‘મન દૂભાય છે’

December 18, 2010 at 12:54 pm 19 comments

મિત્રો,

આજે એક નવી ગઝલ ‘મન દૂભાય છે’ પોસ્ટ કરી છે.

સામાન્ય રીતે તો મને પાંચ શેરની ગઝલ લખતાં પણ ફાંફાં પડે છે પણ આ ગઝલમાં નવ શેર બન્યા છે.

જિંદગીનો જામ ખાલી થાય છે,
સાંજ જીવનની નજીક દેખાય છે.

ભૂલ ઊપર ભૂલ થાતી જાય છે,
કામ સૌ અવળા ને અવળા થાય છે.

ભૂલ તો થઈ જાય,માણસ જાત છે,
ભૂલ વારંવાર કાં દોહરાય છે !

પાપ શું ને પૂણ્ય શું ક્યાં છે ખબર ?
સાવ જાણૅ કે અજાણે થાય છે.

હાથ ઊપર હાથ દઈ બેસી રહ્યા,
ને સમય છે કે સરકતો જાય છે.

જો હતી એવી જ દાનત તો પછી,
કેમ ખોટે ખોટ તું પસ્તાય છે ?

શું ભર્યું મારા હ્રદયની ભીતરે,
કોઈને એ ક્યાં કદી સમજાય છે !

ઊઠતાં ને બેસતાં બસ એ રટણ,
મન મહીં ને ‘મન’ મહીં ઘૂંટાય છે.

થાય થાતાં કઈં અવળચંડાઈ પણ,
કઈંક ખોટું થાય;’મન’ દૂભાય છે.

Entry filed under: Uncategorized. Tags: .

આદત તમારી…!!!! હઝલ– ‘અવળચંડાઈ’

19 Comments Add your own

  • 1. અશોક જાની ' આનંદ'  |  December 18, 2010 at 4:05 pm

    મનહરભાઇ….!!!

    સુંદર ગઝલ થઇ છે, બંને મક્તામાં તખલ્લુસ પણ સારી રીતે ઓગળ્યું છે.

    આ વધારે ગમ્યું..
    ભૂલ તો થઈ જાય,માણસ જાત છે,
    ભૂલ વારંવાર કાં દોહરાય છે !
    જો હતી એવી જ દાનત તો પછી,
    કેમ ખોટે ખોટ તું પસ્તાય છે ?

    Reply
  • 2. Kirtikant Purohit  |  December 18, 2010 at 5:07 pm

    Good interospective Gazal. Kafia ‘થાય છે.’ is repeated twice which is not usual in a gazal.

    Reply
  • 3. Kaushik  |  December 18, 2010 at 7:11 pm

    હાથ ઊપર હાથ દઈ બેસી રહ્યા,
    ને સમય છે કે સરકતો જાય છે.

    Sunder Rachanaa. Gazal vaanchi ne man dubhatu nathi.
    Kaushik Amin.

    Reply
  • 4. pragnaju  |  December 18, 2010 at 9:04 pm

    સુંદર ગઝલનો આ શેર વધુ ગમ્યો

    હાથ ઊપર હાથ દઈ બેસી રહ્યા,
    ને સમય છે કે સરકતો જાય છે.
    વાહ

    સમયના વેગમાં રેતી સરકતી જાય છે
    અભિલાષાના પડઘાઓ કયાં ઓળખાય છે.સરકતા હલનચલન વડે તબલામા વિવિધ પ્રકારના ધ્વની ઉત્પન કરાય છે આમ કરવાથી ધ્વનીના ઉદ્ગમ સાથે સાથે તેની તીવ્રતા બદલાયા કરે છે. આંગળીઆ નિયત સ્થળેથી થોડી દૂર પડતાં આખો તાલ બદલાઈ જાય છે.તેવુ આ સરકતા સમયનું ધ્યાન રાખવું પડે

    Reply
  • 5. P Shah  |  December 18, 2010 at 9:16 pm

    સુંદર રચના નો આ શેર વધુ ગમ્યો-

    હાથ ઊપર હાથ દઈ બેસી રહ્યા,
    ને સમય છે કે સરકતો જાય છે….

    Reply
  • 6. sapana  |  December 18, 2010 at 9:33 pm

    મનહરભાઈ આખી ગઝલ સરસ બની છે પણ
    જિંદગીનો જામ ખાલી થાય છે,
    સાંજ જીવનની નજીક દેખાય છે.

    થાય થાતાં કઈં અવળચંડાઈ પણ,
    કઈંક ખોટું થાય;’મન’ દૂભાય છે.
    આ શેર ખૂબ ગમ્યાં..જિંદગીને ઘૂટી ઘૂં ટીને એનાં વમળમાંથી શેર નિકળ્યા છે..આપણી ઉમરે પહોંચ્યા પછી સમજાય છે કે જિંદગીનો જામ ખાલી થઈ ગયો…ખૂબ હ્રદયની સોંસરવી ઉતરી
    સપના

    Reply
  • 7. ડૉ.મહેશ રાવલ  |  December 18, 2010 at 10:13 pm

    વાહ મનહરભાઈ….
    હૈયાની વાત હોઠે આવે એમ અહીં શબ્દદેહે કલમના સહારે આવી છે…!
    સરસ ગઝલ તો ખરી જ પણ, એમાં વણાયેલ સંવેદનાઓ ‘મન’ સોંસરી ઉતરી જાય એવી રહી.
    -અભિનંદન.
    શ્રી કિર્તીકાન્તજી સાથે હું પણ સંમત છું,

    Reply
  • 8. manav  |  December 18, 2010 at 11:19 pm

    saras

    Reply
  • 9. neetakotecha  |  December 18, 2010 at 11:42 pm

    ભૂલ તો થઈ જાય,માણસ જાત છે,
    ભૂલ વારંવાર કાં દોહરાય છે !

    khub saras gazal..

    Reply
  • 10. તપન પટેલ  |  December 19, 2010 at 9:48 am

    ખુબ જ સુંદર અને સમજવાલાયક રચના છે………

    Reply
  • 11. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  December 19, 2010 at 5:21 pm

    ભૂલ તો થઈ જાય,માણસ જાત છે,
    ભૂલ વારંવાર કાં દોહરાય છે !
    પાપ શું ને પૂણ્ય શું ક્યાં છે ખબર ?
    સાવ જાણૅ કે અજાણે થાય છે.
    શું ભર્યું મારા હ્રદયની ભીતરે,
    કોઈને એ ક્યાં કદી સમજાય છે !

    જોકે આખી ગઝલ જ ખુબ સુંદર છે…….. સાચેજ ખુબજ ગમી.

    Reply
  • 12. Jagadish Christian  |  December 20, 2010 at 2:03 am

    મનહરભાઈ આખી ગઝલ સરસ થઈ છે પણ નીચેનો શેર વધારે ગમ્યો.
    હાથ ઊપર હાથ દઈ બેસી રહ્યા,
    ને સમય છે કે સરકતો જાય છે.

    Reply
  • 13. Daxesh Contractor  |  December 22, 2010 at 1:21 am

    ભૂલ તો થઈ જાય,માણસ જાત છે,
    ભૂલ વારંવાર કાં દોહરાય છે !

    સુંદર ગઝલ …

    Reply
  • 14. Daxesh Contractor  |  December 22, 2010 at 1:22 am

    ભૂલ તો થઈ જાય,માણસ જાત છે,
    ભૂલ વારંવાર કાં દોહરાય છે !

    સુંદર ગઝલ …

    મારી ગઝલનો શેર યાદ આવે છે

    ભૂલો કરું છું ને પડું છું, કેમ ? હું માણસ છું,
    સાંજે પાછો ઘર ફરું છું, કેમ ? હું માણસ છું.

    Reply
  • 15. પંચમ શુક્લ  |  December 22, 2010 at 2:32 am

    સરસ ગઝલ.

    Reply
  • 16. narendrajagtap  |  December 22, 2010 at 10:35 pm

    હાથ ઊપર હાથ દઈ બેસી રહ્યા,
    ને સમય છે કે સરકતો જાય છે.

    ખુબ જ સરસ ગઝલ બની છે…આપના તખલ્લુસનો ઉપયોગ સારો થાય છે……વાહ વાહ

    Reply
  • 17. 'ઈશ્ક'પાલનપુરી  |  December 24, 2010 at 10:12 am

    બહુ સરસ ગઝલ થઇ છે . આ શેર માં કવિનો ઓછા સર્જનનો વસવશો અનુભવું છું ,હું માનું ત્યાં સુધી સર્જનને અનુલક્ષીને જ આ શેર લખાયો હશે
    જે હોય તે … પણ કાબિલે દાદ !!!
    હાથ ઊપર હાથ દઈ બેસી રહ્યા,
    ને સમય છે કે સરકતો જાય છે.

    Reply
  • 18. himanshupatel555  |  December 27, 2010 at 10:58 pm

    સરસ ગઝલ થૈ છે મરીઝની યાદ અપાવી ગઈ.

    Reply
    • 19. manharmody  |  December 28, 2010 at 1:31 pm

      dear himanshubhai,

      it is a matter of great pleasure for me that you liked my gazal and it reminded you of ‘mariz’ saaheb.

      thanks a lot.

      please keep inspiring.

      manhar mody

      Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 8 other followers

Recent Posts

Top Posts

  • None

Blog Stats

  • 5,076 hits

 

December 2010
M T W T F S S
« Oct   Jan »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Authors


Follow

Get every new post delivered to your Inbox.