Archive for જુલાઇ, 2009

ફારસીના બે શેર

હું અમેરીકામાં જ્યાં રહું છું તે એરિયા SOUTH BRUNSWICK માં એક લાયબ્રેરી છે. જેનું નામ SOUTH BRUNSWICK PUBLIC LIBRARY (SBPL) છે. ત્યાં થોડાંક ગુજરાતી પુસ્તકો પણ છે. તેમા સ્વ. શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહેબનું એક પુસ્તક મળ્યું, “દેશ પરદેશ “. પરદેશની લાયબ્રેરી માં આપણા ગુજરાતી લેખક્નું પુસ્તક જોવા મળે તો સ્વાભાવિક જ એક ગુજરાતી તરીકે આનંદ થાય અને તેમાં ય આ બક્ષી સાહેબ તો અમારા પાલનપુરના, હમવતન. એટલે આનંદ બેવડાઈ ગયો. પુસ્તક વાંચતાં એક લેખ નીચે તેઓશ્રીએ ફારસીના બે શેર ગુજરાતી તરજૂમા સાથે મૂક્યા હતા તે ગમી ગયા એટલે આપ સૌની સાથે share કરવા અહીં મૂકું છું.

ફારસી કવિ “હાફિઝ” શિરાઝીના “ફાલનામા” (ભવિષ્યવાણી)માંથી બે શેર ઃ

અબલહનરા હમા શરબત ઝે ગુલાબો કંદસ્ત
ક્રુતે દન હમ અઝ ખૂને જિગર ભી બિનમ

(અર્થ ઃ મૂર્ખ અને નાલાયક લોકોને સ્વાદિષ્ટ ભોજન અને શરબત મળી રહ્યાં છે, જ્યારે વિદ્વાન અને લાયક લોકોને હું પોતાના જિગરનું લોહી પીતાં જોઇ રહ્યો છું)

-અસ્પેતાઝી શુદેહ મજરૂહ બઝીરે પાલાં
તોકે ઝરી હમાદર ગર્દને ખર બી નમ

(અર્થ ઃ તુર્ક નસ્લનો જાતવાન ઘોડો ચાબૂકના મારથી જખમી થયો છે, જ્યારે ગધેડાના ગળામાં જરીના પટ્ટા જોઇ રહ્યો છું.)

Advertisements

જુલાઇ 27, 2009 at 7:29 પી એમ(pm) 6 comments

કહે શું, કરે શું !

કહે શું, કરે શું !
ભરોસો રહે શું !

અલગ છે જગતથી
હસે કે રડે શું !

ધરી મૌન બેઠા
ખબર પણ પડે શું !

શુકન અપશુકન પણ
ખરેખર નડે શું ?

સમી સાંજે સૂરજ
ઉગે તે બને શું ?

પતંગા બળે તો,
શમા ના જલે શું !

વગર ‘મન’ની પૂજા
કરે- ના કરે શું !

જુલાઇ 7, 2009 at 7:29 પી એમ(pm) 9 comments

ખલીલ સાહેબના ઉર્દુ શેર

શુદ્ધ ગુજરાતીમાં સમજાવું છું હું,
તો ય ના સમજાય તો કહેજે મને.

ખલીલ સાહેબ ગુજરાતીમાં તો સમજાવે છે જ પણ ઉર્દુમાં પણ એટલું જ સરસ સમજાવે છે. જુઓ આ એક ઉર્દુ શેર ;

અબ મૈં રાશનકી કતારોંમેં નજર આતા હું,
અપને ખેતોંસે બિછડનેકી સજા પાતા હું.

આ ઉર્દુ શેર આપણા લાડીલા ગુજરાતી શાયર શ્રી ‘ખલીલ’ ધનતેજવી સાહેબની ઉર્દુ ગઝલનો છે. અને આ ગઝલને પ્રસિદ્ધ ગઝલ ગાયક જગજીતસીંઘે પોતાના મધુર અવાજથી શણગારી છે

આજે આપણા આ ગુજરાતી શાયરની ઉર્દુ ગઝલોના કેટલાક ચુનંદા શેર આપ સૌની સેવામાં રજુ કરવાની ઇચ્છા છે.

સિર્ફ મંઝીલ હી હમે અચ્છી લગી ઐસા નહીં
હમસફર અચ્છે મિલે તો રાસ્તે અચ્છે લગે.
0
મૈં સોચું હમ દોનોં મિલકર બાગ બનાયે આંગનમેં,
વો આંગન કે ટૂકડે કરને ફિરતા હૈ દિવાર લીયે.
00
માના કિ જિંદગી સે બહુત પ્યાર હૈ મગર,
કબ તક રખોગે કાંચ કા બરતન સંભાલ કે!
000
મૈં અપને ઘરકી યૂં તન્હાઈયાં સંવારુંગા,
તમામ આઇને દિવારસે ઉતારુંગા.
0000
દૌલત બટી તો ભાઇયોંકા દિલભી બંટ ગયા,
જો પેડ મેરે હિસ્સેમેં આયા, વો ભી કટ ગયા.
00000

જુલાઇ 1, 2009 at 2:55 એ એમ (am) 4 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

  • 7,729 hits
જુલાઇ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031