શ્રધ્ધાંજલિ

નવેમ્બર 26, 2009 at 12:40 પી એમ(pm) 6 comments

આજે ૨૬/૧૧ એટલે ગયા વર્ષે આ દિવસે મુંબઈમાં થયેલા હિચકારા હુમલામાં વીરગતિ પામેલા જાંબાઝ શહીદોની પ્રથમ પૂણ્યતિથી. બનાસકાંઠા શબ્દ સાધના પરિવારે આ શહીદોને શ્રધ્ધાંજલિ આપવા ગયા વર્ષની ૧૦મી ડિસેમ્બરે શ્રધ્ધાંજલિ મુશાયરાનું પાલનપુરમાં આયોજન કર્યું હતું. આ મુશાયરામાં મેં રજુ કરેલી મારી રચના દ્વારા આજે એ મહાન શહીદોને શ્રધ્ધાંજલિ રૂપે આ શબ્દાંજલિ અર્પણ કરું છું.

આ પાપીઓને ક્યાં સુધી પંપાળશો ?
મા ભારતીને ક્યાં સુધી તડપાવશો ?
હદ થાય છે આતંક -અત્યાચારની,
ત્રિનેત્ર ત્રીજું નેત્ર ક્યારે ખોલશો ?

શાસક બન્યા છે સ્વાર્થમાં ધ્રુતરાષ્ટ્ર ને,
દુશ્મન તણી પીઠ થાબડે છે કૌરવો,
જનતા બિચારી રાંક થઈ વિનવી રહી,
અવતાર લઈ શ્રીક્રીષ્ણ ક્યારે આવશો?

હણવા હરામી લોકને જંગે ચઢ્યા,
મા-ભોમના નવલોહિયા રણબંકડા,
બલિદાન દઈ પ્રાણો તણું ચાલ્યા ગયા;
એ રૂણ બોલો કઈ રીતે ઉતારશો ?

આવો મળીને આજ સૌ લઈએ શપથ,
આતંકવાદીને ઉઘાડા પાડશું,
હિંદુ-મુસ્લીમ ભાઈ સૌ ભેગા મળી,
શ્રધ્ધાંજલિ શહીદોને ‘મન’થી આપશું.

Advertisements

Entry filed under: મારી રચનાઓ.

પુનરાગમન…. યૌવનકાળે

6 ટિપ્પણીઓ Add your own

  • 1. પંચમ શુક્લ  |  નવેમ્બર 26, 2009 પર 1:46 પી એમ(pm)

    સંવેદનશીલ રજૂઆત. હૃદયમાંથી નીકળેલી શ્રધ્ધાંજલિ તરત સ્પર્શે છે.

    જવાબ આપો
  • 2. Daxesh  |  નવેમ્બર 26, 2009 પર 8:28 પી એમ(pm)

    જનતા બિચારી રાંક થઈ વિનવી રહી,
    અવતાર લઈ શ્રીક્રૃષ્ણ ક્યારે આવશો?

    વ્યથાની સુંદર રજુઆત. જો કે હવે તો જનતાએ જાતે જ શ્રીકૃષ્ણ બનવું પડે એમ છે … અવતારની રાહ જોવાય એવું રહ્યું નથી.

    જવાબ આપો
  • 3. ઈશ્ક પાલનપુરી  |  નવેમ્બર 28, 2009 પર 5:00 પી એમ(pm)

    સરસ રચના !તમારી દેશદાઝ ને સલામ!અને શહીદોને શ્રધ્ધાંજલી!

    જવાબ આપો
  • 4. NARENDRA JAGTAP  |  નવેમ્બર 29, 2009 પર 12:22 એ એમ (am)

    બલિદાન દઈ પ્રાણો તણું ચાલ્યા ગયા;
    એ રૂણ બોલો કઈ રીતે ઉતારશો ?
    સાચી વાત છે બહાદુરો તો ખપી ગયા અને લોકો ની યાદ દાસ્ત કમજોર છે જેમના સપૂતો ગયા તેમને શુ વીતતુ હશે ..ખુબ જ સરસ રચના

    જવાબ આપો
  • 5. Kirtikant Purohit  |  નવેમ્બર 29, 2009 પર 6:33 પી એમ(pm)

    આમ જ ચાલ્યા કર્યું તો શહીદોની તમામ શહીદી એળે જશે.આપણે શ્રધ્ધાંજલીઓ દઇ મન મનાવીશું

    જવાબ આપો
  • 6. Pinki  |  ડિસેમ્બર 8, 2009 પર 6:46 પી એમ(pm)

    બલિદાન દઈ પ્રાણો તણું ચાલ્યા ગયા;
    એ રૂણ બોલો કઈ રીતે ઉતારશો ?

    a big loss to us… !

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

  • 7,544 hits
નવેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: