મંગલ પ્રારંભ

જૂન 14, 2009 at 4:05 પી એમ(pm) 18 comments

આજે તારીખ છે ૧૪ જુન્ ૨૦૦૯. આજથી ૬૧ વર્ષ પહેલાં આજ દિવસે આ જગત માં મારું અવતરણ થયું હતું. અને આજે ૬૧મા વર્ષે બ્લોગ જગત માં હું અવતરણ પામી રહ્યો છું.

પરમ ક્રુપાળુ પરમાત્માની પરમક્રુપાથી કોઈ પણ વ્યક્તિ સામાન્યરીતે જે અપેક્ષા રાખે તે બધું જ મને પ્રાપ્ત થયું છે. એ જગતનિયંતા ઈશ્વરનો આભાર વ્યક્ત કરવા એના અસ્તિત્વ અને એના નિર્ણયોમાં અતૂટ શ્રદ્ધા દર્શાવતી મારી છેલ્લામાં છેલ્લી લખાયેલી એક ગઝલથી આ બ્લોગનો મંગલ પ્રારંભ કરુ છું .

એના ભરોસે…..

એના ભરોસે આવ, બસ એના ભરોસે,

હંકાર તારી નાવ, બસ એના ભરોસે.

લઈ જઈ શકો ના કાંઇ પણ બીજું અહીંથી;

સારાં કરમ લઈ જાવ, બસ એના ભરોસે.

એની હકીકત્, એ કહાણી, એ જ વાતો;

એનાં જ ગુણલાં ગાવ, બસ એના ભરોસે.

છોડ્યું બધું અભિમાન જઈ એના શરણમાં;

છું બેફિકર હું સાવ, બસ એના ભરોસે.

જે પણ થયું સારૂં થયું, સારૂં જ થાશે;

‘મન’માં ભરી લો ભાવ, બસ એના ભરોસે.

Advertisements

Entry filed under: ગઝલ, મારી રચનાઓ. Tags: .

ગઝલ- મારું ઘર ક્યાં છે ?

18 ટિપ્પણીઓ Add your own

 • 1. vijayshah  |  જૂન 14, 2009 પર 4:57 પી એમ(pm)

  janmadin ane blog janmadin Mubarak ho

  જવાબ આપો
 • 2. 'ISHQ'PALANPURI  |  જૂન 14, 2009 પર 6:41 પી એમ(pm)

  ‘મન’પાલનપુરી સાહેબ તમારા ૬૧ મા જન્મદિવસે ખુબ ખુબ શુભેચ્છાઓ!!અભિનંદન
  મને તમારા શબ્દો માં જ કહેવાનું મન થાય કે

  એના ભરોસે આવ, બસ એના ભરોસે,
  હંકાર તારી નાવ, બસ એના ભરોસે.

  સુફી મિઝાજ ની બહું સરસ ગઝલ

  જવાબ આપો
  • 3. manharmody  |  જૂન 14, 2009 પર 9:55 પી એમ(pm)

   આભાર, ઇશ્ક પાલનપુરી. તમારા પ્રત્યુત્તરની અપેક્ષા હતી જ. SSPના મિત્રો જોડે મારો બ્લોગ અને આ ગઝલ share કરશો.

   મનહર (મન પાલનપુરી)

   જવાબ આપો
 • 4. Kirtikant Purohit  |  જૂન 14, 2009 પર 10:26 પી એમ(pm)

  I appreciate and welcome you in web-world. I will be longing to read you more. God bless you and thank you.Take care.

  Wish you Many happy returns of the day too.

  જવાબ આપો
 • 5. ભરત દેસાઇ ..  |  જૂન 14, 2009 પર 11:43 પી એમ(pm)

  જે પણ થયું સારૂં થયું, સારૂં જ થાશે;

  ‘મન’માં ભરી લો ભાવ, બસ એના ભરોસે.

  મકતા ના શેર મા ગઝલનો મિજાજ ચરમસીમા પર છે
  બહુત અચ્છે…

  જવાબ આપો
 • 6. sapana  |  જૂન 14, 2009 પર 11:48 પી એમ(pm)

  જન્મ દિવસની શુભેચ્છા મનજી,

  બ્લોગ જગતમાં સ્વાગત.

  આભાર મારાં બ્લોગની મુલાકાત માટે.

  સરસ ગઝલ છે.આ પંકતિઓ ખૂબ ગમી.

  સપના

  છોડ્યું બધું અભિમાન જઈ એના શરણમાં;

  છું બેફિકર હું સાવ, બસ એના ભરોસે.

  જવાબ આપો
 • 7. Dilip Gajjar  |  જૂન 15, 2009 પર 4:37 એ એમ (am)

  જે પણ થયું સારૂં થયું, સારૂં જ થાશે;
  ‘મન’માં ભરી લો ભાવ, બસ એના ભરોસે.
  ખુબ જ સુંદર ગઝલ..બ્લોગજગતમાં આપનું સ્વાગતમ તથા ૬૧ મા આગમન દિને આનાથી રુડુ શું ?..મુસાફિર પાલનપુરીને મારી યાદ પાઠવશો ?

  જવાબ આપો
 • 8. વિવેક ટેલર  |  જૂન 15, 2009 પર 11:49 એ એમ (am)

  સાદ્યંત સુંદર ગઝલ..

  જન્મદિવસની ખૂબ ખૂબ મુબારકબાદી…

  નેટ-ગુર્જરીના વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત અને શુભકામનાઓ…

  જવાબ આપો
 • 9. Mayur Prajapati  |  જૂન 15, 2009 પર 6:59 પી એમ(pm)

  Manbhai,

  thanks to visit my blog and gives a precious comment.

  i invite to revisit my blog..

  Mayur prajapati

  જવાબ આપો
 • 10. પંચમ શુક્લ  |  જૂન 15, 2009 પર 10:25 પી એમ(pm)

  બહુધા વિષાદમય ગઝલોથી ભિન્ન. સ્વને સહજતાથી લઈ હોવાની ઉજવણી કરતી બહુ ઉમદા ગઝલ.

  જવાબ આપો
 • 11. ધવલ  |  જૂન 16, 2009 પર 5:50 એ એમ (am)

  સરસ !

  જવાબ આપો
 • 12. N.S.JAGTAP  |  જૂન 17, 2009 પર 3:09 પી એમ(pm)

  vah bhai vah chha gaye.. man mukine nav hankarbhai ame tamari sathe j chhiye tem samji nav hankar…ro bhai

  જવાબ આપો
  • 13. N.S.JAGTAP  |  જૂન 17, 2009 પર 3:13 પી એમ(pm)

   aavi j navi navi rachana o no swad karavata rahejo

   જવાબ આપો
 • 14. Pinki  |  જૂન 19, 2009 પર 11:41 એ એમ (am)

  બ્લોગજગતમાં આપનું હાર્દિક સ્વાગત …….!!

  જવાબ આપો
 • 15. dear manaharbhai  |  જુલાઇ 10, 2009 પર 6:27 પી એમ(pm)

  apni taza gazal vanchhi maza aavi. abhinandan.

  જવાબ આપો
 • 16. દક્ષેશ કોન્ટ્રાકટર  |  જુલાઇ 27, 2009 પર 7:49 પી એમ(pm)

  એના ભરોસે આવ, બસ એના ભરોસે,
  હંકાર તારી નાવ, બસ એના ભરોસે.

  સમર્પિતભાવનું શબ્દાલેખન અને આમંત્રણ સ્પર્શી ગયું.
  બ્લોગજગતમાં સ્વાગત. ક્રમશઃ આપની બધી જ રચનાઓના આસ્વાદની અપેક્ષા.

  જવાબ આપો
 • 17. imran pathan  |  ઓગસ્ટ 8, 2009 પર 11:03 એ એમ (am)

  vah asal palanpuri bahot khub

  જવાબ આપો
 • 18. aku and pappa  |  ઓગસ્ટ 26, 2009 પર 2:20 પી એમ(pm)

  khub saras.bhai tamari gazals mani ne khub anand thayo.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 12 other followers

તાજેતરની પોસ્ટ્સ

પૃષ્ઠો

Blog Stats

 • 7,737 hits
જૂન 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
    જુલાઈ »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: