બાવાના તો બંને બગડ્યા

સપ્ટેમ્બર 26, 2009 at 2:05 એ એમ (am) 16 comments

પોતાના એક નાનકડા ઘર-સંસારનો ત્યાગ કરી ને ઘણાખરા સાધુ-સન્યાસી મોટા વિશાળ ભક્ત સમુદાય- સંપ્રદાય-મઠ-આશ્રમ જેવા સંસાર વસાવે છે. એ હકીકતને અનુલક્ષીને એક પંક્તિ સૂઝીઃ ‘છોડ્યા થોડા, ઝાઝા પકડ્યા’ અને આ પંક્તિની આંગળી ઝાલીને પાંચ શેરની એક ‘હઝલ’નો જન્મ થયો તે આપ સૌ મિત્રો સમક્ષ આપના પ્રતિભાવોની અપેક્ષા સાથે આ બ્લોગ ના માધ્યમથી રજુ કરું છું.

છોડ્યા થોડા,ઝાઝા પકડ્યા
બાવાના તો બંને બગડ્યા.

બિલ્લીને તો જલ્સા છે ભૈ,
બંદર બંદર છોને ઝગડ્યા.

‘મા’ના મોતે રડ્યો નહિ પણ,
પોક મૂકી જો શેરો ગગડ્યા.

લાંબી ટૂંકી કરવામાં તો,
ભઈના વાજાં હજી ના વગડ્યા.

‘મન’ની તો કાળાશ મટી ના,
સાબુ પાણી ખાસ્સા રગડ્યા.

Advertisements

Entry filed under: મારી રચનાઓ, હઝલ.

વાત જે વર્ષો સુધી કહેવાઈ ના સાલ મુબારક

16 ટિપ્પણીઓ Add your own

 • 1. દક્ષેશ  |  સપ્ટેમ્બર 26, 2009 પર 3:31 એ એમ (am)

  ‘મન’ની તો કાળાશ મટી ના,
  સાબુ પાણી ખાસ્સા રગડ્યા.

  મનમાં છુપાયેલ કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે માનવને કાળાં કામ કરાવે છે. મનના એ મેલને ધોવા તો જ્ઞાનનો, જાગૃતિનો સાબુ જોઈએ. બાકી આમ સાબુ રગડ્યા જ કરો શું ફેર પડે ?? ખરુંને ?
  સુંદર અર્થસભર હઝલ.

  જવાબ આપો
 • 2. nilam doshi  |  સપ્ટેમ્બર 26, 2009 પર 7:46 એ એમ (am)

  ખૂબ સરસ અને સાવ સાચી વાત… સંસારની માયા છોડવા માટે બીજા સંસારમાં પ્રવેશી ત્યાં નવેસરથી એ જ બધું…..પ્રકાર બદલાય….બાકી કશું નહીં.

  અભિનંદન….સુંદર હઝલ…

  જવાબ આપો
 • 3. Jignesh Adhyaru  |  સપ્ટેમ્બર 26, 2009 પર 9:13 એ એમ (am)

  છોડ્યા થોડા,ઝાઝા પકડ્યા
  બાવાના તો બંને બગડ્યા.

  બિલ્લીને તો જલ્સા છે ભૈ,
  બંદર બંદર છોને ઝગડ્યા.

  khub saras….. ane etlij arthsabhar….

  જવાબ આપો
 • 4. Pinki  |  સપ્ટેમ્બર 26, 2009 પર 9:16 એ એમ (am)

  mast….. !!

  maja avi gai … !!

  જવાબ આપો
 • 5. Nilesh Vyas  |  સપ્ટેમ્બર 26, 2009 પર 10:05 એ એમ (am)

  Wahh… majja avi gai !!

  lamba samaya bad ek sundar HAZAL manva mali !

  જવાબ આપો
 • 6. વિવેક ટેલર  |  સપ્ટેમ્બર 26, 2009 પર 12:06 પી એમ(pm)

  સરસ રચના…

  જવાબ આપો
 • 7. 'ISHQ'PALANPURI  |  સપ્ટેમ્બર 26, 2009 પર 2:26 પી એમ(pm)

  ગઝલ સ્વરુપમાં આટલા ગંભીર લાગતા મન સાહેબ આ રીતે હાસ્ય પણ ઉપજાવી શકે તે જાણીને આનંદ થયો ,સરસ હઝલ ! તમારો આ નવો મીજાઝ ગમ્યો.
  ‘મન’ની તો કાળાશ મટી ના,
  સાબુ પાણી ખાસ્સા રગડ્યા.
  i like most

  જવાબ આપો
 • 8. Harnish Jani  |  સપ્ટેમ્બર 26, 2009 પર 7:42 પી એમ(pm)

  મા’ના મોતે રડ્યો નહિ પણ,
  પોક મૂકી જો શેરો ગગડ્યા.
  Aa Vaat Gami.
  Tamati Gazal ma Hasys saathe Gambhirta pan ghhe.
  Keep it up.

  જવાબ આપો
 • 9. Kirtikant Purohit  |  સપ્ટેમ્બર 26, 2009 પર 9:56 પી એમ(pm)

  હઝલ લખવી સહેલી વાત નથી અને તમે એમાં બરાબર પાર ઉતર્યા છો તેનો મિત્ર તરીકે આનંદ છે.સરસ વિધાયક રચના.

  જવાબ આપો
 • 10. Dilip Gajjar  |  સપ્ટેમ્બર 27, 2009 પર 2:27 એ એમ (am)

  તમે સરસ વાત કરી મત્લા અને મક્તા બંને કમાલ છે..મનનો મેલ પણ સાફ ન થયો અને છોડવા જતા પકડવા વધુ પકડાયા…આસક્તિમા સપડાયા..વધુ હઝલ આવવા દેજો હવે…

  જવાબ આપો
 • 11. પંચમ શુક્લ  |  સપ્ટેમ્બર 27, 2009 પર 9:51 પી એમ(pm)

  હળવી બાનીમાં ગંભીર વાત. જો કે આને હું હઝલ કરતાં ગઝલ કહેવાનું જ વધુ પસંદ કરીશ.

  જવાબ આપો
 • 12. NARENDRA JAGTAP  |  સપ્ટેમ્બર 27, 2009 પર 10:24 પી એમ(pm)

  ખુબજ મઝાની હઝલ થઈ..સહજ હળવાશ ની સાથે શબ્દ ગાઁભીર્ય પણ મેળ્ બઁધ છે.વાહ વાહ ધન્યવાદ ..

  જવાબ આપો
 • 13. himanshupatel555  |  સપ્ટેમ્બર 29, 2009 પર 9:06 એ એમ (am)

  you are serious and sarcastic at the same time, and that is an art.
  you handled that carefully.great.

  જવાબ આપો
 • 14. દિનકર ભટ્ટ  |  સપ્ટેમ્બર 30, 2009 પર 4:40 પી એમ(pm)

  મન’ની તો કાળાશ મટી ના,
  સાબુ પાણી ખાસ્સા રગડ્યા.

  સુંદર, બાપુ ઘણી સુંદર રચના

  જવાબ આપો
 • 15. pragna  |  ઓક્ટોબર 9, 2009 પર 1:48 પી એમ(pm)

  વાહ, મજા આવી ગઈ.

  મજાની રચના !

  મા’ના મોતે રડ્યો નહિ પણ,
  પોક મૂકી જો શેરો ગગડ્યા

  પ્રજ્ઞા

  જવાબ આપો
 • 16. પ્રવિણ કે.શ્રીમાળી  |  ઓક્ટોબર 13, 2009 પર 3:03 પી એમ(pm)

  તમે ખુબ જ સુંદર અને સચોટ વાત કરી. મઠ અને આશ્રમો બાંધી જમીન સંપાદન કરી અને સેવકો-ભકતો ની ફોજ ઊભી કરીને, બધા જ ભૌતિક સુખ સગવડ અને સુવિધાઓ ભોગવનાર અને આ આખા સેવકો અને આશ્રમનો વહીવટ સંભાળનાર ઘર સંસારને મોહ માયા કહીને સંસાર છોડનારાએ શું સાચા અર્થમાં માયા છોડી કહેવાય! અને લોકો તેને પૂજે, નમે છે. આનાથી મોટી આપણી ભારતીય પ્રજાની મુર્ખતા કહી હોઈ શકે?!…

  મારી વાત મારા બ્લોગ “કલમપ્રસાદી” પર આ અછાંદસ માં વાંચોઃ માયા નો આડંબર

  સંસાર નો ત્યાગ કરી, ભગવા ધારણ કર્યાં
  ને આલિશાન મંદિર અને આશ્રમ બંધાવ્યાં

  વૈભવ અને સુવિધાઓ વધ્યાં
  ભકતો અને સેવકો વધ્યાં

  ‘સંસાર એક માયા અને ભૌતિક સુખ એ બધું નાશવંત’
  એ.સી. ની ઠંડક માં ઉપદેશ આપ્યાં

  મંદિર, આશ્રમ ને ભકતો ના વહીવટ હાથે ધરયાં
  સંસારની નાની માયામાંથી મોટી માયામાં ફસાયાં

  હૈ મહાત્માજી, પૂછે આ પામર જીવ એક સવાલ
  સંસાર એ માયા અને આ બધું શું ?!!…

  – પ્રવિણ કે.શ્રીમાળી>More…

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
સપ્ટેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: