સમય ચાલ્યો ગયો

March 5, 2011 at 7:57 pm 17 comments

મિત્રો,

એક ઉર્દુ શાયરનો શેર છે ઃ

મહેરબાં હોકે બુલાલો મુઝે ચાહે જીસ વક્ત,
મૈં ગયા વક્ત નહિ હું,જો ફિર આ ના સકું.

આ ‘ગયા વક્ત’ એટલે કે ‘વીતેલા સમય’ની વાત લઈને એક નવી ગઝલ ‘સમય ચાલ્યો ગયો’ આજે રજુ કરું છું. આપના અભિપ્રાયની અપેક્ષા છે.ખાસ કરીને કાફીયા માટે, જે એકાક્ષરી (જે,એ,તે,રે,લે વગેરે) છે.

સાવ સોનાનો હતો જે, એ સમય ચાલ્યો ગયો;
એ સમયની વાત ના કર,જે સમય ચાલ્યો ગયો.

છોડ આ ઉત્પાત ખોટો ને નકામી એ જફા,
ભૂલવા સરખો હતો એ, તે સમય ચાલ્યો ગયો.

ઊગતો સૂરજ નવો અજવાસ લઈને આવશે,
ડૂબતો સૂરજ બિચારો,છે સમય ચાલ્યો ગયો.

હાથમાંથી રેત જેમજ એ સરી જાશે પછી,
રોજ ચીડવશે તને કે, ‘લે,સમય ચાલ્યો ગયો’.

યાદ વીતેલા સમયની આપશે ‘મન’ને વ્યથા,
નાખશે હરપળ નિસાસા, ‘રે! સમય ચાલ્યો ગયો’

Entry filed under: ગઝલ. Tags: .

હઝલ– ‘અવળચંડાઈ’ વચકા અને વાંધા

17 Comments Add your own

  • 1. Daxesh Contractor  |  March 5, 2011 at 10:18 pm

    હાથમાંથી રેત જેમજ એ સરી જાશે પછી,
    રોજ ચીડવશે તને કે, ‘લે,સમય ચાલ્યો ગયો’.

    સમયનો રંગ સારી રીતે અભિપ્રેત કર્યો છે … એકાક્ષરી કાફિયાથી બધા શેરનું ભાવજગત બદલવું અઘરું કાર્ય છે ..

    Reply
  • 2. pragnaju  |  March 6, 2011 at 12:33 am

    હાથમાંથી રેત જેમજ એ સરી જાશે પછી,
    રોજ ચીડવશે તને કે, ‘લે,સમય ચાલ્યો ગયો’.

    યાદ વીતેલા સમયની આપશે ‘મન’ને વ્યથા,
    નાખશે હરપળ નિસાસા, ‘રે! સમય ચાલ્યો ગયો’
    ખૂબ સુંદર
    સમય ચાલ્યો ગયો જ્યારે અમે મૃગજળ પીતા’તા
    હતી જે એક જમાના માં હવે એવી તરસ ક્યાં છે.
    -મરીઝ

    Reply
  • 3. Kirftikant Purohit  |  March 6, 2011 at 1:02 pm

    આખીયે ગઝલ સરળ અને સરસ બની છે. કાફિયા પણ યોગ્ય નિભાવ્યા છે.

    Reply
  • 4. Narendra Jagtap  |  March 6, 2011 at 1:19 pm

    હાથમાંથી રેત જેમજ એ સરી જાશે પછી,
    રોજ ચીડવશે તને કે, ‘લે,સમય ચાલ્યો ગયો’.

    ખુબ જ સરસ ગઝલ બની છે….અને કાફીયા સરસ …અને સારો રદીફ… મક્તાનો શેર પણ મસ્ત છે…અને એમાય તમારુ તખલ્લુસ વાહ વાહ

    Reply
  • 5. દિલીપ મોદી  |  March 6, 2011 at 6:20 pm

    સાચે જ…વક્ત વક્ત કી બાત હૈ…સમય પાણીની માફક વહી જાય છે જેને આપણે આપણી બંધ મુઠ્ઠીમાં કેદ કરી શકતા નથી, વળી એ સમય ફરી પાછો આવતો પણ નથી પરંતુ આપણે એને માત્ર અને માત્ર વાગોળી શકીએ છીએ. આ સત્યને ઉજાગર કરતી પ્રસ્તુત ગઝલ ખરેખર સ-રસ બની છે. દરેક શે’ર આસ્વાદ્ય અને અર્થસભર છે. ધન્યવાદ !

    Reply
  • 6. ડૉ.મહેશ રાવલ  |  March 6, 2011 at 6:22 pm

    સરસ આસ્વાદ્ય ગઝલ મનહરભાઇ….અભિનંદન.
    પ્રતિભાવ માત્ર કાફિયા વિષે આપવા જતાં ખૂબસરસ રદિફને અન્યાય કરી બેસીએ…..!
    એવું નથી થવાદેવું એટલે આખી ગઝલને “સર્વાંગ” બિરદાવવું યોગ્ય લાગે છે.

    Reply
  • 7. Pancham Shukla  |  March 6, 2011 at 6:44 pm

    સરસ ગઝલ.

    Reply
  • 8. Jagadish Christian  |  March 6, 2011 at 7:54 pm

    યાદ વીતેલા સમયની આપશે ‘મન’ને વ્યથા,
    નાખશે હરપળ નિસાસા, ‘રે! સમય ચાલ્યો ગયો’

    તમારો પ્રાયોગ ગમ્યો. અભિનંદન.

    Reply
  • 9. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  March 6, 2011 at 9:06 pm

    very very nice

    ઊગતો સૂરજ નવો અજવાસ લઈને આવશે,
    ડૂબતો સૂરજ બિચારો,છે સમય ચાલ્યો ગયો

    Dr. Kishorbhai M. Patel

    Reply
  • 10. sapana  |  March 6, 2011 at 9:15 pm

    ખૂબ સરસ ગઝલ!બધાને લાગુ પડે..આ ઉર્દુનો શેર તમે જે ટાક્યો તે મારો ફેવરીત શેર છે…હા સોનાનો એ સમય ચાલ્યો ગયો..
    યાદ વીતેલા સમયની આપશે ‘મન’ને વ્યથા,
    નાખશે હરપળ નિસાસા, ‘રે! સમય ચાલ્યો ગયો’
    સપના

    Reply
  • 11. Dr.Hemendra  |  March 7, 2011 at 7:48 am

    મનહરભાઈ,

    સમય નવોદિત ને નવા માણનારા ને ઓછા જાણનારા
    કાવ્યને કૈદ ક્યાં કરીએ કાફિયા રદીફ ના પિંજરા માં
    કાફિયા રદીફ ની મીમાંસા કરવાનો સમય ચાલ્યો ગયો

    જીવનના હાર્દ ને વાણી લીધું છે અને તે માટે નુતન માર્ગ
    અપનાવેલ છે સીમા થી પાર જાયને અસીમ થવાનો પ્રયત્ન
    ગમ્યો.

    ડો હેમેન્દ્ર

    Reply
  • 12. સુનીલ શાહ  |  March 7, 2011 at 8:59 am

    સુંદર ગઝલ..

    Reply
  • 13. 'ઈશ્ક'પાલનપુરી  |  March 8, 2011 at 10:18 am

    સુદર ગઝલ !!
    એકાક્ષરી કાફિયા બહુ સરસ નિભાવ્યા છે

    ઊગતો સૂરજ નવો અજવાસ લઈને આવશે,
    ડૂબતો સૂરજ બિચારો,છે સમય ચાલ્યો ગયો.

    આ શેર માં (અલ્પ વિરામ )

    ઊગતો સૂરજ નવો અજવાસ લઈને આવશે,
    ડૂબતો સૂરજ બિચારો છે,સમય ચાલ્યો ગયો.

    અથવા

    ઊગતો સૂરજ નવો અજવાસ લઈને આવશે,
    ડૂબતો સૂરજ બિચારો,ને સમય ચાલ્યો ગયો.

    આ રીતે કરી શકાય

    Reply
    • 14. manharmody  |  March 8, 2011 at 12:37 pm

      ભાઈ શ્રી ઈશ્ક પાલનપુરી,

      આપની કોમેન્ટ બહુ જ સ્વાભાવિક છે.પરંતુ મારે આ શેરમાં એવું કહેવું છે કે બિચારો ડુબતો સૂરજ તો વીતી(ચાલી) ગયેલો સમય એટલે કે ભૂતકાળ છે તેથી અલ્પવિરામ ‘બિચારો’ પછી મૂકેલ છે.

      આશા છે આપની શંકાનું સમાધાન કરી શક્યો છું.

      ફરી એક વાર આપના સૂચન અને મારી ગાલમાં રસ લેવા બદલ આભાર.

      ‘મન’

       

      Reply
  • 15. અશોક જાની 'આનંદ'  |  March 8, 2011 at 12:43 pm

    સુંદર ગઝલ, એકાક્ષરી કાફિયા સાથે જામી છે,
    આ શે’ર વધુ ગમ્યો…

    હાથમાંથી રેત જેમજ એ સરી જાશે પછી,
    રોજ ચીડવશે તને કે, ‘લે,સમય ચાલ્યો ગયો’.

    Reply
  • 16. mehul  |  March 13, 2011 at 2:27 pm

    BAHU SARAS, હાથમાંથી રેત જેમજ એ સરી જાશે પછી,
    રોજ ચીડવશે તને કે, ‘લે,સમય ચાલ્યો ગયો’

    Reply
  • 17. P Shah  |  October 10, 2011 at 3:12 pm

    રોજ ચીડવશે તને કે, ‘લે,સમય ચાલ્યો ગયો’

    એકાક્ષરી કાફિયાએ આખી ગઝ્લનો ભાર ઊપાડી લીધો છે.
    અભિનંદન !

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 8 other followers

Recent Posts

Blog Stats

  • 5,077 hits

 

March 2011
M T W T F S S
« Jan   May »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Authors


Follow

Get every new post delivered to your Inbox.