પીછાણ પુરાણી

જૂન 24, 2009 at 1:31 પી એમ(pm) 9 comments

સ્કુલ કે કોલેજમાં સાથે ભણેલ બે મિત્રો વર્ષો પછી અચાનક મળી જાય ત્યારે બંનેના ચહેરા ઉપર વર્ષોની પરતો ચડી ગઈ હોય એટલે એકદમ ઓળખી શકાય નહી પરંતુ જ્યારે બંનેની આંખો ટકરાય અને તારા મૈત્રક રચાય ત્યારે ચહેરા ઉપર વર્ષોની ચડેલી પરતો એક પછી એક ઉતરવા માંડે છે અને ૫૫-૬૦ ના ચહેરાની પાછળ ઢંકાયેલો અસલ ચહેરો છતો થઈ જાય છે. બંનેની આંખો માં પુરાણી પીછાણ તગતગવા માંડે અને યાદોના ગુલાબ મઘમઘવા માંડે છે તેવો ભાવ રજુ કરતી મારી એક ગઝલ પ્રસ્તુત છે.

પીછાણ બહુ પુરાણી આંખોમાં તગતગે છે,
યાદોની ક્યારીઓ માં ગુલાબ મઘમઘે છે.

વર્ષો વિત્યા મળ્યાને પણ કાલ જેવું ભાસે,
ભેટ્યા હતા પરસ્પર, ગરમાટ રગરગે છે.

ભૂલી ગયો છું એને, હું એવું માનતો’તો ;
નો’તી ખબર કે ભીતર તણખાઓ ધગધગે છે.

અંધકારમાં વિરહના દીપ યાદનો જલે છે,
જાણે અમાસી રાતે એક તારો ઝગમગે છે.

તારી જુની ગલીમાં તું ક્યાં હવે રહે છે ?
ત્યાંથી ગુજરતાં તો યે “મન” શાને ડગમગે છે?

Advertisements

Entry filed under: ગઝલ, મારી રચનાઓ.

ગઝલ- મારું ઘર ક્યાં છે ? ખલીલ સાહેબના ઉર્દુ શેર

9 ટિપ્પણીઓ Add your own

 • 1. Kirtikant Purohit  |  જૂન 24, 2009 પર 5:32 પી એમ(pm)

  સરસ.

  પીછાણ ગરમાટ નવા શબ્દો છે ગઝલમાં.

  જવાબ આપો
 • 2. 'ઈશ્ક'પાલનપુરી  |  જૂન 24, 2009 પર 5:53 પી એમ(pm)

  સરસ ગઝલ !

  અંધકારમાં વિરહના દીપ યાદનો જલે છે,
  જાણે અમાસી રાતે એક તારો ઝગમગે છે.

  તારી જુની ગલીમાં તું ક્યાં હવે રહે છે ?
  ત્યાંથી ગુજરતાં તો યે “મન” શાને ડગમગે છે
  બહુત ખુબ મન સાહેબ ,

  જવાબ આપો
 • 3. Mayur Prajapati  |  જૂન 24, 2009 પર 8:44 પી એમ(pm)

  ભૂલી ગયો છું એને, હું એવું માનતો’તો ;
  નો’તી ખબર કે ભીતર તણખાઓ ધગધગે છે.

  Nice line…..

  http://www.aagaman.wordpress.com

  Mayur Prajapati

  જવાબ આપો
 • 4. પંચમ શુક્લ  |  જૂન 25, 2009 પર 6:54 પી એમ(pm)

  ઉમદા ગઝલ. મનહર શબ્દોની ગૂંથણીથી ગઝલ મહેકી ઊઠે છે.

  જવાબ આપો
 • 5. N.S.JAGTAP  |  જૂન 27, 2009 પર 11:28 એ એમ (am)

  AA gazal thi mara jetlu parichit kaun hashe ? Kharekhar aa gazal atli sari lakhani chhe k n puchho.Bas tamne khub sara vicharo aave ane chhu jay tevi gazal lakho.

  જવાબ આપો
 • 6. વિવેક ટેલર  |  જુલાઇ 1, 2009 પર 11:29 એ એમ (am)

  વર્ષો વિત્યા મળ્યાને પણ કાલ જેવું ભાસે,
  ભેટ્યા હતા પરસ્પર, ગરમાટ રગરગે છે.

  – શું શેર થયો છે !

  રગરગે જેવો અદભુત કાફિયો અને કેવી સહજતાથી અને અસરકારતાથી પ્રયોજાયો છે !

  જવાબ આપો
 • 7. sapana  |  જુલાઇ 2, 2009 પર 7:45 એ એમ (am)

  Very nice gazal Manharbhai.

  Maja aavi!

  જવાબ આપો
 • 8. deepak parmar  |  જુલાઇ 9, 2009 પર 11:15 એ એમ (am)

  all sher are superb…
  too good … sachej maaza aavi gayee

  જવાબ આપો
 • 9. દિનકર ભટ્ટ  |  જુલાઇ 12, 2009 પર 12:06 પી એમ(pm)

  તારી જુની ગલીમાં તું ક્યાં હવે રહે છે ?
  ત્યાંથી ગુજરતાં તો યે “મન” શાને ડગમગે છે?

  વાહ…વાહ.. ખરેખર સુંદર રચના, અને તેમાંય આ કડી તો અફલાતુન.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
જૂન 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
    જુલાઈ »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: