ગઝલ- મારું ઘર ક્યાં છે ?

જૂન 15, 2009 at 1:41 પી એમ(pm) 9 comments

ગઝલની ફિતરત-ખાસિયત છે કે દરેક શેર માં સ્વતંત્ર ભાવ- અલગ મિજાજ હોય. એવી એક ગઝલ પેશે-ખિદમત છે. સામાન્ય રીતે મને ગઝલ પૂરી કરવામાં/લખવામાં દિવસો અને ઘણી વખત તો મહિનાઓ વીતી જાય છે. પરંતુ પ્રસ્તુત ગઝલ અમદાવાદથી પાલનપુર ની ટ્રેઈન સફરમાં એકી બેઠકે લખાયેલી. આ ગઝલ લઈને જ્યારે શબ્દ સાધના ની રવિસભાની બેઠક માં ગયેલો ત્યારે શ્રી મહેશભાઈ મકવાણા (પ્રિન્સિપાલ, બી.કે.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,પાલનપુર) એ આ ગઝલ વાંચી ને તેમના સુમધુર કંઠે ‘ બહારોં ફૂલ બરસાઓ ‘ ની તર્જ માં ગાઈ સંભળાવેલી અને રવિસભાના સભ્યોની ખૂબ દાદ મેળવેલી. આપ પણ ગુનગુનાવી જોજો અને આપનો અનુભવ અને મૂલ્યવાન અભિપ્રાય જણાવશો.

ગઝલ- મારું ઘર ક્યાં છે ?

ભટકવામાં હવે ભૂલી ગયો છું મારું ઘર કયાં છે !

બતાવે રાહ, ઝાલી હાથ એવો રાહબર ક્યાં છે !

મને એની ખબર ના પૂછશો થોડી દયા રાખી,

હવે એની ખબર તો શું, મને મારી ખબર ક્યાં છે !

મને દફનાવવાની એમને શાની ઉતાવળ છે ?

જરા પૂછી તો લેવા દો, ભલા મારી કબર ક્યાં છે!

હવે આવી ગયા છો તો કરી લો રાતવાસો પણ;

ફરી મળવા સુધીની રાહ જોવાની સબર ક્યાં છે!

વિનંતિ એમને ‘મન’ થી કરું છું એટલી હું તો,

જરા એ તો કહો મારી મહોબ્બતમાં કસર ક્યાં છે!

Advertisements

Entry filed under: ગઝલ, મારી રચનાઓ.

મંગલ પ્રારંભ પીછાણ પુરાણી

9 ટિપ્પણીઓ Add your own

 • 1. 'ISHQ'PALANPURI  |  જૂન 15, 2009 પર 3:43 પી એમ(pm)

  wah wah !!
  saras gazal ! kabile dad !,kabile tarif

  વિનંતિ એમને ‘મન’ થી કરું છું એટલી હું તો,
  જરા એ તો કહો મારી મહોબ્બતમાં કસર ક્યાં
  pls aa sher ma ‘chhe ?’ type mistake thi rahi gayel chhe to sudhari lesho

  જવાબ આપો
  • 2. manharmody  |  જૂન 15, 2009 પર 5:22 પી એમ(pm)

   thanks Ishq saheb.

   i have corrected it.

   જવાબ આપો
 • 3. પંચમ શુક્લ  |  જૂન 15, 2009 પર 10:21 પી એમ(pm)

  સુંદર ગઝલ. અસલના પરંપરાગત મિજાજમાં.

  જવાબ આપો
 • 4. વિવેક ટેલર  |  જૂન 16, 2009 પર 11:51 એ એમ (am)

  સુંદર ગઝલ… બધા શેર સરસ થયા છે…

  જવાબ આપો
 • 5. Pinki  |  જૂન 19, 2009 પર 11:46 એ એમ (am)

  waah !!

  v.nice……

  જવાબ આપો
 • 6. વર્ષા બારોટ  |  જૂન 19, 2009 પર 6:58 પી એમ(pm)

  આદરણીય પરમ શ્રધ્ધેય ‘મન’સાહેબ આપનો બ્લોગ જોયો .બ્લોગ વાંચતા જ થયું કે જાણે આપ અમારી સન્મુખ ના બેઠા હો!ખરેખર આ ગઝલ નખશીખ સુંદર થઈ છે.એમાંય આ શેર તો મને વિશેષ ગમ્યો .

  વિનંતિ એમને ‘મન’ થી કરું છું એટલી હું તો,
  જરા એ તો કહો મારી મહોબ્બતમાં કસર ક્યાં છે!

  જવાબ આપો
 • 7. KETAN  |  જૂન 21, 2009 પર 1:14 પી એમ(pm)

  khub sundar gazal che

  જવાબ આપો
 • 8. Mayur Prajapati  |  જૂન 24, 2009 પર 8:47 પી એમ(pm)

  khub j saras !

  જવાબ આપો
 • 9. Health Care Tips  |  જુલાઇ 4, 2009 પર 5:43 પી એમ(pm)

  Respected Sir,

  After read it,also shared with mine others “Gazal-Lovers” friends from Junagadh.

  All admire lots for it.Also “Thank Full” for you.

  -Prof. Navneet Desai
  Commerce College,Junagadh

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
જૂન 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
    જુલાઈ »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: