છાની છપની વાત

ઓક્ટોબર 19, 2009 at 8:48 પી એમ(pm) 17 comments

નવા વર્ષના નૂતન પ્રભાતે એક નવી ગઝલથી શુભ શરૂઆત કરું છું.આશા રાખું છું કે ગત વર્ષે મળ્યો એવો અને એથી યે અદકો પ્રેમભાવ અને પ્રતિભાવ નવા વર્ષમાં પણ મળતો રહેશે.

છાની છપની વાત કોઇ થાય છે,
ગામ આખામાં પછી ચર્ચાય છે.

આમ તો ઈચ્છા કદી ખૂટતી નથી,
પણ,બધી ઈચ્છા પુરી ક્યાં થાય છે !

આપણે તો હોય રોકી રાખવું,
જે જવાનું હોય તે તો જાય છે.

હોય ઘરનાં તો હ્રદય ખાલી કરું,
પારકાંને ક્યાં બધું કહેવાય છે ?

‘મન’મને પણ થાય કે કહિ દઉં બધું,
જીભ જાણે કેમ, પણ અચકાય છે.

Advertisements

Entry filed under: ગઝલ.

સાલ મુબારક અલવિદા….

17 ટિપ્પણીઓ Add your own

 • 1. નટવર મહેતા  |  ઓક્ટોબર 19, 2009 પર 9:53 પી એમ(pm)

  સરસ રચના

  ‘મન’મને પણ થાય કે કહિ દઉં બધું,
  જીભ જાણે કેમ, પણ અચકાય છે

  આવું તો મને પણ ઘણીવાર થાય છે
  અને પછી મન મનોમન પસ્તાય છે.

  અને ક્યારેક આવું પણ થયું છે.

  ન કહેલી વાત આંખોથી કહેવાય જાય છે.
  આપની આંખોમાં લખ્યુ છે તે વંચાય છે.

  આપને અને આપના સાહિત્યમિત્રો અને કુટુંબીજનોને નુતન વર્ષાભિનંદન.

  જવાબ આપો
 • 2. પંચમ શુક્લ  |  ઓક્ટોબર 19, 2009 પર 11:15 પી એમ(pm)

  સરસ ગઝલ.

  નવા વર્ષની વધાઈ.

  જવાબ આપો
 • 3. ડૉ.મહેશ રાવલ  |  ઓક્ટોબર 20, 2009 પર 9:32 એ એમ (am)

  નમસ્કાર મનહરભાઈ….
  નવા વરસની અઢળક શુભેચ્છાઓ સાથે સુંદર ગઝલ બદલ અભિનંદન.
  આવતું આખું વર્ષ ગઝલમય ઝળહળ વીતે અને હ્ર્દય ખાલી કરીને હળવા થઈએ…..!

  જવાબ આપો
 • 4. NARENDRA JAGTAP  |  ઓક્ટોબર 20, 2009 પર 10:31 પી એમ(pm)

  ઘરના સમજી હ્રદય ખાલી કરજો.. અચકાતા નહી.. ખુબ સરસ ગઝલ.. આપની દિપાવલીની ભેટ ગમી…

  જવાબ આપો
 • 5. sudhir patel  |  ઓક્ટોબર 23, 2009 પર 5:59 એ એમ (am)

  Very nice Gazal! Enjoyed almost all shers!
  Wish you happy new year and all the best!
  Sudhir Patel.

  જવાબ આપો
 • 6. ઈશ્ક પાલનપુરી  |  ઓક્ટોબર 24, 2009 પર 6:00 પી એમ(pm)

  આ ગઝલ તો આફરીન પોકારી જવાય તેવી થઈ છે ભાવકના મન સુધી પહોચવામાં સફળ થયા છો મન સાહેબ !
  મત્લાની બંધારણીય છૂટ બાધારૂપ લાગતી નથી
  હોય ઘરનાં તો હ્રદય ખાલી કરું,
  પારકાંને ક્યાં બધું કહેવાય છે ?
  એમાંય આ શેર તો ચોટદાર થયો છે
  આ શેર પર તો ઓળઘોળ થઇ જવાયું ,

  જવાબ આપો
  • 7. manharmody  |  ઓક્ટોબર 24, 2009 પર 6:48 પી એમ(pm)

   thanks dear ishqbhai, for your feelings.

   જવાબ આપો
 • 8. sapana  |  ઓક્ટોબર 25, 2009 પર 9:58 પી એમ(pm)

  ખૂબ સરસ મર્મ વાળી ગઝલ થઈ છે..
  હોય ઘરનાં તો હ્રદય ખાલી કરું,
  પારકાંને ક્યાં બધું કહેવાય છે ? આ કેટલી સાચિ વાત છે
  કૌન હૈ યહા અપના જિસે હાલે દિલ સુનાયે?
  સપના

  જવાબ આપો
 • 9. Dilip Gajjar  |  ઓક્ટોબર 26, 2009 પર 12:14 એ એમ (am)

  સુંદર ગઝલ બહુ સરસ અર્થ છે જીવનનો ખુબ ગમી આ ગઝલ..
  હોય ઘરનાં તો હ્રદય ખાલી કરું,
  પારકાંને ક્યાં બધું કહેવાય છે ?

  જવાબ આપો
  • 10. manharmody  |  ઓક્ટોબર 26, 2009 પર 1:12 એ એમ (am)

   thanks, dilipbhai. keep on encouraging the same way.

   manhar mody

   જવાબ આપો
 • 11. Tejas Shah  |  ઓક્ટોબર 26, 2009 પર 1:55 એ એમ (am)

  હોય ઘરનાં તો હ્રદય ખાલી કરું,
  પારકાંને ક્યાં બધું કહેવાય છે ?

  સરસ અર્થ ….સુંદર ગઝલ….નુતન વર્ષાભિનંદન

  જવાબ આપો
 • 12. સુનીલ શાહ  |  ઓક્ટોબર 26, 2009 પર 7:30 એ એમ (am)

  સરસ ગઝલ..
  બે શેર વિશેષ ગમ્યા.

  આપણે તો હોય રોકી રાખવું,
  જે જવાનું હોય તે તો જાય છે.

  હોય ઘરનાં તો હ્રદય ખાલી કરું,
  પારકાંને ક્યાં બધું કહેવાય છે ?

  જવાબ આપો
 • 13. zenithsurti  |  ઓક્ટોબર 26, 2009 પર 10:04 એ એમ (am)

  હોય ઘરનાં તો હ્રદય ખાલી કરું,
  પારકાંને ક્યાં બધું કહેવાય છે ?

  અતી સુંદર રચના સાહેબ.. જીવનનો સાચો મર્મ સમાજાય છે..

  “ખુદને ભૂલી, ખુદથી દૂર જાવું ક્યાં,
  ભૂલી કાલ, “આજ” ને બોલાવું ક્યાં..”

  Zenith Surti
  http://gujjuzen.blogspot.com/
  http://zenithsurti17.wordpress.com/

  જવાબ આપો
 • 14. P Shah  |  ઓક્ટોબર 26, 2009 પર 9:43 પી એમ(pm)

  વાહ ! સરસ ગઝલ થઈ છે.
  આ બે શેર ખૂબ ગમ્યા-
  આપણે તો હોય રોકી રાખવું,
  જે જવાનું હોય તે તો જાય છે.
  હોય ઘરનાં તો હ્રદય ખાલી કરું,
  પારકાંને ક્યાં બધું કહેવાય છે ?
  અભિનંદન !

  જવાબ આપો
 • 15. Kirtikant Purohit  |  ઓક્ટોબર 27, 2009 પર 9:42 પી એમ(pm)

  સરસ ભાવવાહી ગઝલ.હું ઉપરના સૌ સન્મિત્રો સાથે સહમત થાઉં છું.

  જવાબ આપો
 • 16. વિવેક ટેલર  |  ઓક્ટોબર 28, 2009 પર 5:48 પી એમ(pm)

  સુંદર રચના… માણવી ગમી…

  જવાબ આપો
 • 17. વર્ષા બારોટ  |  ઓક્ટોબર 29, 2009 પર 6:30 પી એમ(pm)

  હોય ઘરનાં તો હ્રદય ખાલી કરું,
  પારકાંને ક્યાં બધું કહેવાય છે ? wah ! sundar sher !

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
ઓક્ટોબર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: