આદત તમારી…!!!!

ઓક્ટોબર 11, 2010 at 3:39 પી એમ(pm) 13 comments

આજે તા,૧૦.૧૦.૧૦ ને રવિવારે આપણા ‘શબ્દ સાધના પરિવારની ‘રવિસભા’ ડો.ભરતભાઈ મકવાણા,શ્રીમતી મકવાણા અને ભાઈ ‘માનવ’ ના આમંત્રણથી ડો.મકવાણાના ડીસા ખાતેના નિવાસ સ્થાને યોજવામાં આવી હતી.

આજની ‘રવિસભા’નું વિશેષ મહત્વ એટલા માટે હતું કે આપણા (SSP)’પરિવારનાં લાડીલા સભ્ય વર્ષાબેન બારોટને ‘ફિલીંગ્સ’ મેગેઝીન દ્વારા યોજાયેલ વાર્તા સ્પર્ધામાં પ્રાપ્ત થયેલ પ્રથમ ઈનામ માટે સન્માનવાનાં હતાં.

આ સભામાં હાજરી આપવા જતી વખતે રચાયેલ અને સભામાં રજુ કરેલ તાજી રચના આપ સૌને સાદર કરું છું. પ્રતિભાવો જરૂરથી આપશો.

આદત તમારી…!!!!

નથી સુધરી હજી આદત તમારી,
છુપાવો કેમ છો ચાહત તમારી ?

નજરથી ના હવે નજરો બચાવો,
અમે જાણી ગયા દાનત તમારી.

હતા મુસ્તાક કિસ્મત પર તમે તો,
અચાનક શું થઈ હાલત તમારી !

કદમ ભરજો તમે સમજી વિચારી,
નડી જાશે કદી ગફલત તમારી.

નથી ‘મન’ માનતું કેમે કરીને,
ખબર આજે પડી બાબત તમારી.

Advertisements

Entry filed under: ગઝલ, મારી રચનાઓ.

આપણે એના વગર ‘મન દૂભાય છે’

13 ટિપ્પણીઓ Add your own

 • 1. sapana  |  ઓક્ટોબર 11, 2010 પર 6:36 પી એમ(pm)

  હતા મુસ્તાક કિસ્મત પર તમે તો,
  અચાનક શું થઈ હાલત તમારી !
  વાહ ક્યા બાત હૈ!!
  સપના

  જવાબ આપો
 • 2. Kaushik  |  ઓક્ટોબર 11, 2010 પર 6:59 પી એમ(pm)

  નથી ‘મન’ માનતું કેમે કરીને,
  છળી ઊઠે, સૂણી આહટ તમારી.

  વાહ

  જવાબ આપો
 • 3. P Shah  |  ઓક્ટોબર 11, 2010 પર 9:01 પી એમ(pm)

  છુપાવો કેમ છો ચાહત તમારી ….

  સરસ ગઝલ થઈ છે.

  અભિનંદન !

  જવાબ આપો
 • 4. manharmody  |  ઓક્ટોબર 11, 2010 પર 11:07 પી એમ(pm)

  પ્રજ્ઞા વ્યાસ તરફથી પ્રતિભાવ ઈ=મેઈલ માં મળ્યો છે તે અહીં કોપી-પેસ્ટ કરી મૂક્યો છે.

  હતા મુસ્તાક કિસ્મત પર તમે તો,
  અચાનક શું થઈ હાલત તમારી !

  કદમ ભરજો તમે સમજી વિચારી,
  નડી જાશે કદી ગફલત તમારી.

  વાહ
  યાદ આવી

  दिले नादां तुझे हुआ क्या है
  आखिर इस दर्द की दवा क्या है
  हम है मुस्ताक और वो बेजार
  या इलाही ये माजरा क्या है

  જવાબ આપો
 • 5. Kirtikant Purohit  |  ઓક્ટોબર 12, 2010 પર 11:53 એ એમ (am)

  હતા મુસ્તાક કિસ્મત પર તમે તો,
  અચાનક શું થઈ હાલત તમારી !

  મનહરભાઈ, સરલ શબ્દોમાં સુંદર અભિવ્યક્તિ. ફક્ત મક્તાનો ‘આહટ’ કાફિયો જોઈ જશો.

  જવાબ આપો
 • 6. Narendra Jagtap  |  ઓક્ટોબર 12, 2010 પર 10:59 પી એમ(pm)

  નથી ‘મન’ માનતું કેમે કરીને,
  છળી ઊઠે, સૂણી આહટ તમારી………. અહીયા આહટ ની બદલે હરકત મુકો તો કાફીયા જળવાય… જો આપને હૈયે બેસે તો!!!!! બાકે મસ્ત

  જવાબ આપો
 • 7. ઈશ્ક પાલનપુરી  |  ઓક્ટોબર 14, 2010 પર 4:32 પી એમ(pm)

  સરસ રચના ! આ શેર વિશેષ ગમ્યો !

  હતા મુસ્તાક કિસ્મત પર તમે તો,
  અચાનક શું થઈ હાલત તમારી !

  જવાબ આપો
 • 8. Dilip Gajjar  |  નવેમ્બર 22, 2010 પર 4:41 પી એમ(pm)

  નથી સુધરી હજી આદત તમારી,
  છુપાવો કેમ છો ચાહત તમારી ?
  Aakhi gazal gami…manaharbhai..aapne abhinandan..

  જવાબ આપો
 • 9. ડૉ.મહેશ રાવલ  |  નવેમ્બર 23, 2010 પર 9:39 એ એમ (am)

  શ્રી મનહરભાઈ,
  ગઝલ સરસ થઈ છે અને ભાવ પણ સુંદરરીતે જળવાયો છે
  તમારી સર્જન ક્ષમતાને જે રીતે આ અન્ય રચનાઓમાં અનુભવી છે એ સરાહનીય રહી છે.
  પ્રથમથી નિયત થયેલ કાફિયાને આખરસુધી વળગીને જરા વધુ મહેનતથી અહીં આહટ કાફિયા આવ્યો એ નિવારી શકાયો હોત….!
  બાબત જેવો કાફિયા એ પંક્તિમાં આ રીતે સમાવી શકાય,તો જોજો.
  ફરી, ખૂલે જૂની બાબત તમારી…..!
  ક્ષમાયાચના સાથે,- – અભિનંદન.
  http://www.drmahesh.rawal.us પર પધારવા નિમંત્રણ.

  જવાબ આપો
  • 10. manharmody  |  નવેમ્બર 24, 2010 પર 1:37 પી એમ(pm)

   શ્રી મહેશભાઈ,

   આપની કોમેન્ટનો ઘણા વખતથી ઈંતઝાર હતો. ‘આહટ’ કાફિયા માટે શ્રી કીર્તિકાન્તભાઈ, નરેન્દ્ર જગતાપ અને તમારી નારાજગી વ્યાજબી છે. હવે તો કંઈ કરવું જ પડશે. આપ સૌના લાગણીભર્યા સૂચનો માટે ખુબ ખૂબ આભાર. ટૂંક સમયમાં જ સુધારો કરીશ.

   મનહર એમ.મોદી (‘મન’ પાલનપુરી)

   જવાબ આપો
 • 11. પંચમ શુક્લ  |  ડિસેમ્બર 2, 2010 પર 4:54 એ એમ (am)

  સરસ ગઝલ.

  જવાબ આપો
 • 12. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  ડિસેમ્બર 17, 2010 પર 5:49 પી એમ(pm)

  nice… !
  “આદત” ની વાતથી આ યાદ આવી ગયું…..
  http://piyuninopamrat.wordpress.com/2010/09/28/%E0%AA%86%E0%AA%A6%E0%AA%A4-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%80-%E0%AA%9B%E0%AB%87/

  જવાબ આપો
 • 13. Dr.Hemendra  |  ડિસેમ્બર 20, 2010 પર 7:22 પી એમ(pm)

  Dear Man(har)bhai

  ati sunder gazal rachna..

  sabd kya male chhe shodhva jata
  aa raghvai dunia ma dodi dodi khata khata
  pratap aa badho tamara najuk dil no chhe
  ‘Man ‘par aahi to chale chhe dil ni satta

  Dr.Hemendra.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
ઓક્ટોબર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   ડીસેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031