વાત જે વર્ષો સુધી કહેવાઈ ના

સપ્ટેમ્બર 15, 2009 at 8:52 એ એમ (am) 15 comments

વાત જે વર્ષો સુધી કહેવાઈ ના,
કેમ જાણે આજ એ રોકાઈ ના !

જે હતી કાલે દશા આજે ય છે,
કેમ એ પહેલાં તને દેખાઈ ના?

હું તને મારો ગણી રાજી થતો,
કોઈનાથી એ ખુશી સહેવાઈ ના.

આ નજરથી હું જગત જોતો રહ્યો,
પણ મને એની લીલા સમજાઇ ના.

‘મન’ વગર તો માળવે પહોંચાય શું ?
એની સમજમાં આવી આ સચ્ચાઇ ના

Advertisements

Entry filed under: ગઝલ, મારી રચનાઓ.

તારી દુવાઓ બાવાના તો બંને બગડ્યા

15 ટિપ્પણીઓ Add your own

  • 1. sapana  |  સપ્ટેમ્બર 15, 2009 પર 9:16 એ એમ (am)

    Manharbhai,
    khub saras gazal thai Che.

    Sapana

    જવાબ આપો
  • 2. પ્રવિણ કે.શ્રીમાળી  |  સપ્ટેમ્બર 15, 2009 પર 3:30 પી એમ(pm)

    Very Nice

    એક ખુબ જ સરસ ગઝલ !!
    એક એક શેર ચોટદાર…

    keep it…write it..

    મારા બ્લોગની મુલાકાત લેશો તમને જરૂરથી તે ગમશેઃ તાજા કલમ, [red]ધરી દઉં![/red] તમને આ ગઝલ જરૂરથી ગમશે.

    જવાબ આપો
  • 3. Pancham Shukla  |  સપ્ટેમ્બર 15, 2009 પર 3:48 પી એમ(pm)

    Nice Gazal.

    જવાબ આપો
  • 4. Dilip Gajjar  |  સપ્ટેમ્બર 15, 2009 પર 10:32 પી એમ(pm)

    આ નજરથી હું જગત જોતો રહ્યો,
    પણ મને એની લીલા સમજાઇ ના.
    ખુબ સુંદર ગઝલ,
    મનથકી કંઈ કેટલું કહેવાઈ છે

    જવાબ આપો
  • 5. ડૉ.મહેશ રાવલ  |  સપ્ટેમ્બર 15, 2009 પર 11:42 પી એમ(pm)

    વાહ મનહરભાઈ,
    સરસ ગઝલ થઈ છે-અભિનંદન.
    પ્રથમ પંક્તિમાં,કેમ જાણે આજ એ રોકાઈ ના !
    ને બદલે, જો મેં લખી હોય તો-કોણ જાણે આજ એ રોકાઈ ના -એમ લખ્યું હોત!
    યોગ્ય જણાય તો વિચારવા જેવું ખરૂં કે નહીં?

    જવાબ આપો
  • 6. 'ISHQ'PALANPURI  |  સપ્ટેમ્બર 16, 2009 પર 5:32 પી એમ(pm)

    સરસ ગઝલ ! તખ્ખલુસ નો વિનિયોગ તો કોઈ તમારાથી જ શીખે !
    મનભર માણવી ગમે એવી ગઝલ

    જવાબ આપો
  • 7. NARENDRA JAGTAP  |  સપ્ટેમ્બર 17, 2009 પર 9:52 પી એમ(pm)

    જે હ્તી મારી દ્શા….આ અઁતરો મને ગમ્યો ..બાકી ગઝલ ઘણી ગમી.મનહર નામ તમારુ ના હોત તો “મન” નુ શુ થાત ?મઝા આવી.

    જવાબ આપો
  • 8. sudhir patel  |  સપ્ટેમ્બર 18, 2009 પર 5:04 એ એમ (am)

    Enjoyed your nice gazal!
    Sudhir Patel.

    જવાબ આપો
  • 9. pragnaju  |  સપ્ટેમ્બર 18, 2009 પર 9:47 એ એમ (am)

    સરસ ગઝલ
    આ નજરથી હું જગત જોતો રહ્યો,
    પણ મને એની લીલા સમજાઇ ના.

    ‘મન’ વગર તો માળવે પહોંચાય શું ?
    એની સમજમાં આવી આ સચ્ચાઇ ના
    માણવી ગમે

    જવાબ આપો
  • 10. વિવેક ટેલર  |  સપ્ટેમ્બર 18, 2009 પર 12:04 પી એમ(pm)

    -સુંદર ગઝલ…

    ‘મન’ વગર તો માળવે પહોંચાય શું ?
    એની સમજમાં આવી આ સચ્ચાઇ ના

    – સાની મિસરાના પ્રારંભે એક ગુરુ વધારાનો નથી?

    જવાબ આપો
    • 11. manharmody  |  સપ્ટેમ્બર 19, 2009 પર 3:31 પી એમ(pm)

      સાચી વાત છે, વિવેકભાઈ. ખરેખર એ મિસરા પહેલાં આમ બન્યો હતો ઃ
      ” નાસમજ ને વાત એ સમજાઈ ના ” પરંતુ ‘સમજાઈ ‘ કાફિયાનો ઉપયોગ આગલા શેર માં કરી દિધો હતો એટલે પુનરાવર્તન ટાળવા નવો મિસરા આ પ્રમાણે લખ્યો.

      ધ્યાનપૂર્વક મારી ગઝલ વાંચીને ધ્યાન દોરવા માટે આભાર.આ રીતે જ નજર રાખતા રહેજો.

      જવાબ આપો
  • 12. Pinki  |  સપ્ટેમ્બર 18, 2009 પર 2:53 પી એમ(pm)

    saras…. !!

    જવાબ આપો
  • 13. Gaurang Thaker  |  સપ્ટેમ્બર 18, 2009 પર 7:55 પી એમ(pm)

    khub j saras gazal….waah…

    જવાબ આપો
  • 14. himanshupatel555  |  સપ્ટેમ્બર 23, 2009 પર 5:36 એ એમ (am)

    it is a good reading in it’s very simple diction,you have achieved
    the depth in simplysity of colloquial language.

    જવાબ આપો
  • 15. devikadhruva  |  સપ્ટેમ્બર 25, 2009 પર 7:33 પી એમ(pm)

    આ નજરથી હું જગત જોતો રહ્યો,
    પણ મને એની લીલા સમજાઇ ના….
    સુંદર ગઝલ..

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

  • 7,468 hits
સપ્ટેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: