લો,હવે લો શ્વાસ.

માર્ચ 12, 2010 at 3:25 પી એમ(pm) 12 comments

મિત્રો, આજે ફરી એક તાજી રચના પેશે-ખિદમત છે.

લો,હવે લો શ્વાસ ને બેસો ઘડી,
દોડવા માટે પડી છે જીંદગી.

જોઈએ તમને પૂરાવા પ્રેમના,
શું કરું તો થાય તમને ખાતરી !

માનવી છે,માનવીનું શું ગજું ?
ક્યાંક તો અવળી પડે છે ગણતરી.

હક-ફરજનો મેળ જો સચવાય તો,
ક્યાં કશી ફરિયાદની રહે છે વકી !

‘મન’હવે ધરપત ધરીને બેસ તું,
આટલી ઓછી પડે છે સાહ્યબી ?

Advertisements

Entry filed under: 1.

થાક ભરેલી પાંખો છે. આપણે એના વગર

12 ટિપ્પણીઓ Add your own

 • 1. P Shah  |  માર્ચ 12, 2010 પર 5:15 પી એમ(pm)

  જોઈએ તમને પૂરાવા પ્રેમના,
  શું કરું તો થાય તમને ખાતરી !…

  સુંદર ગઝલ !

  મત્લાનો પહેલો મિસરા આમ લખીએ તો-

  લો, હવે લો શ્વાસ બેસો બે ઘડી,

  જવાબ આપો
 • 2. વિવેક ટેલર  |  માર્ચ 12, 2010 પર 5:50 પી એમ(pm)

  જોઈએ તમને પૂરાવા પ્રેમના,
  શું કરું તો થાય તમને ખાતરી !
  – આ શેર ખૂબ ગમી ગયો…

  જવાબ આપો
 • 3. narendrajagtap  |  માર્ચ 12, 2010 પર 7:45 પી એમ(pm)

  હક-ફરજનો મેળ જો સચવાય તો,
  ક્યાં કશી ફરિયાદની રહે છે વકી …..આ ગઝલનો ઉમદા શેર છે… ઓલ ઓવર આખી ગઝલ ખુબ જ સરસ બની છે……

  જવાબ આપો
 • 4. vijayshah  |  માર્ચ 12, 2010 પર 9:17 પી એમ(pm)

  હક-ફરજનો મેળ જો સચવાય તો,
  ક્યાં કશી ફરિયાદની રહે છે વકી !

  ekadam saach vaat…
  mazaa aavi gai

  જવાબ આપો
 • 5. ડૉ.મહેશ રાવલ  |  માર્ચ 13, 2010 પર 2:18 એ એમ (am)

  સરસ ,મનહરભાઈ
  અભિનંદન.
  એક વાત અહીં જણાવવાની રજા લઉં કે, છંદના હિસાબે છેડે આવતાં
  ગાલગા માં ગણતરી જરા કઠ્યું.
  ગણ ત રી … કાં ગ ણત રી કેમ ગોઠવવું?
  મેં અત્યારસુધી લગાગામાં લીધું છે ગણતરી કદાચ એટ્લે……..
  પણ વિચારી જોજો-શીખીશું એકબીજાના સહારે

  જવાબ આપો
 • 6. Pancham Shukla  |  માર્ચ 13, 2010 પર 6:25 એ એમ (am)

  સરસ ગઝલ છે.

  મહેશભાઈએ કહ્યું એમ ગણતરીને મોટાભાગના અરૂઝપરસ્ત ગઝલકારો લગાગા માપમાં લેશે.

  મારા અંગત મત મુજબ એને ગાલગા માપમાં પણ લઈ શકાય. એ તો તમે કઈ રીતે પઠન કરો છો એના પર આધાર રાખે છે. એજ રીતે ‘ગઝલ શબ્દને હું લગા કે ગાલ માપમાં લઉં છું- બિલકુલ વ્યવસ્થિત પઠન કરીને.

  જવાબ આપો
 • 7. Daxesh Contractor  |  માર્ચ 13, 2010 પર 10:42 એ એમ (am)

  જોઈએ તમને પૂરાવા પ્રેમના,
  શું કરું તો થાય તમને ખાતરી !

  સુંદર …

  જવાબ આપો
 • 8. Kirtikant Purohit  |  માર્ચ 13, 2010 પર 1:01 પી એમ(pm)

  સારી ગઝલ છે .ડો. મહેશ્ભાઇ સાથે હું સહમત છું. ગણત્રી લગાગા વધારે સારું છે.મચકોડીને ઉચ્ચાર્તાં કઠે.

  ક્યાંક અવળી પણ પડે ગત આપણી …… એમ લ્યો તો!

  જવાબ આપો
 • 9. jagadishchristian  |  માર્ચ 14, 2010 પર 7:52 એ એમ (am)

  સરસ ગઝલ. બધા શેર ગમી ગયા.

  જવાબ આપો
 • 10. Narendra Jagtap  |  માર્ચ 21, 2010 પર 3:04 પી એમ(pm)

  બધા જ મિત્રોની કોમેંટ વાચી ..છતાં ડો.મહેશભાઇ સાથે વધારે સંમત થાવુ છું છતા પંચમ શુક્લજી જે વાત કરી ગઝલ ની… તો ગઝલ તો લગા માં જ લેવાય …પ્રથમ અક્ષર લઘુ અને બાકીના બે ગુરુ …મનહરભાઇ ની ગઝલે તો બધાને હીલોળે ચડાવી દીધા…સરસ ગઝલ…

  જવાબ આપો
 • 11. Rabari  |  એપ્રિલ 26, 2010 પર 1:28 પી એમ(pm)

  bahuj saras che.. keep it up

  જવાબ આપો
 • 12. Anil Limbachiya  |  જૂન 19, 2010 પર 6:11 પી એમ(pm)

  જોઈએ તમને પૂરાવા પ્રેમના,
  શું કરું તો થાય તમને ખાતરી !

  સુંદર …

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
માર્ચ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   સપ્ટેમ્બર »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: