દર્દ વિણ ગમતું નથી

ફેબ્રુવારી 1, 2010 at 4:18 પી એમ(pm) 17 comments

દર્દ પણ કોઠે પડે છે તો પછી દમતું નથી
ને પછી એવું બને કે દર્દ વિણ ગમતું નથી

બસ હવે આના પછી તો દાવ મારો લાગશે
કોઇ એ આશા વિના બાજી ફરી રમતું નથી

હોય ખુદ્દારી બધાને પ્રિય તેથી કોઇ પણ
આંગળી પથ્થર નીચે ના હોય તો નમતું નથી

હાથમાં આવ્યા પછી નાનો દિસે છે લાડવો
પારકું ભાણું ગમે, ખુદનું જમણ જચતું નથી

જેટલું આપ્યું નસીબે તે નથી ઓછું છતાં ,
કોણ જાણે ‘મન’ હજી પણ કેમ આ શમતું નથી!

Advertisements

Entry filed under: ગઝલ, મારી રચનાઓ.

જીવું છું હું… થાક ભરેલી પાંખો છે.

17 ટિપ્પણીઓ Add your own

 • 1. વિવેક ટેલર  |  ફેબ્રુવારી 1, 2010 પર 6:43 પી એમ(pm)

  સુંદર ગઝલ… લગભગ બધા જ શેર સુંદર થયા છે….

  જવાબ આપો
 • 2. Daxesh Contractor  |  ફેબ્રુવારી 1, 2010 પર 8:44 પી એમ(pm)

  દર્દ પણ કોઠે પડે છે તો પછી દમતું નથી
  ને પછી એવું બને કે દર્દ વિણ ગમતું નથી

  સુંદર ..

  જવાબ આપો
 • 3. Narendra Jagtap  |  ફેબ્રુવારી 1, 2010 પર 9:49 પી એમ(pm)

  જેટલું આપ્યું નસીબે તે નથી ઓછું છતાં ,
  કોણ જાણે ‘મન’ હજી પણ કેમ આ શમતું નથી!

  વાહ વાહ મનહરભાઇ… મઝાની ગઝલ …મક્તા નો શેર મને ખુબ જ ગમ્યો…બહોત ખુબ….

  જવાબ આપો
 • 4. Pancham Shukla  |  ફેબ્રુવારી 2, 2010 પર 4:05 એ એમ (am)

  Nice Gazal.

  જવાબ આપો
 • 5. himanshu patel  |  ફેબ્રુવારી 2, 2010 પર 4:59 એ એમ (am)

  ગઝલ બોલચાલની ભાષા નજીક પહોંચી જતા વધારે વાંચનક્ષમ અને મનભર બની છે.

  જવાબ આપો
 • 6. jagadishchristian  |  ફેબ્રુવારી 2, 2010 પર 7:07 એ એમ (am)

  સરસ ગઝલ.

  જવાબ આપો
 • 7. sudhir patel  |  ફેબ્રુવારી 2, 2010 પર 8:42 એ એમ (am)

  Enjoyed your nice Gazal!
  Sudhir Patel.

  જવાબ આપો
 • 8. hemendra  |  ફેબ્રુવારી 2, 2010 પર 8:50 એ એમ (am)

  મનહરભાઈ
  આમ તો મન ને હરનાર છો એટલે તેમાં શક ની વાત જ નથી કે મન ને ના જાણી શકો!
  મનની પ્રકૃતિ વિષે સુંદેર કવિતા કંડારેલ છે.મન ના સ્વભાવ વિષે હ્રિદય સ્પર્શી કવિતા
  સંસાર સાગર માંથી તરવા માટે અદભૂત તરાપો બની શકે.

  ડો.હેમેન્દ્ર

  જવાબ આપો
 • 9. Kirtikant Purohit  |  ફેબ્રુવારી 2, 2010 પર 12:11 પી એમ(pm)

  ખરેખર સુંદર અર્થસભર અને સંપૂર્ણ વજનમાં ગઝલ.મત્લા તો સુપર્બ બન્યો છે. બાકી બધા જ શેર સરસ થયા છે.

  ચોથા શેરમાં તેથીની જગ્યાએ તોયે કરોતો કેવું.

  જવાબ આપો
  • 10. ઈશ્ક પાલનપુરી  |  ફેબ્રુવારી 4, 2010 પર 7:28 પી એમ(pm)

   સરસ સુચન કીર્તીભાઈ !
   સુધારો -ચોથો નહી પણ ત્રીજો શેર સમજવું

   જવાબ આપો
 • 11. Mukesh S.Modh  |  ફેબ્રુવારી 2, 2010 પર 2:56 પી એમ(pm)

  extra ordinary rachana

  જવાબ આપો
 • 12. Dilip  |  ફેબ્રુવારી 3, 2010 પર 3:45 એ એમ (am)

  Very nice gazal enjoyed

  જવાબ આપો
 • 13. Bhupendrasinh Raol  |  ફેબ્રુવારી 3, 2010 પર 5:20 એ એમ (am)

  દર્દ માં દુઃખમાં,બીમારી માં સહાનુભુતિ પણ ખુબ મળે.આખો દિવસ પત્ની પડોશીઓ સાથે ગપ્પા મારે,ફોન પર માં સાથે વાતો કરે ને સાંજે પતિ આવવા ટાણે માથું બાંધી સુઈ જાય.પતિ શું થયું?શું થયું કરતો થોડીવાર પાછળ પાછળ ફરે એટલે દુખાવો ગાયબ. મજાક કરું છું.સરસ ગઝલ છે,મજા આવી.

  જવાબ આપો
 • 14. ડૉ.મહેશ રાવલ  |  ફેબ્રુવારી 3, 2010 પર 1:08 પી એમ(pm)

  વાહ મનહરભાઈ….
  પરંપરાના આપણે બન્ને ‘આશિક’ છીએ એટલે પ્રસ્તુત ગઝલ અંગે એજ જમા પાસું ઊડીને આંખે વળગ્યું……..
  બાકી સ-રસ માણવા,સમજવા અને સરાહવા જેવી ગઝલ થઈ છે..
  -અભિનંદન.

  જવાબ આપો
  • 15. manharmody  |  ફેબ્રુવારી 3, 2010 પર 1:12 પી એમ(pm)

   khub khub abhar, maheshbhai laganibharya pratisad mate. prembhav rakhta rahejo.

   manhar mody

   જવાબ આપો
 • 16. ઈશ્ક પાલનપુરી  |  ફેબ્રુવારી 4, 2010 પર 7:22 પી એમ(pm)

  સરસ ગઝલ થઈ છે !

  દર્દ પણ કોઠે પડે છે તો પછી દમતું નથી
  ને પછી એવું બને કે દર્દ વિણ ગમતું નથી

  વાહ ! આફરીન ! મત્લામનમોહક થયો છે
  મહેશભાઈ એ જણાવ્યું એમ મને પણ ગઝલનો પરંપરાગત મિજાજ જ ગમે છે

  જવાબ આપો
 • 17. rajee  |  ઓક્ટોબર 29, 2011 પર 4:57 પી એમ(pm)

  maja padi gai..

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
ફેબ્રુવારી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728

%d bloggers like this: