પુનરાગમન….

નવેમ્બર 14, 2009 at 3:14 પી એમ(pm) 10 comments

મિત્રો,

ભારત આવ્યાને દસેક દિવસ થઈ ગયા. ગઈ કાલે ઇન્ટરનેટ કનેક્શન મળી ગયું એટલે હવે પુનઃ બ્લોગ મિત્રો સાથે સત્સંગ શરુ કરુ છું.

આજે પહેલાં એક મુક્તક અને પછી એક નવી ગઝલ સાથે પુનરાગમન….

મુક્તક ઃ

ભરોસો કેટલો રાખે તમારા બોલ પર કોઇ ?
તમે કાલે કરેલી વાત આજે ફેરવી દો છો ;
નથી તમને કશી યે શર્મ કે સંકોચ યા પરવા,
ગમે ત્યારે તમે સચ્ચાઈમાં જૂઠ ભેળવી દો છો.

ગઝલ ઃ

સિતમગરના સિતમ તો હું હંમેશાં યાદ રાખુ છું
છતાં એના તરફ મનમાં કદી ક્યાં દાઝ રાખુ છું?

નથી તોડી શકાતો સાવ નાતો એમનાથી પણ,
સંબંધો રાખવામાં હું બરાબર માપ રાખુ છું .

હશે મારું મુકદ્દર કે રહ્યો આઘો સફળતાથી,
નહી તો ક્યાં પ્રયત્નોમાં કશી કચ્ચાશ રાખુ છું?

મને જે પણ મળે તેના હ્રદયમાં ઘર કરી જાઉં,
જીવનભર ના મિટે એવી અનોખી છાપ રાખુ છું.

બધી કડવાશ પી જઈને સહી લઊં ઘાવ મિત્રોના,
ખુદા દેજે સબળ’મન’, એટલી બસ આશ રાખુ છું.

Advertisements

Entry filed under: ગઝલ.

અલવિદા…. શ્રધ્ધાંજલિ

10 ટિપ્પણીઓ Add your own

 • 1. Kirtikant Purohit  |  નવેમ્બર 14, 2009 પર 4:43 પી એમ(pm)

  Welcome to India. Now,

  બધી કડવાશ પી જઈને સહી લઊં ઘાવ મિત્રોના,
  ખુદા દેજે સબળ’મન’, એટલી બસ આશ રાખુ છું.

  continue.

  જવાબ આપો
 • 2. ISHQ PALANPURI  |  નવેમ્બર 14, 2009 પર 5:56 પી એમ(pm)

  આ ગઝલ પણ વાહ! વાહ! ની હકદાર છે જ

  અમેરિકાવાસીઓ ને તમારું અલવીદા થોડુંક કઠ્યું હશે એ વાતમાં બેમત નથી પરંતું

  તમારું વતન[પાલનપુર] પરત ફરવું અમારે મન ઉત્સવથી કમ નથી

  ભલે પધાર્યા !

  શબ્દો થકી ફરીથી આવકારું છું

  આ શેર સરસ થયો છે

  મને જે પણ મળે તેના હ્રદયમાં ઘર કરી જાઉં,
  જીવનભર ના મિટે એવી અનોખી છાપ રાખુ છું.

  શેર માં બતાવ્યું તેમ ખરેખર હ્ર્દયમાં ઘર કરી જાઓ છો

  એ વાત ને મારું સમર્થન આપું છું

  જવાબ આપો
 • 3. Daxesh  |  નવેમ્બર 14, 2009 પર 10:00 પી એમ(pm)

  હશે મારું મુકદ્દર કે રહ્યો આઘો સફળતાથી,
  નહી તો ક્યાં પ્રયત્નોમાં કશી કચ્ચાશ રાખુ છું?

  સુંદર ગઝલ …

  જવાબ આપો
 • 4. pragnaju  |  નવેમ્બર 14, 2009 પર 10:28 પી એમ(pm)

  Wel come home

  મને જે પણ મળે તેના હ્રદયમાં ઘર કરી જાઉં,
  જીવનભર ના મિટે એવી અનોખી છાપ રાખુ છું.

  બધી કડવાશ પી જઈને સહી લઊં ઘાવ મિત્રોના,
  ખુદા દેજે સબળ’મન’, એટલી બસ આશ રાખુ છું.
  ખૂબ સુંદર

  જવાબ આપો
 • 5. NARENDRA JAGTAP  |  નવેમ્બર 14, 2009 પર 10:32 પી એમ(pm)

  મનહરભાઇ.. તમે દાઝ રાખો તેવા નથી પણ માપીને સંબંધો રાખો તે મને મંજુર નથી..અમે કોઇ મિત્રો ઘાવ આપીએ તેવા નથી તેમ છતાં પ્રભુ સબળ મન આપે તેમાં મને વાંધો નથી તમારુ દિલ થી હું અને શબ્દ સાધના પરિવાર ઘર આંગણે સ્વાગત કરીએ છીએ…

  જવાબ આપો
 • 6. ડૉ.મહેશ રાવલ  |  નવેમ્બર 15, 2009 પર 9:43 એ એમ (am)

  મનહરભાઈ…..
  પાલનપુર પહોંચ્યાની સીધી અસર રૂપે સુંદર ગઝલ મળી અમને……-અભિનંદન.
  મત્લામાં એક નાનકડું સૂચન કરવાનું મન થાય છે
  છતાં એના તરફ મનમાં કદી ના દાઝ રાખુ છું.-અહીં,
  કદી ના દાઝ રાખું છું ની જગ્યાએ કદી ક્યાં દાઝ રાખું છું – કરીએ તો કેમ?

  જવાબ આપો
  • 7. manharmody  |  નવેમ્બર 15, 2009 પર 3:23 પી એમ(pm)

   મહેશભાઇ,

   આપનું સૂચન સાભાર સ્વીકારું છું.

   જવાબ આપો
 • 8. amit pisavadiya  |  નવેમ્બર 15, 2009 પર 9:14 પી એમ(pm)

  સરસ

  જવાબ આપો
 • 9. Pancham Shukla  |  નવેમ્બર 17, 2009 પર 4:21 એ એમ (am)

  Nice gazal.

  જવાબ આપો
 • 10. વિવેક ટેલર  |  નવેમ્બર 26, 2009 પર 12:48 પી એમ(pm)

  સુંદર રચના…

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
નવેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: