તારી દુવાઓ

ઓગસ્ટ 22, 2009 at 2:37 એ એમ (am) 12 comments

હવે એવી અસર ક્યાંથી કરે તારી દુવાઓ !
ધરાવે છે કશી ઇર્ષા હવે તારી દુવાઓ.

નથી પહેલાં સમી તારી અમીભર આંખડી પણ,
જમાનો જોઈને કરવટ ફરે તારી દુવાઓ.

કહો કે ના કહો, એ વાતમાં કંઇ તથ્ય તો છે,
નહીં તો કેમ ખાલી જાય છે તારી દુવાઓ !

ખુદા પણ જો ભળી જાયે હરીફોમાં પછી તો,
બિચારી કેટલે પહોંચી શકે તારી દુવાઓ.

નથી પડતું કદી સીધું હવે એકેય પાસું,
મનો’મન’ તું તપાસી લે ભલે તારી દુવાઓ.

Advertisements

Entry filed under: ગઝલ, મારી રચનાઓ.

ગઝલનો તાલ વાત જે વર્ષો સુધી કહેવાઈ ના

12 ટિપ્પણીઓ Add your own

 • 1. sapana  |  ઓગસ્ટ 22, 2009 પર 2:56 એ એમ (am)

  Nice One
  Sapana

  જવાબ આપો
 • 2. Pancham Shukla  |  ઓગસ્ટ 22, 2009 પર 3:14 એ એમ (am)

  Nice Gazal.

  કહો કે ના કહો, એ વાતમાં કંઇ તથ્ય તો છે,
  નહીં તો કેમ ખાલી જાય છે તારી દુવાઓ !

  જવાબ આપો
 • 3. ડો.મહેશ રાવલ  |  ઓગસ્ટ 22, 2009 પર 11:21 પી એમ(pm)

  વાહ જનાબ!
  બધા જ શૅર અસલ પરંપરાના મિજાજના થયાં છે.
  સરસ.

  જવાબ આપો
 • 4. 'ISHQ'PALANPURI  |  ઓગસ્ટ 23, 2009 પર 3:14 પી એમ(pm)

  ‘મન’ સાહેબ તમે તો બ્લોગ જગતમાં છવાતા જાઓ છો !!
  બધા જ શેર સરસ થયા છે!
  ખુદા પણ જો ભળી જાયે હરીફોમાં પછી તો,
  બિચારી કેટલે પહોંચી શકે તારી દુવાઓ.

  આફ્રીન !! વાહ!

  જવાબ આપો
 • 5. Kirtikant Purohit  |  ઓગસ્ટ 25, 2009 પર 12:31 પી એમ(pm)

  હવે એવી અસર ક્યાંથી કરે તારી દુવાઓ !
  ધરાવે છે કશી ઇર્ષા હવે તારી દુવાઓ.

  નથી પહેલાં સમી તારી અમીભર આંખડી પણ,
  જમાનો જોઈને કરવટ ફરે તારી દુવાઓ.

  કહો કે ના કહો, એ વાતમાં કંઇ તથ્ય તો છે,
  નહીં તો કેમ ખાલી જાય છે તારી દુવાઓ !

  મનહરભાઇ
  ગઝલ સરસ થઇ છે છતાં એને વધુ નિખાર લાવવા.બીજી લીટી આમ કરો તો…

  ધરાવે ક્યાં કશી ઇર્ષા હવે તારી દુવાઓ
  અને
  ત્રીજો શેર સરસ થવા છતાં મારા મતે જાય છે બાકીના કાફિયાથી અલગ પડે છે. ભલે એ ટેક્નીકલી ખોટું ન હોય.પણ આવું કંઇ વિચારી શકાય.

  નહીં તો કેમ અહિં ખાલી ઠરે તારી દુવાઓ.

  આ મારો નીજી મત છે.અન્યથા ગઝલ સુંદર બની છે.

  જવાબ આપો
  • 6. manharmody  |  ઓગસ્ટ 25, 2009 પર 12:43 પી એમ(pm)

   શ્રી કીર્તિકાન્તભાઇ,

   મારી રચના રસપૂર્વક વાંચીને યોગ્ય સૂચનો કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આપના સૂચનો પ્રમાણે ફેરફાર જરૂર કરીશ.

   આ રીતે પ્રોત્સાહિત કરતા રહેશો.

   =મનહર એમ.મોદી

   જવાબ આપો
  • 7. 'ISHQ'PALANPURI  |  ઓગસ્ટ 25, 2009 પર 6:11 પી એમ(pm)

   સરસ સુચન છે આવી કીર્તીભાઈ જેવી હીંમત તથા મનહરભાઈ જેવી સહજતા દરેકે કેળવવી જોઈએ મનહરભાઇ
   કીર્તીભાઈ નું સુચન આવકારૂં છું પરંતું મનહરભાઈ નો શેર જોઈએ તો ..
   હવે એવી અસર ક્યાંથી કરે તારી દુવાઓ !
   ધરાવે છે કશી ઇર્ષા હવે તારી દુવાઓ.
   એ મુજબ તારી દુઆઓ ઈર્ષા ધરાવે છે એથીજ કદાચ પહેલાના જેવી અસર નહી કરતી હોય !
   હવે કીર્તીભાઈ નો શેર
   હવે એવી અસર ક્યાંથી કરે તારી દુવાઓ
   ધરાવે ક્યાં કશી ઇર્ષા હવે તારી દુવાઓ
   આ પ્રમાણે તો દુઆઓ ને અસર કરવા માટે ઈર્ષાનું હોવું જરુરી હોય એવું નથી લાગતું
   આપ્રમાણે કરવાથી કવિનો વિચાર બદલાઇ જતો હોય એવું નથી લાગતું?
   મને આ પ્રમાણે લાગ્યું છે બાકી આપ બંન્ને મહાનુભવો છો

   બીજું કે
   કહો કે ના કહો, એ વાતમાં કંઇ તથ્ય તો છે
   નહીં તો કેમ અહિં ખાલી ઠરે તારી દુવાઓ.
   આ સુચન તો કાબીલે દાદ છે આખી ગઝલની રોનક બદલાઈ ગઈ
   કાફિયાદોષનું નિવારણ બહું આસાનીથી થઈ ગયું
   અફસોસ કે અમારા જેવા નવોદિતોને આવા સુચન કોઈ કરતું નથી !!!

   જવાબ આપો
 • 8. himanshupatel555  |  સપ્ટેમ્બર 8, 2009 પર 6:11 એ એમ (am)

  nice ghazal..enjoying reading your creations.
  you could enjoya my creation on
  http://himanshupatel555.wordpress.com
  thank u

  જવાબ આપો
 • 9. preetam lakhlani  |  સપ્ટેમ્બર 14, 2009 પર 9:51 પી એમ(pm)

  saras Gazal, I liked each and every shers…..

  જવાબ આપો
 • 10. NARENDRA JAGTAP  |  સપ્ટેમ્બર 15, 2009 પર 10:12 પી એમ(pm)

  મનહરભાઇ અભિનંદન અને કિર્તિભાઇ જેવા વિવેચક અમને પણ મળે .ગઝલ તો લખાય પણ તેને ટપારે અને તપાસે તે પણ એટલુ જ જરુરી છે.અમેરિકા ગયા પછી ગઝલરાણી કઈ ખુબ ફળી લાગે છે.ઓલ ધ બેસ્ટ

  જવાબ આપો
 • 11. ASAL PALANPURI  |  જાન્યુઆરી 9, 2010 પર 1:52 પી એમ(pm)

  KAHO KE NA KAHO A VAAT MA KAI TATHY TO CHHE…NAHITAR AAM KHALI NAA FARE TARI DUVAAO…
  MARA MUJAB SHER HAVE SARAL BANYO 6..SHER AEVO HOY KE SPASTH ANE SADI RITE KHULE..KEM KE GHAJAL MA SAADGI THI NIKAR AAVE 6..AHI MARO AAPNE TAKOR NATHI PAN EK SHBD MATR NA UMERA THI GHAJAL KAI ALAG J RUP LE CHHE….jst mari najre aa sher aa j rup ma hovo joiye…baki sher exlnt chhe.cngrts

  જવાબ આપો
 • 12. ASAL PALANPURI  |  જાન્યુઆરી 10, 2010 પર 7:29 પી એમ(pm)

  કહો કે ના કહો, એ વાતમાં કંઇ તથ્ય તો છે,
  નહીં તો કેમ ખાલી જાય છે તારી દુવાઓ !

  NAHITAR AAM PACHHI NA FARE TARI DUVAAO…

  UNCLE AA PRAKARE JO THATU HOY TO SARAS LAGSHE..MARU MANVU CHHE OTHERWISE U R D BEST…

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
ઓગસ્ટ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: