‘મન દૂભાય છે’

ડિસેમ્બર 18, 2010 at 12:54 પી એમ(pm) 20 comments

મિત્રો,

આજે એક નવી ગઝલ ‘મન દૂભાય છે’ પોસ્ટ કરી છે.

સામાન્ય રીતે તો મને પાંચ શેરની ગઝલ લખતાં પણ ફાંફાં પડે છે પણ આ ગઝલમાં નવ શેર બન્યા છે.

જિંદગીનો જામ ખાલી થાય છે,
સાંજ જીવનની નજીક દેખાય છે.

ભૂલ ઊપર ભૂલ થાતી જાય છે,
કામ સૌ અવળા ને અવળા થાય છે.

ભૂલ તો થઈ જાય,માણસ જાત છે,
ભૂલ વારંવાર કાં દોહરાય છે !

પાપ શું ને પૂણ્ય શું ક્યાં છે ખબર ?
સાવ જાણૅ કે અજાણે થાય છે.

હાથ ઊપર હાથ દઈ બેસી રહ્યા,
ને સમય છે કે સરકતો જાય છે.

જો હતી એવી જ દાનત તો પછી,
કેમ ખોટે ખોટ તું પસ્તાય છે ?

શું ભર્યું મારા હ્રદયની ભીતરે,
કોઈને એ ક્યાં કદી સમજાય છે !

ઊઠતાં ને બેસતાં બસ એ રટણ,
મન મહીં ને ‘મન’ મહીં ઘૂંટાય છે.

થાય થાતાં કઈં અવળચંડાઈ પણ,
કઈંક ખોટું થાય;’મન’ દૂભાય છે.

Advertisements

Entry filed under: અવર્ગીકૃત.

આદત તમારી…!!!! હઝલ– ‘અવળચંડાઈ’

20 ટિપ્પણીઓ Add your own

 • 1. અશોક જાની ' આનંદ'  |  ડિસેમ્બર 18, 2010 પર 4:05 પી એમ(pm)

  મનહરભાઇ….!!!

  સુંદર ગઝલ થઇ છે, બંને મક્તામાં તખલ્લુસ પણ સારી રીતે ઓગળ્યું છે.

  આ વધારે ગમ્યું..
  ભૂલ તો થઈ જાય,માણસ જાત છે,
  ભૂલ વારંવાર કાં દોહરાય છે !
  જો હતી એવી જ દાનત તો પછી,
  કેમ ખોટે ખોટ તું પસ્તાય છે ?

  જવાબ આપો
 • 2. Kirtikant Purohit  |  ડિસેમ્બર 18, 2010 પર 5:07 પી એમ(pm)

  Good interospective Gazal. Kafia ‘થાય છે.’ is repeated twice which is not usual in a gazal.

  જવાબ આપો
 • 3. Kaushik  |  ડિસેમ્બર 18, 2010 પર 7:11 પી એમ(pm)

  હાથ ઊપર હાથ દઈ બેસી રહ્યા,
  ને સમય છે કે સરકતો જાય છે.

  Sunder Rachanaa. Gazal vaanchi ne man dubhatu nathi.
  Kaushik Amin.

  જવાબ આપો
 • 4. pragnaju  |  ડિસેમ્બર 18, 2010 પર 9:04 પી એમ(pm)

  સુંદર ગઝલનો આ શેર વધુ ગમ્યો

  હાથ ઊપર હાથ દઈ બેસી રહ્યા,
  ને સમય છે કે સરકતો જાય છે.
  વાહ

  સમયના વેગમાં રેતી સરકતી જાય છે
  અભિલાષાના પડઘાઓ કયાં ઓળખાય છે.સરકતા હલનચલન વડે તબલામા વિવિધ પ્રકારના ધ્વની ઉત્પન કરાય છે આમ કરવાથી ધ્વનીના ઉદ્ગમ સાથે સાથે તેની તીવ્રતા બદલાયા કરે છે. આંગળીઆ નિયત સ્થળેથી થોડી દૂર પડતાં આખો તાલ બદલાઈ જાય છે.તેવુ આ સરકતા સમયનું ધ્યાન રાખવું પડે

  જવાબ આપો
 • 5. P Shah  |  ડિસેમ્બર 18, 2010 પર 9:16 પી એમ(pm)

  સુંદર રચના નો આ શેર વધુ ગમ્યો-

  હાથ ઊપર હાથ દઈ બેસી રહ્યા,
  ને સમય છે કે સરકતો જાય છે….

  જવાબ આપો
 • 6. sapana  |  ડિસેમ્બર 18, 2010 પર 9:33 પી એમ(pm)

  મનહરભાઈ આખી ગઝલ સરસ બની છે પણ
  જિંદગીનો જામ ખાલી થાય છે,
  સાંજ જીવનની નજીક દેખાય છે.

  થાય થાતાં કઈં અવળચંડાઈ પણ,
  કઈંક ખોટું થાય;’મન’ દૂભાય છે.
  આ શેર ખૂબ ગમ્યાં..જિંદગીને ઘૂટી ઘૂં ટીને એનાં વમળમાંથી શેર નિકળ્યા છે..આપણી ઉમરે પહોંચ્યા પછી સમજાય છે કે જિંદગીનો જામ ખાલી થઈ ગયો…ખૂબ હ્રદયની સોંસરવી ઉતરી
  સપના

  જવાબ આપો
 • 7. ડૉ.મહેશ રાવલ  |  ડિસેમ્બર 18, 2010 પર 10:13 પી એમ(pm)

  વાહ મનહરભાઈ….
  હૈયાની વાત હોઠે આવે એમ અહીં શબ્દદેહે કલમના સહારે આવી છે…!
  સરસ ગઝલ તો ખરી જ પણ, એમાં વણાયેલ સંવેદનાઓ ‘મન’ સોંસરી ઉતરી જાય એવી રહી.
  -અભિનંદન.
  શ્રી કિર્તીકાન્તજી સાથે હું પણ સંમત છું,

  જવાબ આપો
 • 8. manav  |  ડિસેમ્બર 18, 2010 પર 11:19 પી એમ(pm)

  saras

  જવાબ આપો
 • 9. neetakotecha  |  ડિસેમ્બર 18, 2010 પર 11:42 પી એમ(pm)

  ભૂલ તો થઈ જાય,માણસ જાત છે,
  ભૂલ વારંવાર કાં દોહરાય છે !

  khub saras gazal..

  જવાબ આપો
 • 10. તપન પટેલ  |  ડિસેમ્બર 19, 2010 પર 9:48 એ એમ (am)

  ખુબ જ સુંદર અને સમજવાલાયક રચના છે………

  જવાબ આપો
 • 11. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  ડિસેમ્બર 19, 2010 પર 5:21 પી એમ(pm)

  ભૂલ તો થઈ જાય,માણસ જાત છે,
  ભૂલ વારંવાર કાં દોહરાય છે !
  પાપ શું ને પૂણ્ય શું ક્યાં છે ખબર ?
  સાવ જાણૅ કે અજાણે થાય છે.
  શું ભર્યું મારા હ્રદયની ભીતરે,
  કોઈને એ ક્યાં કદી સમજાય છે !

  જોકે આખી ગઝલ જ ખુબ સુંદર છે…….. સાચેજ ખુબજ ગમી.

  જવાબ આપો
 • 12. Jagadish Christian  |  ડિસેમ્બર 20, 2010 પર 2:03 એ એમ (am)

  મનહરભાઈ આખી ગઝલ સરસ થઈ છે પણ નીચેનો શેર વધારે ગમ્યો.
  હાથ ઊપર હાથ દઈ બેસી રહ્યા,
  ને સમય છે કે સરકતો જાય છે.

  જવાબ આપો
 • 13. Daxesh Contractor  |  ડિસેમ્બર 22, 2010 પર 1:21 એ એમ (am)

  ભૂલ તો થઈ જાય,માણસ જાત છે,
  ભૂલ વારંવાર કાં દોહરાય છે !

  સુંદર ગઝલ …

  જવાબ આપો
 • 14. Daxesh Contractor  |  ડિસેમ્બર 22, 2010 પર 1:22 એ એમ (am)

  ભૂલ તો થઈ જાય,માણસ જાત છે,
  ભૂલ વારંવાર કાં દોહરાય છે !

  સુંદર ગઝલ …

  મારી ગઝલનો શેર યાદ આવે છે

  ભૂલો કરું છું ને પડું છું, કેમ ? હું માણસ છું,
  સાંજે પાછો ઘર ફરું છું, કેમ ? હું માણસ છું.

  જવાબ આપો
 • 15. પંચમ શુક્લ  |  ડિસેમ્બર 22, 2010 પર 2:32 એ એમ (am)

  સરસ ગઝલ.

  જવાબ આપો
 • 16. narendrajagtap  |  ડિસેમ્બર 22, 2010 પર 10:35 પી એમ(pm)

  હાથ ઊપર હાથ દઈ બેસી રહ્યા,
  ને સમય છે કે સરકતો જાય છે.

  ખુબ જ સરસ ગઝલ બની છે…આપના તખલ્લુસનો ઉપયોગ સારો થાય છે……વાહ વાહ

  જવાબ આપો
 • 17. 'ઈશ્ક'પાલનપુરી  |  ડિસેમ્બર 24, 2010 પર 10:12 એ એમ (am)

  બહુ સરસ ગઝલ થઇ છે . આ શેર માં કવિનો ઓછા સર્જનનો વસવશો અનુભવું છું ,હું માનું ત્યાં સુધી સર્જનને અનુલક્ષીને જ આ શેર લખાયો હશે
  જે હોય તે … પણ કાબિલે દાદ !!!
  હાથ ઊપર હાથ દઈ બેસી રહ્યા,
  ને સમય છે કે સરકતો જાય છે.

  જવાબ આપો
 • 18. himanshupatel555  |  ડિસેમ્બર 27, 2010 પર 10:58 પી એમ(pm)

  સરસ ગઝલ થૈ છે મરીઝની યાદ અપાવી ગઈ.

  જવાબ આપો
  • 19. manharmody  |  ડિસેમ્બર 28, 2010 પર 1:31 પી એમ(pm)

   dear himanshubhai,

   it is a matter of great pleasure for me that you liked my gazal and it reminded you of ‘mariz’ saaheb.

   thanks a lot.

   please keep inspiring.

   manhar mody

   જવાબ આપો
 • 20. pramath  |  માર્ચ 14, 2012 પર 3:05 પી એમ(pm)

  ભાઈ,
  આ મનમોહનસિંઘને ઉદ્દેશીને લખ્યું છે કે? પાંચ શે’ર તો સીધા બેસે છે!
  🙂
  જિંદગીનો જામ ખાલી થાય છે,
  સાંજ જીવનની નજીક દેખાય છે.

  ભૂલ ઊપર ભૂલ થાતી જાય છે,
  કામ સૌ અવળા ને અવળા થાય છે.

  ભૂલ તો થઈ જાય,માણસ જાત છે,
  ભૂલ વારંવાર કાં દોહરાય છે !

  પાપ શું ને પૂણ્ય શું ક્યાં છે ખબર ?
  સાવ જાણૅ કે અજાણે થાય છે.

  હાથ ઊપર હાથ દઈ બેસી રહ્યા,
  ને સમય છે કે સરકતો જાય છે.

  જો હતી એવી જ દાનત તો પછી,
  કેમ ખોટે ખોટ તું પસ્તાય છે ?

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
ડિસેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   જાન્યુઆરી »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031