સારુ થયું

ડિસેમ્બર 12, 2009 at 5:37 પી એમ(pm) 8 comments

આજે એક નવી ગઝલ માણીએ.શીર્ષક છે ‘સારુ થયું’.

ગાવા-ગુનગુનાવાનો શોખ હોય તો પ્રસ્તુત ગઝલ ને ‘ચૂપકે ચૂપકે રાત દીન આંસુ બહાના યાદ હૈ’ ની ટ્યૂનમાં કોશીશ કરી જોજો. અને હા,આપનો કિંમતી પ્રતિભાવ તો મારે મન મોંઘી મોલાત છે.

યાદ તારી,આંખ ભીંજાવી ગઈ,સારુ થયું;
લાગણીના બંધ છલકાવી ગઈ, સારુ થયું.

લાખ વાને પણ કદી સમજી શકાઈ હોત ના,
સાનમાં એ વાત સમજાવી ગઈ,સારુ થયું.

બદદુઆ માટે ભલે પણ,નામ તો મારું લીધું,
એ હકીકત હૈયુ હરખાવી ગઈ,સારુ થયું.

આ નશાએ એક રીતે કામ તો સારુ કર્યું,
વાત’મન’ની હોઠ પર આવી ગઈ,સારુ થયું.

છંદમાં ના હોય તો યે છે ગઝલ વ્હાલી મને,
મુક્ત’મન’ના ભાવ પ્રગટાવી ગઈ,સારુ થયું.

Advertisements

Entry filed under: ગઝલ, મારી રચનાઓ.

યૌવનકાળે જીવું છું હું…

8 ટિપ્પણીઓ Add your own

  • 1. Narendra Jagtap  |  ડિસેમ્બર 12, 2009 પર 10:15 પી એમ(pm)

    બદદુઆ માટે ભલે પણ,નામ તો મારું લીધું,
    એ હકીકત હૈયુ હરખાવી ગઈ,સારુ થયું…. વાહ વાહ .. મઝાનો શેર … અંદર નો ભાવ સમજવા જેવો છે ..બહોત અચ્છે.. સરસ ગઝલ મનહરભાઇ…

    જવાબ આપો
  • 2. Daxesh Contractor  |  ડિસેમ્બર 12, 2009 પર 10:17 પી એમ(pm)

    આ નશાએ એક રીતે કામ તો સારુ કર્યું,
    વાત’મન’ની હોઠ પર આવી ગઈ,સારુ થયું.

    ગઝલ પણ એક નશો જ છે જે મનની વાતો કલમ પર લઈ આવે. 🙂

    જવાબ આપો
  • 3. Pancham Shukla  |  ડિસેમ્બર 13, 2009 પર 4:17 એ એમ (am)

    સરસ ગઝલ.

    છંદમાં ના હોય તો યે છે ગઝલ વ્હાલી મને,
    મુક્ત’મન’ના ભાવ પ્રગટાવી ગઈ,સારુ થયું.

    આ શેરને એના સાચા સંદર્ભમાં સમજવામાં આવે તો ……

    જવાબ આપો
  • 4. Dr.Mahesh Rawal  |  ડિસેમ્બર 14, 2009 પર 12:23 એ એમ (am)

    મનહરભાઈ….!
    અભિવ્યક્તિ સરસ અને સરળ થઈ છે,
    સારૂં થયું….! રદિફ પણ ભરપૂર શોધ્યો છે.
    -અભિનંદન.

    જવાબ આપો
  • 5. sudhir patel  |  ડિસેમ્બર 14, 2009 પર 12:32 એ એમ (am)

    Enjoyed almost all shers of your Gazal. Very beautiful and in lovely rythem!!
    Sudhir Patel.

    જવાબ આપો
  • 6. himanshupatel555  |  ડિસેમ્બર 14, 2009 પર 6:39 એ એમ (am)

    દરેક ગઝલ હમેશા વાંચવાની મઝા આવે છે અને દરેક ગઝલમા હમેશા એક જ શેર(ક્યારેક બે.) ચોટદાર હોય છે-કોઈ સમજાવશો અનુ રહસ્ય, અહીં કે
    મારી વેબ ઉપર,મન્હરભાઈ ગઝલ વાંચુ છૂ પણ એની સંજ્ઞાઓ કે પરિભાષા
    મને સાવ અજાણ છે, અને લોકોની જેમ કેવળ ” સરસ ” એવો એક શબ્દી
    વ્યવહાર અજુગતો લાગે છે.”છંદમાં ના હોય તો યે છે ગઝલ વ્હાલી મને,”
    બંધન શા માટે? પ્રણયની તૃપ્તિ અને છતાં તે મૂલ્યમાં હોવાનો અભાવ-એ જ
    આ ગઝલ મારે માટે.

    જવાબ આપો
  • 7. Kirtikant Purohit  |  જાન્યુઆરી 6, 2010 પર 11:07 એ એમ (am)

    Whole Gazal is nice with good kafia and radeef.
    So nice that even I enjoyed ‘GUNGUNNAVING’ too.

    જવાબ આપો
    • 8. manharmody  |  જાન્યુઆરી 6, 2010 પર 1:36 પી એમ(pm)

      thank you for ‘GUNGUNAYING’.

       

      જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

  • 7,468 hits
ડિસેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: