વચકા અને વાંધા
March 19, 2011 at 10:48 pm 16 comments
મિત્રો,
આજે ફરી એક હળવી ગઝલ ‘વચકા અને વાંધા’ આપ સૌના સમક્ષ મૂકવાની રજા લઈ રહ્યો છું અને આપના FRANK OPINION માટે રાહ જોઉ છું.
વચકા અને વાંધા
કરમ કથની કહીને કોઈને, શું કાઢશો કાંદા ?
હસી કાઢી તમોને લોક સૌ ગણશે જરા ગાંડા !
બધા હોતા નથી જગમાં,તમારી જેમ ભોળાભટ,
ધરી મુસ્કાન હોઠો પર , તમારા ખેંચશે ટાંગા.
ઘડીભર સાથ બેસીને બની જાતા નથી મિત્રો,
તમે ગણતા હશો મિત્રો, હશે એ મારતા ફાંદા.
કરીને ડોળ મિત્રોનો, લઈને આવશે ફૂલો
જરા જોજો તમારી રાહમાં ના પાથરે કાંટા,
સમયને ઓળખી લેજો,કરી લેજો સમાધાનો,
સમય આવ્યે નથી જે ગોઠવાયા,રહી ગયા વાંઢા.
રહી ના જાય ‘મન’ની વાત બસ મનમાં દબાઈને,
કહી દો સામસામે આજ સૌ વચકા અને વાંધા.
Entry filed under: Uncategorized. Tags: .
1.
Pancham Shukla | March 19, 2011 at 11:23 pm
રહી ના જાય ‘મન’ની વાત બસ મનમાં દબાઈને,
કહી દો સામસામે આજ સૌ વચકા અને વાંધા.
Enjoyed this light Gazal/Hazal.
2.
pragnaju | March 19, 2011 at 11:27 pm
કરીને ડોળ મિત્રોનો, લઈને આવશે ફૂલો
જરા જોજો તમારી રાહમાં ના પાથરે કાંટા,
સમયને ઓળખી લેજો,કરી લેજો સમાધાનો,
સમય આવ્યે નથી જે ગોઠવાયા,રહી ગયા વાંઢા.
મઝાની વ્યંગ હળવી ગઝલ
આ વાત તો કોઇ બહુ ગમતા ના હોય તેવા સંબંધ વિકસાવવાની અને તેને જાળવી રાખવાની છે. પણ, કેટલાય સંબંધ એવા છે જે આપણે શાશ્વત હોવાનું માનીએ છીએ પણ તેમાં કયાંય કોઇ ખલેલ ના પડે તે માટે કેટલું બધું છૂપાવવું પડે છે. કેટલાં પતિ-પત્ની ખરેખર મોકળા મને, નિખાલસતાથી એકબીજાને બધે બધું કહી શકે છે. કયારેક ઘર-પરિવારના ટેન્શનની વાતો જે સહકર્મચારીઓ કે મિત્રો સાથે કરી શકતા હોઇએ તે પત્નીને કહી શકાતી નથી. પત્ની પણ જે વાત બહેનપણી કે પિયરમાં કહી શકે છે તે બધી જ પતિને કહી શકતી નથી. ચલાવી લેવું, નભાવી લેવું, સહન કરી લેવું, અણગમતી વાત છેડવી નહીં, …
આવાં સમાધાનો તો રોજના બની જાય છે.
3.
sapana | March 20, 2011 at 1:50 am
બધા હોતા નથી જગમાં,તમારી જેમ ભોળાભટ,
ધરી મુસ્કાન હોઠો પર , તમારા ખેંચશે ટાંગા.
ઘડીભર સાથ બેસીને બની જાતા નથી મિત્રો,
તમે ગણતા હશો મિત્રો, હશે એ મારતા ફાંદા.
કરીને ડોળ મિત્રોનો, લઈને આવશે ફૂલો
જરા જોજો તમારી રાહમાં ના પાથરે કાંટા,
ખરેખર હળવીગઝલ પણ જીવનની હકીકત કહી જાય છે..બધી લાઇનો ગમી આ વિષેશ ગમી..
સપના
4.
સુનીલ શાહ | March 20, 2011 at 9:56 am
સરસ મઝાની ગઝલ / હઝલ.
5.
Ashok Jani 'Anand' | March 20, 2011 at 10:07 am
વ્યંગપૂર્ણ સુંદર હઝલ….
આ શે’ર વધુ ગમ્યા….
ઘડીભર સાથ બેસીને બની જાતા નથી મિત્રો,
તમે ગણતા હશો મિત્રો, હશે એ મારતા ફાંદા.
કરીને ડોળ મિત્રોનો, લઈને આવશે ફૂલો
જરા જોજો તમારી રાહમાં ના પાથરે કાંટા
6.
P Shah | March 20, 2011 at 10:13 am
Enjoyed your nice gazal.
Abhinandan !
7.
mehul | March 20, 2011 at 1:39 pm
સરસ ,રહી ના જાય ‘મન’ની વાત બસ મનમાં દબાઈને,
કહી દો સામસામે આજ સૌ વચકા અને વાંધા.
8.
દિલીપ મોદી | March 20, 2011 at 3:48 pm
સ-રસ હઝલ વાંચવાની-માણવાની ખરેખર મજા આવી. પ્રસ્તુત રચનામાં આપણી આજુબાજુની સાચુકલી પરિસ્થિતિનું પ્રતિબિમ્બ મને દેખાતું હોય એવું લાગે છે… ધન્યવાદ !
9.
narendrajagtap | March 20, 2011 at 6:38 pm
બધા હોતા નથી જગમાં,તમારી જેમ ભોળાભટ,
ધરી મુસ્કાન હોઠો પર , તમારા ખેંચશે ટાંગા.
આ જગતમાં હસતાં હસતાં તમારા બની ટાંગા ખેચવા વાળા પણ હોય છે તે પરિસ્થિતીનુ ભાન કરાવ્યુ છે.નાઇસ ગઝલ ગઝલ…
10.
kishoremodi | March 20, 2011 at 7:11 pm
સરસ હઝલ.ગમી.અભિનન્દન
11.
Dr.Hemendra | March 21, 2011 at 8:12 am
કરીને ડોળ મિત્રોનો, લઈને આવશે ફૂલો
જરા જોજો તમારી રાહમાં ના પાથરે કાંટા
મનહરભાઈ
આ પહેલ નરેન્દ્રભાઈ એ સબંધો વિષે જે કવિતા
લખી હતી તે થોડી ગંભીર હતી અને તમે વ્યંગાત્મક
લખેલ છે પણ તેની મંઝીલ એક છે.જીવન માં.હળવાશને
તદન સાહજિક રીતે લેવાના આનદનું ગજું તો માત્ર અને માત્ર
મન પાલનપુરી નું જ જે નિર્વિવાદ બાબત છે!!!
Dr.Hemendra
12.
દિનકર ભટ્ટ | March 22, 2011 at 7:45 pm
લોકભાષામાં કહેવત રુપે કહેવાય છે ને ?
તાળી મિત્રો, થાળી મિત્રો અને જાની મિત્રો ઓળખી લેવા જોઇએ.
13.
himanshupatel555 | March 26, 2011 at 9:34 pm
ભાષાની સરળતા અને અભિવ્યક્તિની નિખાલસતા માનવ સંદર્ભોની સંદિગ્ધતા સરસ રીતે વ્યક્ત કરે છે.
14.
Daxesh Contractor | March 26, 2011 at 9:52 pm
સુંદર … મક્તાના શેરમાં ખુલ્લા થવાની વાત ગમી.
15.
Kirftikant Purohit | April 2, 2011 at 4:48 pm
કહી દો સામસામે આજ સૌ વચકા અને વાંધા
તમને હઝલની સારી ફાવટ આવી ગઇ છે જેમાં તિક્ષ્ણતા વધારશો. મેદાન હઝલનું સાવ ખુલ્લું છે.જ.‘બેકાર’ જેવી પ્રસિદ્ધ મળશેઃમારી શુભેચ્છાઓ તમારી સાથે છે.
16.
ઇશ્ક પાલનપુરી | April 8, 2011 at 11:01 am
બહુ સુંદર હળવી રચના ! ! આમ પણ આપની પહેલેથી જ હઝલમાં હથોટી છે