યૌવનકાળે

ડિસેમ્બર 3, 2009 at 12:11 પી એમ(pm) 9 comments

આજે મારા યૌવનકાળે લખાયેલ એક ગઝલ મૂકવાની ઈચ્છા છે.તા.૧૪.૮.૧૯૬૫ના દિવસે રચાયેલ આ ગઝલ છંદ-બંધારણની દ્રષ્ટિએ કાચી એટલે કે અપરિપક્વ છે.મઠારવા-સુધારવાનો પ્રયાસ કર્યો પણ પછી લાગ્યું કે ગઝલમાં રહેલો ભાવ મરી જાય છે એટલે જેમની તેમ રાખી રજુ કરું છું.

નજરથી નથી આ નજર ફેરવાતી
ભલે આજ આમ જ રૈન આખી જાતી.

વર્ષો થકી આદર્યાં આકરા તપ,
અંતે તપસ્યા સફળ આજ થાતી.

રૂપાળુ વદન આજ અવલોકવાનું,
મુનાસિબ થયું છે,પૂરી આશ થાતી.

અહા,આજ આવો મિલન યોજી લઈએ,
દુનિયા આ આખી ભલે ખાંડ ખાતી.

જોશે જમાનો ય મહોબ્બતની સિદ્ધી,
અમર પ્રેમના ગીત આલમ રહે ગાતી.

દિપક ‘મન’નો આજે અજવાળી લઈયે,
ના બૂઝાય કદીએ પ્રણયની આ બાતી.

Advertisements

Entry filed under: ગઝલ.

શ્રધ્ધાંજલિ સારુ થયું

9 ટિપ્પણીઓ Add your own

  • 1. NARENDRA JAGTAP  |  ડિસેમ્બર 3, 2009 પર 7:13 પી એમ(pm)

    મનહરભાઇ..આ રચનામાંથી ખરેખર યૌવન ઢળતુ લાગે છે
    રૂપાળુ વદન આજ અવલોકવાનું,
    મુનાસિબ થયું છે,પૂરી આશ થાતી.

    અહા,આજ આવો મિલન યોજી લઈએ,
    દુનિયા આ આખી ભલે ખાંડ ખાતી.

    આ બે શેર માં પુરો યૌવનકાળ પ્રદર્શિત કરી દીધો છે..આવી જુની જુની રચનાઓ મુકતા રહેશો જેથી કરી ભૂતકાળ ને વાગોળી શકાય.

    જવાબ આપો
  • 2. Pancham Shukla  |  ડિસેમ્બર 3, 2009 પર 9:18 પી એમ(pm)

    હજી પણ એવી જ તાજી લાગે છે. સરસ ગઝલ.

    જવાબ આપો
  • 3. pragnaju  |  ડિસેમ્બર 7, 2009 પર 7:03 પી એમ(pm)

    અહા,આજ આવો મિલન યોજી લઈએ,
    દુનિયા આ આખી ભલે ખાંડ ખાતી.

    જોશે જમાનો ય મહોબ્બતની સિદ્ધી,
    અમર પ્રેમના ગીત આલમ રહે ગાતી.
    સરસ ગઝલ.

    જવાબ આપો
  • 4. pragnaju  |  ડિસેમ્બર 7, 2009 પર 7:06 પી એમ(pm)

    બ્લોગ ખૂબ સ રસ બન્યો છે

    જવાબ આપો
  • 5. ડૉ.મહેશ રાવલ  |  ડિસેમ્બર 8, 2009 પર 11:49 પી એમ(pm)

    નમસ્કાર મનહરભાઈ,
    હમણા જરા પ્રવાસમાં હતો બૉસ્ટન,ન્યુયોર્ક,ન્યુ જર્સી,-વિ,,,,,,,એકાદ-બે શુભપ્રસંગો અને બાકી ફરવાનું -એમ કરીને રાજકોટથી ૩૧/૧૨ નીકળ્યા પછી પાછો ફ્રેમોન્ટ-કેલીફોર્નિઆ-મારા ઘેર હજુ ૨ દિવસ પહેલા જ આવ્યો…..!
    એટલે તમને એવું લાગ્યું હશે-અને વ્યાજબી પણ છે જ,,,,,!
    ત્યાં ‘ઈશ્ક’ને યાદી આપજો
    .મારો નવેસર ગઝલ-સંગ્રહ એમને મે મોકલ્યો છે અને, http://www.navesar.wordpress.com પર એ બ્લોગ રૂપે મુક્યો છે,
    જોઇ શકાશે.
    મળતાં રહેજો.

    જવાબ આપો
    • 6. ઈશ્ક પાલનપુરી  |  ડિસેમ્બર 11, 2009 પર 6:18 પી એમ(pm)

      ડૉ.સાહેબ તમારી યાદી નો લાગણીસહ સ્વીકાર કરું છું ,આજ રીતે સ્નેહ વરસાવતા રહેજો ,બ્લોગ પર અમૂલ્ય સુચનો પણ આપશો તો ગમશે

      જવાબ આપો
  • 7. sapana  |  ડિસેમ્બર 9, 2009 પર 7:58 એ એમ (am)

    સરસ યૌવનકાળને યાદ અપાવ્તી ગઝલ…ભુતકાળ ભવિષ્યકાળ કે વર્તમાનકાલ આ બધા કાળ આપણી સાથે જ સંડોવાયેલા એક ને છૉડી બિજાને અપનાવી ના શકાય એટલે આવી ગઝલો મુકતા રહેશો એ પણ મનહરભાઈ જ છે..સરસ ગઝલ
    સપના

    જવાબ આપો
  • 8. Kirtikant Purohit  |  ડિસેમ્બર 10, 2009 પર 9:26 પી એમ(pm)

    સોળ વરસની કુંવારી ગઝલનું સૌંદર્ય માણ્યું.

    જવાબ આપો
  • 9. ઈશ્ક પાલનપુરી  |  ડિસેમ્બર 11, 2009 પર 6:14 પી એમ(pm)

    સરસ ગઝલ!
    આમ પણ યૌવન વાગોળવું કોને ના ગમે !
    આ શેરમાં પ્રણયપંથે નીકળેલા પ્રેમીની નીડરતા છતી થાય છે જાણે કે એને કોઈની પરવા ન હોય!
    અહા,આજ આવો મિલન યોજી લઈએ,
    દુનિયા આ આખી ભલે ખાંડ ખાતી.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

  • 7,468 hits
ડિસેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: