જીવું છું હું…

જાન્યુઆરી 16, 2010 at 2:41 પી એમ(pm) 9 comments

મિત્રો,

આજે ફરી એકવાર યૌવનકાળની એક રચના મુકવાની ઈચ્છા છે.

ગઝલનો ભાવ જોજો. છંદ-બંધારણની છૂટછાટો – ક્ષતિઓ માટે ક્ષમા યાચના.

હ્રદયમાં યાદના ભંડાર દબાવીને જીવુ છું હું,
સ્મૃતિઓ તણી વણઝાર સજાવીને જીવુ છું હું.

તમને હોયે ખબર ક્યાંથી,જૂદાઈ ચીજ કેવી છે !
શમણાંઓ તણી લંગાર લગાવીને જીવુ છું હું.

હસે છે હોઠ પણ રડતું સદા હૈયુ રહ્યું મારું;
રૂદન ને હાસ્યનો સહચાર જગાવીને જીવુ છું હું.

સલામત રહે તમારા મહેલ ઊંચા ને મીનારાઓ,
અહીં તો પ્યારમાં ઘરબાર જલાવીને જીવુ છું હું.

કરમાયાં બધાં યે ફુલ મારા બાગે-દિલમાંથી,
અશ્રુસીંચન કરી ગુલઝાર હસાવીને જીવુ છું હું.

થયા છે ઘાવ ‘મન’પર એ રૂઝાઈ નથી શકતા,
મલમ-પટ્ટા તણા ઉપચાર લગાવીને જીવુ છું હું.

તા. ૨૨.૧૧.૧૯૬૬.

Advertisements

Entry filed under: 1.

સારુ થયું દર્દ વિણ ગમતું નથી

9 ટિપ્પણીઓ Add your own

 • 1. sapana  |  જાન્યુઆરી 16, 2010 પર 9:01 પી એમ(pm)

  થયા છે ઘાવ ‘મન’પર એ રૂઝાઈ નથી શકતા,
  મલમ-પટ્ટા તણા ઉપચાર લગાવીને જીવુ છું હું.
  આખી ગઝલ સરસ થઈ છે આલાઇનો ખુબ ગમી..
  સપના

  જવાબ આપો
 • 2. Daxesh Contractor  |  જાન્યુઆરી 16, 2010 પર 10:12 પી એમ(pm)

  હસે છે હોઠ પણ રડતું સદા હૈયુ રહ્યું મારું;
  રૂદન ને હાસ્યનો સહચાર જગાવીને જીવુ છું હું.

  સુંદર ..

  જવાબ આપો
 • 3. NARENDRA JAGTAP  |  જાન્યુઆરી 16, 2010 પર 11:15 પી એમ(pm)

  સલામત રહે તમારા મહેલ ઊંચા ને મીનારાઓ,
  અહીં તો પ્યારમાં ઘરબાર જલાવીને જીવુ છું હું.

  vaah vaah ક્યા બાત હૈ.. 66 ની રચના છે પણ તાજી તાજી લીલીછમ લાગે છે…

  જવાબ આપો
 • 4. પંચમ શુક્લ  |  જાન્યુઆરી 17, 2010 પર 4:31 એ એમ (am)

  પ્રેમ અને વિધાયક ભાવને આધારે જીવવાની ફિલસૂફી ગમી ગઈ.

  જવાબ આપો
 • 5. હિમાન્શુ પટેલ  |  જાન્યુઆરી 17, 2010 પર 5:34 એ એમ (am)

  યુવાનીને જ્યરે જોમ હોય તો તે સમયે એને આગવી છટા પણ હોય છે, અને એ સમય છટાને પોતીકો લય અને શબ્દ હોય છે,ઉપ્રાંત તેવા કાવ્યમાં અભિવ્યક્તિની ગિરદી થઈ જાય છે, આવો બધો મસાલો ભેગો થાય અને જે સર્જાય તે આપણા તે કાળનું મહત્વાકાંક્ષી સર્જન ગણાય( આપણા મનમાં).

  “તમને હોયે ખબર ક્યાંથી,જૂદાઈ ચીજ કેવી છે !
  શમણાંઓ તણી લંગાર લગાવીને જીવુ છું હું.”
  આ તે મસાલાવાળી ભાષા.યૌવન કાળને ફરીફરી વાગોળ્યા કરવો તે આપણી આજ માટે એટલોજ જરુરી છે..યોગ્ય થયું છે, ચાલુ રાખજો-મનહરભાઈ.

  જવાબ આપો
 • 6. Kirtikant Purohit  |  જાન્યુઆરી 18, 2010 પર 8:01 પી એમ(pm)

  Nice expressions. Now you can rebuild the same gazal in exact chhand format.At sixteen-seventeen every heart is poet’s heart, full of lovely feelings.

  જવાબ આપો
 • 7. Dilip Gajjar  |  જાન્યુઆરી 20, 2010 પર 3:24 એ એમ (am)

  હસે છે હોઠ પણ રડતું સદા હૈયુ રહ્યું મારું;
  રૂદન ને હાસ્યનો સહચાર જગાવીને જીવુ છું હું.
  સલામત રહે તમારા મહેલ ઊંચા ને મીનારાઓ,
  અહીં તો પ્યારમાં ઘરબાર જલાવીને જીવુ છું હું.
  Very Nice gazal..

  જવાબ આપો
 • 8. devikadhruva  |  ફેબ્રુવારી 1, 2010 પર 7:32 પી એમ(pm)

  beautiful…

  જવાબ આપો
 • 9. ઈશ્ક પાલનપુરી  |  ફેબ્રુવારી 4, 2010 પર 7:38 પી એમ(pm)

  સલામત રહે તમારા મહેલ ઊંચા ને મીનારાઓ,
  અહીં તો પ્યારમાં ઘરબાર જલાવીને જીવુ છું હું.

  વાહ શુ ઈશ્કે મિજાજ છે !
  બધું ખોયા પછી પણ પ્રિયજન ની ખુશી ચાહે એ જ સાચી પ્રિત !

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
જાન્યુઆરી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: