર પડશે તને તો ટાંગ મારી ખેંચવાનો તું.

  આજના જમાનામાં લોકો ટાંગ ખેચવાનુ કામ વધુ કરે છે….સરસ શેર
  તને છે જાણ, છાંટા ઊડવાના છે જ તારા પર,
  છતાં કાદવ વચાળે રોજ પત્થર ફેંકવાનો તું.

  આ શેર પણ બહુ જ મઝાનો છે…. વાહ વાહ મનહરભાઇ તમે તો મન હરી લીધુ…અભિનંદન…..

  જવાબ આપો
 • 6. પંચમ શુક્લ  |  જાન્યુઆરી 3, 2011 પર 1:45 એ એમ (am)

  વાહ, વાહ….

  સ્યુડો આધ્યાત્મિકતા અને કૃતક ચિંતનથી ભરપૂર ગઝલોના ફાલ વચ્ચે આવી વાસ્તવિક અને હળવી શૈલિમાં ચાબખા મારતી કૃતિઓ દિલને તરત અડી જાય છે. આ વેઈનમાં પણ લખવાનું ચાલુ રાખજો.

  જવાબ આપો
 • 7. અશોક જાની ' આનંદ'  |  જાન્યુઆરી 3, 2011 પર 11:13 એ એમ (am)

  મનહરભાઇ, તમારી અવળચંડાઇ ગમી, હઝલ પ્ર હાથ અજમાવવા જેવો ખરો, બે -ત્રણ શે’ર તો ખરેખર ખૂબ સરસ થયાં છે.

  તને છે જાણ, છાંટા ઊડવાના છે જ તારા પર,
  છતાં કાદવ વચાળે રોજ પત્થર ફેંકવાનો તું.

  ખભો જો હોય બીજાનો,પછી તારે ફિકર શાની ?
  ધડાધડ મોજથી બંદૂક તારી ફોડવાનો તું.
  વાહ…..

  જવાબ આપો
 • 8. Daxesh Contractor  |  જાન્યુઆરી 5, 2011 પર 10:31 એ એમ (am)

  તને છે જાણ, છાંટા ઊડવાના છે જ તારા પર,
  છતાં કાદવ વચાળે રોજ પત્થર ફેંકવાનો તું.
  ક્યા કરે … આદત સે મજબૂર …
  સુંદર વ્યંગ ભરેલી ગઝલ.

  જવાબ આપો
 • 9. GOVIND PATEL  |  જાન્યુઆરી 5, 2011 પર 12:07 પી એમ(pm)

  આદરણીય શ્રી મનહરભાઈ,

  ખભો જો હોય બીજાનો,પછી તારે ફિકર શાની ?
  ધડાધડ મોજથી બંદૂક તારી ફોડવાનો તું.

  ખુબ જ સરસ હઝલ અવળચંડાઈ ગમી.

  નુતન વર્ષના અભિનંદન. ૨૦૧૧ ના આવું નવું નઝરાણું મળતું રહે.

  સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ ) =======પરાર્થે સમર્પણ

  જવાબ આપો
 • 10. વેદાંગ એ. ઠાકર  |  જાન્યુઆરી 10, 2011 પર 10:21 એ એમ (am)

  શ્રી મનહરભાઈ, આ તો દુનિયા નો દસ્તુર બની ગયો છે કે તમારા ખભે બંદુક ફોડી ને પોતાની રોટલી શેકી દઈને પાછુ તમારી ટાંગ ખેંચી તમને નીચા પાડવા.

  તમે કાવ્યાત્મક વ્યંગ રજુ કર્યો એ બદલ આભાર.

  જવાબ આપો
 • 11. 'ઈશ્ક'પાલનપુરી  |  જાન્યુઆરી 10, 2011 પર 5:49 પી એમ(pm)

  હળવી હાસ્યસભર રચના માણવી ગમી !

  તને છે જાણ, છાંટા ઊડવાના છે જ તારા પર,
  છતાં કાદવ વચાળે રોજ પત્થર ફેંકવાનો તું.

  હળવા હાસ્ય વચ્ચે પણ આ ગંભીર શેર વધુ ગમ્યો

  જવાબ આપો
 • 12. Kirftikant Purohit  |  જાન્યુઆરી 15, 2011 પર 11:38 એ એમ (am)

  ખભો જો હોય બીજાનો,પછી તારે ફિકર શાની ?
  ધડાધડ મોજથી બંદૂક તારી ફોડવાનો તું.

  જવાબ આપો
 • 13. Ramesh Patel  |  જાન્યુઆરી 22, 2011 પર 10:39 એ એમ (am)

  ખભો જો હોય બીજાનો,પછી તારે ફિકર શાની ?
  ધડાધડ મોજથી બંદૂક તારી ફોડવાનો તું.

  શ્રી મનહરભાઈ
  સુંદર હઝલ.વાસ્તવિકતાને શબ્દના ઝૂલે મસ્તીથી ઝૂલાવી છે આપે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 14. Dr.Kishorbhai M. Patel  |  ફેબ્રુવારી 3, 2011 પર 2:58 પી એમ(pm)

  શ્રી.મનહરભાઈ

  આપની વાણી સરવાણી છે.

  આકાશવાણી છે. મજા પડી ગઈ સાહેબ…!

  ડૉ.કિશોરભાઈ પટેલ

  સમયની અનુકુળતા કરી મારા બ્લોગ પર પધારવા નિમંત્રણ છે.
  http://shikshansarovar.wordpress.com

  જવાબ આપો
 • 15. mehul  |  ફેબ્રુવારી 20, 2011 પર 10:13 પી એમ(pm)

  સાહેબ આપને સાંભળવાની જે મજા છે ,સાચી તો એની મજા છે. …….. પેલી બાવાના તો બેય બગડ્યા એ વાંચવાની ઈચ્છા છે.કોઈક વાર અનુકુળતાએ મુકજો .

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
જાન્યુઆરી 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   માર્ચ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: