થાક ભરેલી પાંખો છે.

ફેબ્રુવારી 28, 2010 at 11:18 એ એમ (am) 12 comments

મિત્રો,

આપ સૌને હોળી-મુબારક.

આજે ફરી, યૌવનકાળે રચાયેલી (3rd March,1969) એક ગઝલ મૂકી છે. છંદ-બંધારણમાં ક્ષતિ હશે જ. દરગુજર કરશો. અને હા, પ્રતિભાવો જણાવવાનું ભૂલશો નહિ.

છે દર્દભર્યું જીગર મારું ને અશ્ક નીતરતી આંખો છે,
કંઈ વાંકુ છે કિસ્મત મારું, તુજ પ્રેમનો રંગ કંઈ ઝાંખો છે.

આ પ્રેમસાગરની ભરતીમાં આશાનો કિનારો આઘો છે;
પાર કરે છે થોડા પણ , ડૂબી જનારા લાખો છે.

ઊડે તો બિચારું ક્યાં સુધી ઘનઘોર ઘટામાં પંખીડું ?
અંધકાર ભર્યો છે આંખોમાં ને થાક ભરેલી પાંખો છે.

ગઈ ખુશબો ફૂલની ફૂલ સાથે, બાકી તો રહ્યા છે ખાર હવે,
કંઈ સૂકા સુકા પર્ણો છે, કંઈ તૂટી-ફૂટી શાખો છે.

‘મન’ હિંમત હારી બેઠો છે, લથડે છે કદમ નિષ્પ્રાણ બની,
મંઝીલ સુધી શેં પહોંચાશે ? બાકી તો રસ્તો આખો છે.

Advertisements

Entry filed under: ગઝલ, મારી રચનાઓ, યૌવનકાળે.

દર્દ વિણ ગમતું નથી લો,હવે લો શ્વાસ.

12 ટિપ્પણીઓ Add your own

 • 1. P Shah  |  ફેબ્રુવારી 28, 2010 પર 1:02 પી એમ(pm)

  સુંદર રચના !

  કંઈ વાંકુ છે કિસ્મત મારું, તુજ પ્રેમનો રંગ કંઈ ઝાંખો છે….
  મન’ હિંમત હારી બેઠો છે, લથડે છે કદમ નિષ્પ્રાણ બની…..

  યૌવન કાળે આવી અને આટલી નિરાશા કેમ ?

  જવાબ આપો
 • 2. Narendra Jagtap  |  ફેબ્રુવારી 28, 2010 પર 4:28 પી એમ(pm)

  ઊડે તો બિચારું ક્યાં સુધી ઘનઘોર ઘટામાં પંખીડું ?
  અંધકાર ભર્યો છે આંખોમાં ને થાક ભરેલી પાંખો છે.

  sari rachana chhe…bhavthi bharpur chhe.

  જવાબ આપો
  • 3. manharmody  |  માર્ચ 2, 2010 પર 9:36 એ એમ (am)

   ખુબ ખુબ આભાર.

   જવાબ આપો
 • 4. Pancham Shukla  |  ફેબ્રુવારી 28, 2010 પર 8:59 પી એમ(pm)

  Nice gazal. Enjoyed.

  જવાબ આપો
 • 5. Daxesh Contractor  |  ફેબ્રુવારી 28, 2010 પર 10:17 પી એમ(pm)

  ઊડે તો બિચારું ક્યાં સુધી ઘનઘોર ઘટામાં પંખીડું ?
  અંધકાર ભર્યો છે આંખોમાં ને થાક ભરેલી પાંખો છે.

  નિરાશા ને હતાશાની ચોટ બરાબર દેખાઈ આવે છે. ભાવો સુંદર રીતે વણી લીધા છે.

  જવાબ આપો
 • 6. SARYU PARIKH  |  માર્ચ 1, 2010 પર 1:16 એ એમ (am)

  ગઝલ બહુ સરસ છે. કોમળ કવિતા.
  સરયૂ પરીખ
  http://www.saryu.wordpress.com

  જવાબ આપો
 • 7. himanshu patel  |  માર્ચ 1, 2010 પર 7:19 એ એમ (am)

  ૪૧ વર્ષ સચવાયો હોય જો પ્રેમ તો એને છંદ કે બંધારણની ક્ષતિ ના હોય એમાં કેવળ હજું રમ્યા કરતી ક્રીડા જ હોય અને પાછો ફરેલો યૌવનકાળ જ હોય.
  ગમી ગઝલ અને યાદો.

  જવાબ આપો
 • 8. વિવેક ટેલર  |  માર્ચ 1, 2010 પર 10:58 એ એમ (am)

  સુંદર રચના…

  પણ ‘છંદ અને બંધારણની ક્ષતિ હશે જ’વાળી વાત પચી નહીં… પચાસ વર્ષના ગાળામાં એટલું સમારકામ અભિપ્રેત છે…

  જવાબ આપો
  • 9. manharmody  |  માર્ચ 2, 2010 પર 9:34 એ એમ (am)

   વિવેકભાઈ, આપની ટકોર ખુબ વ્યાજબી અને લાગણીસભર છે. સાચું કહું તો મેં મારી આવડત પ્રમાણે બધી જૂની ગઝલોને સમારકામ કરવાનો પ્રયત્ન કર્યો છે અને શક્ય એટલું કર્યું પણ છે. પરંતુ વધારે છેડછાડ કરતાં ભાવને અસર પહોંચે તેમ લાગતાં થોડીક ક્ષતિઓ રહેવા દેવી પડી છે. છતાં હજુ વધારે કોશિષ કરીશ એની ખાત્રી આપું છું.

   જવાબ આપો
 • 10. Dilip Modi  |  માર્ચ 1, 2010 પર 12:55 પી એમ(pm)

  ” અંધકાર ભર્યો છે આંખોમાં ને થાક ભરેલી પાંખો છે ” કેટલો ભાવવાહી મિસરો ! તગઝ્ઝુલથી સભર સુંદર ગઝલ…કાફિયા-રદીફ પણ બરાબર નિભાવ્યા છે કવિશ્રીએ…અભિનંદન !

  જવાબ આપો
 • 11. sapana  |  માર્ચ 9, 2010 પર 2:07 એ એમ (am)

  મનહરભાઈ..સરસ ગઝલ..ભાવ ઘણો મહત્વનો છે જો કવિ ભાવ છોડિ દે તો ગઝલમા ફક્ત શબ્દો જ રહી જશે ..તમે ભાવ બરાબર સાચવ્યો છે અભિનંદન..
  સપના

  જવાબ આપો
 • 12. Asal palanpuri  |  જાન્યુઆરી 19, 2011 પર 3:50 પી એમ(pm)

  ઊડે તો બિચારું ક્યાં સુધી ઘનઘોર ઘટામાં પંખીડું ?

  અંધકાર ભર્યો છે આંખોમાં ને થાક ભરેલી પાંખો છે

  wah bahot khub.cngrts

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
ફેબ્રુવારી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728

%d bloggers like this: