આપણે એના વગર
September 5, 2010 at 11:49 am 11 comments
મિત્રો,
સન્મિત્રો શ્રી ડો. મહેશભાઈ રાવલ (રાજકોટ),શ્રી રમેશભાઈ રઝીયા (‘ઈશ્ક પાલનપુરી) અને અન્ય શુભેચ્છકો ન લાગણીભર્યા અનુરોધ પર,એક
દીર્ઘ અંતરાલ બાદ ફરી એક વાર આપની સમક્ષ એક ગઝલ લઈને ઉપસ્થિત થયો છું. મુલાહેજા ફરમાઈયે….
એકલા ને એકલા એ કાપવાની આ સફર
યાદ એની સાથ આપે બસ મને શામ-ઓ-સહર.
મેં દબાવીને મૂકી’તી રાઝની વાતો મગર,
કોણ જાણે એમને ક્યાંથી મળી ગઈ આ ખબર.
જીતવાનો દાવ પણ હારી ગયો હું,તે છતાં
એમને મારી કશીયે લાગણી કે ના કદર.
કેટલી નરમાશથી માંગી રહેમ મેં એમની,
પણ જરાયે ના થઈ એના હ્રદય પર કંઈ અસર.
એટલે તો હું બધું ‘મન’મારીને સહેતો રહ્યો,
છે ખબર કે ચાલશે ના, આપણે એના વગર.
Entry filed under: ગઝલ, મારી રચનાઓ. Tags: .
1.
"માનવ" | September 5, 2010 at 2:56 pm
saras gazal che,,
2.
ઈશ્ક પાલનપુરી | September 5, 2010 at 4:44 pm
મન સાહેબ સરસ ગઝલ ! અમારો અનુરોધ જો તમને ગઝલ લખાવતો હોય તો આવો અનુરોધ અમારાથી હરરોજ થાય
એટલે તો હું બધું ‘મન’મારીને સહેતો રહ્યો,
છે ખબર કે ચાલશે ના, આપણે એના વગર.
વાહ ખુબ સુંદર કબુલાત
બીજા શેર માં દબાવીને ‘મૂકી’ ને બદલે ‘રાખી ‘ કરી શકાય
3.
himanshupatel555 | September 7, 2010 at 3:00 am
મુલાહેજા ફરમાઈયે…..ઇર્શાદ..
તમારા લાંબા મૌનમાંથી નિખાલસતા નીખરી
4.
himanshupatel555 | September 7, 2010 at 3:02 am
મુલાહેજા ફરમાઈયે…..ઇર્શાદ..
તમારા લાંબા મૌનમાંથી નિખાલસતા નીખરી છે.
અને આ કબૂલાતપણ એટલીજ વ્યાજબી છે,
5.
Narendra Jagtap | September 7, 2010 at 10:34 pm
વાહ વાહ મનહરભાઇ… ફાઇન કાફીયા ગઝલ… ઘણા વખત પછી..પણ સરસ ગઝલ લખાઇ છે….
જીતવાનો દાવ પણ હારી ગયો હું,તે છતાં
એમને મારી કશીયે લાગણી કે ના કદર…… વાહ ભાઇ વાહ …ખરે ખર નથી કદર…
6.
ડૉ.મહેશ રાવલ | September 17, 2010 at 11:12 pm
શ્રી મનહરભાઈ,
અનુરોધને આવકારી, દીર્ઘ અંતરાલ બાદ ફરી એક વાર આપની કલમ એક સરસ અને મર્માળી ગઝલ સાથે પ્રસ્તુત થઈ એ ગમ્યું,સમય ફાળવી સમયાંતરે ગઝલ આપતાં રહેશો.
સુંદર ગઝલનો મક્તા ધારદાર થયો છે.
અભિનંદન.
http://www.drmahesh.rawal.us પર મારી નવી પોસ્ટ થયેલી કેટલીયે ગઝલો આપના પ્રતિભાવની પ્રતીક્ષામાં છે-પધારો.
7.
Shivam | October 11, 2010 at 2:53 pm
Bahut khub MAN saheb! Gazal khub j gami!
8.
devika dhruva | October 11, 2010 at 5:28 pm
after a long time !! good expression..
9.
સુનીલ શાહ | October 11, 2010 at 7:54 pm
વાહ..ક્યા બાત હૈ..!
સાચે જ સુંદર ગઝલ. બધા જ શેર આસ્વાદ્ય છે.
10.
પંચમ શુક્લ | December 2, 2010 at 4:55 am
માણવા લાયક.
11.
Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) | December 17, 2010 at 5:47 pm
સુંદર ગઝલ….માણવાની મજા આવી .
http://piyuninopamrat.wordpress.com/