લો,હવે લો શ્વાસ.
March 12, 2010 at 3:25 pm 12 comments
મિત્રો, આજે ફરી એક તાજી રચના પેશે-ખિદમત છે.
લો,હવે લો શ્વાસ ને બેસો ઘડી,
દોડવા માટે પડી છે જીંદગી.
જોઈએ તમને પૂરાવા પ્રેમના,
શું કરું તો થાય તમને ખાતરી !
માનવી છે,માનવીનું શું ગજું ?
ક્યાંક તો અવળી પડે છે ગણતરી.
હક-ફરજનો મેળ જો સચવાય તો,
ક્યાં કશી ફરિયાદની રહે છે વકી !
‘મન’હવે ધરપત ધરીને બેસ તું,
આટલી ઓછી પડે છે સાહ્યબી ?
Entry filed under: 1. Tags: .
1.
P Shah | March 12, 2010 at 5:15 pm
જોઈએ તમને પૂરાવા પ્રેમના,
શું કરું તો થાય તમને ખાતરી !…
સુંદર ગઝલ !
મત્લાનો પહેલો મિસરા આમ લખીએ તો-
લો, હવે લો શ્વાસ બેસો બે ઘડી,
2.
વિવેક ટેલર | March 12, 2010 at 5:50 pm
જોઈએ તમને પૂરાવા પ્રેમના,
શું કરું તો થાય તમને ખાતરી !
- આ શેર ખૂબ ગમી ગયો…
3.
narendrajagtap | March 12, 2010 at 7:45 pm
હક-ફરજનો મેળ જો સચવાય તો,
ક્યાં કશી ફરિયાદની રહે છે વકી …..આ ગઝલનો ઉમદા શેર છે… ઓલ ઓવર આખી ગઝલ ખુબ જ સરસ બની છે……
4.
vijayshah | March 12, 2010 at 9:17 pm
હક-ફરજનો મેળ જો સચવાય તો,
ક્યાં કશી ફરિયાદની રહે છે વકી !
ekadam saach vaat…
mazaa aavi gai
5.
ડૉ.મહેશ રાવલ | March 13, 2010 at 2:18 am
સરસ ,મનહરભાઈ
અભિનંદન.
એક વાત અહીં જણાવવાની રજા લઉં કે, છંદના હિસાબે છેડે આવતાં
ગાલગા માં ગણતરી જરા કઠ્યું.
ગણ ત રી … કાં ગ ણત રી કેમ ગોઠવવું?
મેં અત્યારસુધી લગાગામાં લીધું છે ગણતરી કદાચ એટ્લે……..
પણ વિચારી જોજો-શીખીશું એકબીજાના સહારે
6.
Pancham Shukla | March 13, 2010 at 6:25 am
સરસ ગઝલ છે.
મહેશભાઈએ કહ્યું એમ ગણતરીને મોટાભાગના અરૂઝપરસ્ત ગઝલકારો લગાગા માપમાં લેશે.
મારા અંગત મત મુજબ એને ગાલગા માપમાં પણ લઈ શકાય. એ તો તમે કઈ રીતે પઠન કરો છો એના પર આધાર રાખે છે. એજ રીતે ‘ગઝલ શબ્દને હું લગા કે ગાલ માપમાં લઉં છું- બિલકુલ વ્યવસ્થિત પઠન કરીને.
7.
Daxesh Contractor | March 13, 2010 at 10:42 am
જોઈએ તમને પૂરાવા પ્રેમના,
શું કરું તો થાય તમને ખાતરી !
સુંદર …
8.
Kirtikant Purohit | March 13, 2010 at 1:01 pm
સારી ગઝલ છે .ડો. મહેશ્ભાઇ સાથે હું સહમત છું. ગણત્રી લગાગા વધારે સારું છે.મચકોડીને ઉચ્ચાર્તાં કઠે.
ક્યાંક અવળી પણ પડે ગત આપણી …… એમ લ્યો તો!
9.
jagadishchristian | March 14, 2010 at 7:52 am
સરસ ગઝલ. બધા શેર ગમી ગયા.
10.
Narendra Jagtap | March 21, 2010 at 3:04 pm
બધા જ મિત્રોની કોમેંટ વાચી ..છતાં ડો.મહેશભાઇ સાથે વધારે સંમત થાવુ છું છતા પંચમ શુક્લજી જે વાત કરી ગઝલ ની… તો ગઝલ તો લગા માં જ લેવાય …પ્રથમ અક્ષર લઘુ અને બાકીના બે ગુરુ …મનહરભાઇ ની ગઝલે તો બધાને હીલોળે ચડાવી દીધા…સરસ ગઝલ…
11.
Rabari | April 26, 2010 at 1:28 pm
bahuj saras che.. keep it up
12.
Anil Limbachiya | June 19, 2010 at 6:11 pm
જોઈએ તમને પૂરાવા પ્રેમના,
શું કરું તો થાય તમને ખાતરી !
સુંદર …