આદત તમારી…!!!!
October 11, 2010 at 3:39 pm 13 comments
આજે તા,૧૦.૧૦.૧૦ ને રવિવારે આપણા ‘શબ્દ સાધના પરિવારની ‘રવિસભા’ ડો.ભરતભાઈ મકવાણા,શ્રીમતી મકવાણા અને ભાઈ ‘માનવ’ ના આમંત્રણથી ડો.મકવાણાના ડીસા ખાતેના નિવાસ સ્થાને યોજવામાં આવી હતી.
આજની ‘રવિસભા’નું વિશેષ મહત્વ એટલા માટે હતું કે આપણા (SSP)’પરિવારનાં લાડીલા સભ્ય વર્ષાબેન બારોટને ‘ફિલીંગ્સ’ મેગેઝીન દ્વારા યોજાયેલ વાર્તા સ્પર્ધામાં પ્રાપ્ત થયેલ પ્રથમ ઈનામ માટે સન્માનવાનાં હતાં.
આ સભામાં હાજરી આપવા જતી વખતે રચાયેલ અને સભામાં રજુ કરેલ તાજી રચના આપ સૌને સાદર કરું છું. પ્રતિભાવો જરૂરથી આપશો.
આદત તમારી…!!!!
નથી સુધરી હજી આદત તમારી,
છુપાવો કેમ છો ચાહત તમારી ?
નજરથી ના હવે નજરો બચાવો,
અમે જાણી ગયા દાનત તમારી.
હતા મુસ્તાક કિસ્મત પર તમે તો,
અચાનક શું થઈ હાલત તમારી !
કદમ ભરજો તમે સમજી વિચારી,
નડી જાશે કદી ગફલત તમારી.
નથી ‘મન’ માનતું કેમે કરીને,
ખબર આજે પડી બાબત તમારી.
Entry filed under: ગઝલ, મારી રચનાઓ. Tags: .
1.
sapana | October 11, 2010 at 6:36 pm
હતા મુસ્તાક કિસ્મત પર તમે તો,
અચાનક શું થઈ હાલત તમારી !
વાહ ક્યા બાત હૈ!!
સપના
2.
Kaushik | October 11, 2010 at 6:59 pm
નથી ‘મન’ માનતું કેમે કરીને,
છળી ઊઠે, સૂણી આહટ તમારી.
વાહ
3.
P Shah | October 11, 2010 at 9:01 pm
છુપાવો કેમ છો ચાહત તમારી ….
સરસ ગઝલ થઈ છે.
અભિનંદન !
4.
manharmody | October 11, 2010 at 11:07 pm
પ્રજ્ઞા વ્યાસ તરફથી પ્રતિભાવ ઈ=મેઈલ માં મળ્યો છે તે અહીં કોપી-પેસ્ટ કરી મૂક્યો છે.
હતા મુસ્તાક કિસ્મત પર તમે તો,
અચાનક શું થઈ હાલત તમારી !
કદમ ભરજો તમે સમજી વિચારી,
નડી જાશે કદી ગફલત તમારી.
વાહ
યાદ આવી
दिले नादां तुझे हुआ क्या है
आखिर इस दर्द की दवा क्या है
हम है मुस्ताक और वो बेजार
या इलाही ये माजरा क्या है
5.
Kirtikant Purohit | October 12, 2010 at 11:53 am
હતા મુસ્તાક કિસ્મત પર તમે તો,
અચાનક શું થઈ હાલત તમારી !
મનહરભાઈ, સરલ શબ્દોમાં સુંદર અભિવ્યક્તિ. ફક્ત મક્તાનો ‘આહટ’ કાફિયો જોઈ જશો.
6.
Narendra Jagtap | October 12, 2010 at 10:59 pm
નથી ‘મન’ માનતું કેમે કરીને,
છળી ઊઠે, સૂણી આહટ તમારી………. અહીયા આહટ ની બદલે હરકત મુકો તો કાફીયા જળવાય… જો આપને હૈયે બેસે તો!!!!! બાકે મસ્ત
7.
ઈશ્ક પાલનપુરી | October 14, 2010 at 4:32 pm
સરસ રચના ! આ શેર વિશેષ ગમ્યો !
હતા મુસ્તાક કિસ્મત પર તમે તો,
અચાનક શું થઈ હાલત તમારી !
8.
Dilip Gajjar | November 22, 2010 at 4:41 pm
નથી સુધરી હજી આદત તમારી,
છુપાવો કેમ છો ચાહત તમારી ?
Aakhi gazal gami…manaharbhai..aapne abhinandan..
9.
ડૉ.મહેશ રાવલ | November 23, 2010 at 9:39 am
શ્રી મનહરભાઈ,
ગઝલ સરસ થઈ છે અને ભાવ પણ સુંદરરીતે જળવાયો છે
તમારી સર્જન ક્ષમતાને જે રીતે આ અન્ય રચનાઓમાં અનુભવી છે એ સરાહનીય રહી છે.
પ્રથમથી નિયત થયેલ કાફિયાને આખરસુધી વળગીને જરા વધુ મહેનતથી અહીં આહટ કાફિયા આવ્યો એ નિવારી શકાયો હોત….!
બાબત જેવો કાફિયા એ પંક્તિમાં આ રીતે સમાવી શકાય,તો જોજો.
ફરી, ખૂલે જૂની બાબત તમારી…..!
ક્ષમાયાચના સાથે,- – અભિનંદન.
http://www.drmahesh.rawal.us પર પધારવા નિમંત્રણ.
10.
manharmody | November 24, 2010 at 1:37 pm
શ્રી મહેશભાઈ,
આપની કોમેન્ટનો ઘણા વખતથી ઈંતઝાર હતો. ‘આહટ’ કાફિયા માટે શ્રી કીર્તિકાન્તભાઈ, નરેન્દ્ર જગતાપ અને તમારી નારાજગી વ્યાજબી છે. હવે તો કંઈ કરવું જ પડશે. આપ સૌના લાગણીભર્યા સૂચનો માટે ખુબ ખૂબ આભાર. ટૂંક સમયમાં જ સુધારો કરીશ.
મનહર એમ.મોદી (‘મન’ પાલનપુરી)
11.
પંચમ શુક્લ | December 2, 2010 at 4:54 am
સરસ ગઝલ.
12.
Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) | December 17, 2010 at 5:49 pm
nice… !
“આદત” ની વાતથી આ યાદ આવી ગયું…..
http://piyuninopamrat.wordpress.com/2010/09/28/%E0%AA%86%E0%AA%A6%E0%AA%A4-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%80-%E0%AA%9B%E0%AB%87/
13.
Dr.Hemendra | December 20, 2010 at 7:22 pm
Dear Man(har)bhai
ati sunder gazal rachna..
sabd kya male chhe shodhva jata
aa raghvai dunia ma dodi dodi khata khata
pratap aa badho tamara najuk dil no chhe
‘Man ‘par aahi to chale chhe dil ni satta
Dr.Hemendra.